બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / here is a unique bhadaas cafe in indore where you can get angry

ગજબ / ભારતમાં ખુલ્યું અજીબ કાફે : પૈસા આપીને હૈયાવરાળ કાઢો, ગાળાગાળી કરીને તોડફોડ કરો

Hiralal

Last Updated: 05:05 PM, 13 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભડાશ કાફે ચાલી રહ્યું છે જ્યાં લોકો પૈસા આપીને મનની ભડાશ કાઢી શકે છે.

  • એમપીના ઈન્દોરમાં ચાલી રહ્યું છે વિચિત્ર કાફે
  • ભડાશ કાફેમાં લોકો પૈસા ખર્ચીને કાઢી રહ્યાં છે હૈયાવરાળ
  • વસ્તુઓની તોડફોડ પણ કરી શકો છો, ગાળાગાળાની પણ છૂટ 

વિશ્વભરમાં વિચિત્ર કાફેની કોઈ કમી નથી. ભારતમાં પણ ઘણા અનોખા કાફે છે. આવો જ એક રસપ્રદ કાફે છે 'ભડસ કાફે' જે મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરના ચંદ્રનગરમાં આવેલું છે. તેનું નામ સૂચવે છે કે અહીં શું મળશે? અહીં તમે પૈસા ખર્ચીને તમારા મનની ભડાશ કાઢી શકો છો અને જે માટે તમને વસ્તુઓ આપવામાં આવશે અને તમે લાકડી લઈને તેની તોડફોડ કરીને મનની હૈયાવરાળ ઠાલવી શકો અને હળવા થઈ શકો. એટલું જ નહી પરંતુ ભડાશ કાફેમાં તમે મોટા મોટા અવાજે ગાળો પણ બોલી શકો છો. 

ગ્લાસ અને કપ તોડવા માટે 2 થી 5 રુપિયાનો ચાર્જ 
આ કાફેમાં કાચના ગ્લાસ અને કપ તોડવા માટે તમારે 2થી 5 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે ખુરશી, ટીવી, લેપટોપ, કોમ્પ્યુટર, સીપીયુ, વોચ, વોશિંગ મશીન માટે થોડી વધુ કિંમત ચૂકવવી પડશે. છેવટે તો ગુસ્સો ઠાલવવાની કિંમત તો છે જ સાહેબ!

કાફેમાં સારુ પણ કરી શકો છો 
આ કાફેમાં તમે કોફીના ઘૂંટડાથી તમારા મનપસંદ સંગીતનો આનંદ માણી શકો છો. આ સિવાય તમે મેડિટેશન રૂમમાં જઈને ધ્યાન કરી શકો છો. આ સમય દરમિયાન તમારાથી મોબાઈલ અને અન્ય ગેજેટ્સ દૂર રાખવામાં આવશે અને તમને પૂરતું એકાંત મળે તેની ખાતરી રાખવામાં આવશે. કાફે માલિક અતુલ મલિકરામે કહ્યું કે આ ભારતનું પહેલું 'ભડાશ કાફે' છે. લોકોને મોજા, હેલ્મેટ અને ટ્રેક સુટ પહેરાવીને તોડફોડ કરાવાયા છે.

વિદેશમાં તો ખૂબ પ્રખ્યાત છે એંગર રુમ 

'ભડાસ કાફે'નો કોન્સેપ્ટ ભારતના લોકો માટે નવો હોઈ શકે પરંતુ આવા એંગર  રૂમ લાંબા સમયથી વિદેશોમાં પ્રખ્યાત છે. લોકોમાં વધી રહેલા ડિપ્રેશન અને ગુસ્સાને જોતા પહેલો એગર રૂમ બનાવવાનો વિચાર અમેરિકાના ડોના એલેકઝાંડરને આવ્યો હતો. 2008માં, તેમણે $5ના બદલામાં તેમના ઓફિસના કર્મચારીઓને તેમના ઘરના ગેરેજમાં તોડફોડ કરવા આમંત્રણ આપ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ