બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / here girls are ready to become girlfriend on rent

અટપટું / જુવાનિયા માટે જોરદાર ચાન્સ, અહીં ભાડા પર મળે છે ગર્લફ્રેન્ડ, તહેવાર ટાણે લાગે છે હાઉસફુલના પાટિયા

Bijal Vyas

Last Updated: 07:03 PM, 22 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનમાં ભાડાની ગર્લફ્રેન્ડ બનાવવાનો સારો બિઝનેસ બની ગયો છે, જે જોરશોરથી ચાલે છે

  • એક દિવસમાં કમાય છે 30થી 60 હજાર રુપિયા 
  • માતા-પિતાને મળાવા માટે બનાવે છે ભાડાની ગર્લફ્રેન્ડ 
  • ચીનમાં આ પણ છે એક પ્રકારની નોકરી 

તમે અત્યાર સુધી ભાડા પર મળતા મકાન, ફ્લેટ અથવા સામાન વિશે સાંભળ્યુ હશે, પરંતુ શું ક્યારેય ભાડા પર મળતી ગર્લફ્રેન્ડ વિશે સાંભળ્યુ છે. આવી વાત સાંભળવા જ અટપટી લાગે છે પરંતુ આ હકીકત છે. જી, હાં ચીનમાં આ પ્રકારનો સારો બિઝનેસ બની ગયો છે. હવે તમને એવો પણ વિચાર આવશે કે એવી શું જરુર પડી હશે કે અહીંની છોકરીઓ ભાડે ગર્લફ્રેન્ડ બનવા માટે તૈયાર થઇ ગઇ, આવો જાણીએ શું છે મામલો...

સાઉથ ચાઇનાના એક રિપોર્ટ અનુસાર, એક વેબસાઇટ દ્વારા ભાડા પર ગર્લફ્રેન્ડ મળનારા આ બિઝનેસ ચીનમાં ઝડપથી વધી રહ્યો છે. છોકરીઓ આ એક પ્રકારની નોકરી સમજીને આ ક્ષેત્રમાં જોડાઇ રહી છે. મુમુ નામની છોકરી તેમાંથી એક છે. તેણે પોતાને આ વેબસાઇટ પર રજીસ્ટર કરી છે. તે એક સારી નોકરી કરી રહી હતી, તેની સેલેરી 725 ડોલર (લગભગ 60 હજાર રુપિયા) છે, પરંતુ વિકેન્ડ પર ખાલી સમયમાં ભાડાની ગર્લફ્રેન્જના રુપે કામ કરે છે. 

આ દિવસોમાં રહે છે વધારે ભાવ 
મુમુએ જણાવ્યું કે, લૂનર ન્યુ યર, મે ડે હોલિડે, ડ્રૈગન બોટ ફેસ્ટિવલ અને નેશનલ ડે હોલિડે જેવા સમય પર ભાવ વધારે રહે છે. આ દિવસોમાં તે એક દિવસની ગર્લફ્રેન્ડ બનવાના 360 ડોલર(લગભગ 30 હજાર રુપિયા) ચાર્જ કરે છે. વધુમાં તેણે કહ્યું કે, લૂનર ન્યુ યરમાં હું બહુ બિઝી હતી. તે સમયે એક જ દિવસે એકથી વધારે લોકોએ મારો સંપર્ક કર્યો હતો. તે દરમિયાન બે અઠવાડિયામાં 5 લાખની કમાણી થઇ હતી. 

આ કારણે વધી રહ્યો છે બિઝનેસ 
મહિલાઓ મુજબ, મોટાભાગના કસ્ટમર તેમના માતા-પિતાને મળાવવા માટે હાયર કરે છે. તથા ઘણા લોકો નકલી મેરેજ સર્ટિફિકેટ બનાવવા હાયર કરે છે. જેથી તેની સાથે લગ્નના કપડામાં ફોટો પડાવી શકે. એક રિપોર્ટ અનુસાર, ચીનમાં મા-બાપ પોતાના બાળકોને લૂનર ન્યુ યરની રજાઓ દરમિયાન બ્લાઇન્ડ ડેટ પર જવા માટે મજબૂર કરે છે. તેવામાં જે બાળકોને લગ્ન કરવા નથી હોતા, તે લગ્નને ટાળવા માટે નકલી ગર્લફ્રેન્ડ બનાવીને માતા-પિતાને મળાવીને કહે છે કે તેઓ પહેલાથી જ રિલેશનશિપમાં છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

OMG girlfriend on rent ગર્લફ્રેન્ડ ભાડાની ગર્લફ્રેન્ડ ભાડુ OMG news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ