સર્ચ એન્જિન Google ગત વર્ષે ભારતમાં પોતાની પેમેન્ટ એપ Google Tez લોન્ચ કરી હતી. આ એપમાં યૂઝર્સ પોતાના બેંક એકાઉન્ટને લિંક કરીને UPIની મદદથી પેમેન્ટ કરી શકે છે. દેશમાં પોતાની પેમેન્ટ સર્વિસને પ્રોત્સાહન આપવા માટે Googleએ પોતાની પેમેન્ટ સર્વિસનું નામ બદલી કાઢ્યુ છે. હવે Googleની પેમેન્ટ સર્વિસનું નામ Google Pay છે. કંપનીએ પોતાના યૂઝર્સ માટે આકર્ષક રિવોર્ડ સ્કીમની પણ જાહેરાત કરી છે.
કંપનીએ જાહેરાત કરી છે કે Google Pay દ્વારા ટ્રાન્જેક્શન કરનાર પાસે 100000 રૂપિયા સુધી જીતવાની તક છે. આ ઇનામ મેળવવા માટે યૂઝર્સે 18 સપ્ટેમ્બર સવારે 9 વાગ્યા સુધી Google Payનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા 5 ટ્રાન્જેક્શન કરવાના રહેશે. આ ઇનામ મેળવવા માટે યૂઝર્સ Google Tez તેમજ UPI IDનો ઉપયોગ કરીને પર્સન-ટૂ-પર્સન ટ્રાન્જેક્શન બીજા બેંક એકાઉન્ટ ટ્રાન્જેક્શન અને કેશ મોડ તેમજ બેંક એકાઉન્ટ દ્વારા વેપારીઓને પેમેન્ટ કરવું પડશે.
Google Pay ઑફર હેઠળ કંપની કુલ 5 કરોડ રૂપિયાનુ ઇનામ આપી રહી છે. આ ઇનામને 5 રૂપિયાથી લઇને 100000 રૂપિયાના અલગ - અલગ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યુ છે. કંપનીએ દાવો કર્યો છે કે કેટલાક પસંદગીની ગ્રાહકોને ઇનામની કુલ રકમ પણ મળશે. આ રિવોર્ડ સિવાય Google Pay હવે ઇન્સ્ટન્ટ લોન ઑફર કરે છે. લોન લેવા માટે કંપનીએ ઘણી બેંકો સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદાર અંતર્ગત યૂઝર્સને એપ દ્વાર જ સરળ અને ઇન્સ્ટન્ટ લોન મળી જશે.
Google Tez ટીમ દેશમાં પૉપ્યુલર બ્રાન્ડ જેવા બિગ બઝાર અને બીજા કંપનીઓની સાથે આ એપને પેમેન્ટ ઑપ્શનના તરીકે એડ કરવાની વાત કરી રહી છે. Googleને આશા છે કે આ દિવાળી પર દેશના રિટેલ સેગમેન્ટમાં Tezનો વપરાશ ઝડપથી વધશે. Googleનું લક્ષ્ય 15000થી વધારે રિટેલ સ્ટોર અને 20000થી વધારે વેપારીઓ સુધી પહોંચવાનું છે.