બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મુંબઈ / દક્ષિણ મુંબઈમાં પૂરની સ્થિતિ! રેકોર્ડબ્રેક વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, IMDસ જાહેર કર્યુ રેડ એલર્ટ
Last Updated: 07:53 AM, 27 May 2025
સોમવારે થોડા કલાકોની રાહત બાદ ફરી એકવાર મુશળધાર વરસાદે મુંબઈમાં તબાહી મચાવી દીધી છે. દક્ષિણ મુંબઈના ઘણા ભાગોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે અને ભારતીય હવામાન વિભાગ (IMD)આજે એટલે મંગળવારે સસુધી શહેર માટે રેડ એલર્ટ જારી કર્યું છે. આ સમયગાળા દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. રવિવાર રાત્રથી સોમવાર સવાર સુધી પડેલા ભારે વરસાદના કારણે શહેરમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને હવે આ વલણ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.
ADVERTISEMENT
મુંબઈમાં રેડ એલર્ટ! ભયાનક વરસાદથી શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા, જુઓ VIDEO#mumbai #mumbairain #rain #rainupdate #Reels #shorts #rainnews #trendingreel #maharashtra #VTVDigital pic.twitter.com/O2hjanhkib
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 26, 2025
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં નોંધાયેલા વરસાદે મે મહિનામાં છેલ્લા 107 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. એટલું જ નહીં આ વરસાદ છેલ્લા 75 વર્ષમાં સૌથી વહેલું ચોમાસુ પણ લઈને આવ્યો છે. 190ની શરૂઆતમાં મુંબઈમાં ચોમાસુ આટલું વહેલું આવી ગયું હતું.
ADVERTISEMENT
#WATCH मुंबई: शहर के कई इलाकों में बारिश हुई। वीडियो ईस्टर्न एक्सप्रेस हाईवे से है। pic.twitter.com/xCeCfyaVpv
— ANI_HindiNews (@AHindinews) May 26, 2025
દક્ષિણ મુંબઈમાં પૂર જેવી સ્થિતિ
ADVERTISEMENT
અક અહેવાલ મુજબ, દક્ષિણ પશ્ચિમ ચોમાસાની નિર્ધારિત તારીખથી 16 દિવસ પહેલા તે મુંબઈ પહોંચી ગયું છે. સામાન્ય રીતે, મુંબઈમાં ચોમાસુ 11 જૂનની આસપાસ પહોંચે છે, જ્યારે ગયા વર્ષે 25 જૂને પહોંચ્યું હતું. રવિવાર રાતથી સોમવાર સવાર દરમિયાન મુંબઈના ઘણા ભાગોમાં 200 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. નરીમાન પોઈન્ટ, વોર્ડ મ્યુનિસિપલ હેડ ઓફિસ, કોલાબા પમ્પિંગ સ્ટેશન અને કોલાબા ફાયર સ્ટેશન વિસ્તારને વરસાદે બાનમાં લીધું છે. સતત ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને સામાન્ય જનજીવન પર ભારે અસર પડી હતી.
#WATCH | Mumbai, Maharashtra | Weather turns pleasant in Mumbai as parts of the city receive light rain. The city expects a generally cloudy sky with heavy rain as per IMD.
— ANI (@ANI) May 27, 2025
Visuals from Marine Drive. pic.twitter.com/TjhgITjeOf
ADVERTISEMENT
મુંબઈ મેટ્રો સ્ટેશન પાણીમાં ડૂબી ગયું
વરસાદની અસર ફક્ત રસ્તાઓ પૂરતી મર્યાદિત નહોતી. મુંબઈ મેટ્રોનું એક ભૂગર્ભ સ્ટેશન, જે બે અઠવાડિયા પહેલા જ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, તે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું હતું. આ કારણે મેટ્રો સેવાઓ બંધ કરવી પડી. ઉપરાંત, ઘણા રૂટ પર લોકલ ટ્રેનો મોડી ચાલી રહી હતી અને કેટલીક રદ કરવી પડી હતી.
ADVERTISEMENT
ફ્લાઇટ્સમાં વિલંબ અને રદ થવાના અહેવાલ
કુર્લા, સાયન, દાદર અને પરેલ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સૌથી વધુ ગંભીર હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટા અને વીડિયોમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા અને વાહનો પાણીમાં તરતા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT

આ પણ વાંચો: કોરોના પાછો વકર્યો! ભારતમાં ઓમિક્રોનના 4 સબ-વેરિઅન્ટની દેખા, ICMRએ કરી આ વાત
નાયબ મુખ્યમંત્રી શિંદે પરિસ્થિતિની સમીક્ષા કરવા થાણે પહોંચ્યા
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ થાણેની પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને કહ્યું કે ટૂંકા ગાળામાં વધુ પડતો વરસાદ અને ચોમાસાના વહેલા આગમનને કારણે શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા. તેમણે વહીવટીતંત્રને સતર્ક રહેવા અને રાહત કાર્ય ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.