ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વધુ એક BMW કારચાલકે મહિલાને અડફેટે લેતા દર્દનાક મોત, પાછું ગાડી પર લાગેલું પોલીસનું સ્ટીકર
Last Updated: 11:47 AM, 18 August 2025
ADVERTISEMENT
ગાંધીનગર શહેરમાં વધુ એક કાર ચાલકે મહિલાને અડફેટે લીધી છે. ગઈકાલે રાત્રે સરગાસણ ડી-માર્ટ પાસે આવેલા વિસ્તારમાં એક BMW કારના ચાલકે મહિલાને અડફેટે લીધી હતી. જેને કારણે તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. મૃતક મહિલાનું નામ શાંતા સુનાર હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
ADVERTISEMENT

ઈન્ફોસિટી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો
ADVERTISEMENT
આ દુર્ઘટના અંગે ઈન્ફોસિટી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ પંજાબ પાસિંગની BMW કાર ખૂબ જ ઝડપે સરગાસણ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. કાર ઉપર પંજાબ પોલીસનું સ્ટીકર લાગેલું હોવાનું પણ પોલીસને જણાવાયું છે. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી મહિલાને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવી હતી. પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

ADVERTISEMENT
પોલીસે આરોપીની ધરપકડ કરી
આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે તરત જ પગલાં લીધા હતા અને કારચાલક હર્ષ મોરેશ્વરને ઝડપીને ધરપકડ કરી હતી. પોલીસે આરોપી હર્ષ મોરેશ્વર સામે પુર ઝડપે ગાડી ચલાવી અકસ્માત સર્જી મહિલાનું મોત નિપજાવવા મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ સાતમ-આઠમના મેળા દરમ્યાન રાઇડ તૂટતા બાળકો સહિત 5 ઇજાગ્રસ્ત, કેમેરામાં કેદ ખૌફનાક Live દ્રશ્યો
ADVERTISEMENT
કાર પર પંજાબ પોલીસનું સ્ટીકર લગાવેલ
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સરગાસણ વિસ્તારમાં વારંવાર તેજ ગતિએ વાહનો દોડાવવામાં આવે છે અને પોલીસે પૂરતું ધ્યાન આપતું નથી. હાલ પોલીસે કાર અને ડ્રાઈવર વિશે વધુ માહિતી એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે. જેમાં પંજાબ પોલીસનું સ્ટીકર લગાવવામાં આવેલ છે. પોલીસ દ્વારાએ દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ