બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / Highest donation for Ayodhya Ram Temple from Gujarat: Not Ambani but this businessman's name in top-3

અયોધ્યા રામ મંદિર દાન / અયોધ્યા રામ મંદિર માટે સૌથી વધુ દાન ગુજરાતથી: અંબાણી નહીં ટોપ-3માં આ ઉદ્યોગપતિના છે નામ

Published By: Priykant Shrimali

Last Updated: 08:07 AM, 25 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir Donation Latest News: સુરતના વેપારીએ આપ્યુ 101 કિલો સોનાનુ દાન, મોરારિબાપુએ આપ્યુ રૂપિયા 11.3 કરોડનુ દાન તો સુરતના ગોવિંદ ધોળકિયાએ કર્યુ 11 કરોડનુ દાન, જાણો બીજા કોણે કેટલું આપ્યું દાન ?

  • શ્રીરામ મંદિરમાં અનેક દિગ્ગજોએ કર્યુ દાન
  • દાન કરવામાં ગુજરાતીઓ રહ્યા સૌથી આગળ
  • દિલીપ લાખીએ આપ્યુ 68 કરોડની કિંમતનુ સોનુ 
  • મોરારિબાપુએ આપ્યુ રૂપિયા 11.3 કરોડનુ દાન
  • સુરતના ગોવિંદ ધોળકિયાએ કર્યુ 11 કરોડનુ દાન
  • મુકેશ અંબાણીએ આપ્યુ રૂપિયા 2.51 કરોડ દાન
  • મુકેશ પટેલ 11 કરોડ રૂપિયાનો મુગુટ આપ્યો 

Ayodhya Ram Mandir Donation : અયોધ્યાના શ્રીરામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિર્વિઘ્ને પૂર્ણ થયો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ફિલ્મી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને ક્રિકેટરો સહિત સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. રામ મંદિરના નિર્માણમાં અનેક દિગ્ગજોએ સહયોગ આપ્યો છે. જેમાં કરોડો રૂપિયાની સાથે સેંકડો કિલોના સોનાનુ દાન પણ કર્યુ છે. રામ મંદિરમાં દાન કરવામાં ગુજરાતીઓ આગળ રહ્યા છે. આજે આપણે જાણીશું કયા ગુજરાતીએ કેટલું દાન આપ્યું ? 

સૌથી વધુ વ્યક્તિગત દાન કથાકાર મોરારિબાપુએ રૂપિયા 11.3 કરોડ આપ્યા છે. સુરતના હીરાના વેપારી દિલીપકુમાર લાખીએ રૂપિયા 68 કરોડની કિંમતના 101 કિલો સોનાનુ દાન કર્યુ છે. સુરતના હીરાના વેપારી ગોવિંદભાઈ ધોળકીયાએ રૂપિયા 11 કરોડ અને સુરતના વેપારી મુકેશ પટેલે રૂપિયા 11 કરોડની કિંમતનો સોનાનો મુગટ અર્પણ કર્યો છે. 6 કિલો વજનના મુગટમાં 4 કિલો સોનુ અને 2 કિલો હીરા અને કિંમતી ધાતુનો ઉપયોગ કરાયો છે. મુકેશ અંબાણીએ રૂપિયા 2.51 કરોડનુ દાન કર્યુ હતુ. જ્યારે અદાણી ગૃપે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રસાદ આપીને ઈન્ડોલોજી ઉપર PHD કરનાર 14 વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો નિર્ણય કર્યો છે.

અયોધ્યા મંદિરમાં વ્યક્તિગત દાન વિશે વાત કરીએ તો આધ્યાત્મિક ગુરુ અને કથાકાર મોરારી બાપુએ ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે અત્યાર સુધીમાં સૌથી વધુ દાન આપ્યું છે. તેમણે રામ મંદિર માટે 11.3 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. ગુજરાતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ રામ મંદિર માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.

અંબાણી પરિવારે પણ આપ્યું 2.51 કરોડ રૂપિયાનું દાન 
મુકેશ અંબાણી પરિવારના દાન દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મુકેશ અંબાણીએ તેમના પરિવારના સભ્યો સાથે મળીને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને 2.51 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. 

વધુ વાંચો : કામમાં સફળતા, રોકાણથી લાભ... આજે આ રાશિના જાતકોને ફાયદો જ ફાયદો, જુઓ આજનું રાશિફળ

101 કિલો સોનાનું દાન
સુરતના એક વેપારીએ રામ મંદિર માટે અત્યાર સુધીમાં સૌથી વધુ દાન આપ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હીરા ઉદ્યોગપતિ દિલીપ કુમાર લાઠીએ 101 કિલો સોનાનું જંગી દાન કર્યું છે. તેની કિંમત 68 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ સોનાનો ઉપયોગ દરવાજા, ત્રિશૂળ અને ડમરુમાં કરવામાં આવ્યો છે.  સુરતના બિઝનેસમેન મુકેશ પટેલે ભગવાન રામની મૂર્તિ માટે 11 કરોડ રૂપિયાનો સોનાનો મુગટ દાનમાં આપ્યો છે, જે કિંમતી પથ્થરોથી જડેલી છે અને તેનું વજન 6 કિલો છે. તેમાં 4 કિલો સોનું છે, જ્યારે તે હીરા અને અન્ય કિંમતી પથ્થરોથી જડેલું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya Ram Mandir Donation Ayodhya ram mandir અયોધ્યા રામ મંદિર ગોવિંદ ધોળકિયા મોરારિબાપુ સૌથી વધુ દાન Ayodhya ram mandir

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ