ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / મુંબઈ / અન્ય જિલ્લા / Heavy rain in mumbai amid Tauktae Cyclone

Video / Tauktaeની ખાલી અસર જ આવી છે તો ગુજરાતમાં ટકરાશે ત્યારે શું થશે!

Published By: Parth

Last Updated: 05:26 PM, 17 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આગામી ગણતરીના કલાકોમાં જ વાવાઝોડું ત્રાટકવાનું છે ત્યારે મુંબઈની નજીકથી વાવાઝોડું પસાર થતાં ભયંકર દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

ADVERTISEMENT

  • મુંબઈમાં તૌકતે વાવાઝોડાના કારણે ભારે વરસાદ
  • શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
  • નિચાણવાળા વિસ્તારોમાં વહેવા લાગ્યા પાણી
  • માર્ગો પાણીમાં ગરકાવ થતાં લોકોને ભારે હાલાકી

ગુજરાત માથે તૌકતે વાવાઝોડું સાંજે ટકરાવવા જઈ રહ્યું છે. આ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકે તે પહેલા દક્ષિણ ભારત થઈને મુંબઈ થઈને ગુજરાત તરફ આવ્યું છે. મુંબઈના દરિયા કિનારાના નજીકથી વાવાઝોડું પસાર થયું હોવાથી મુંબઈમાં વાવાઝોડાની ભયંકર અસર જોવા મળી છે. ભારે પવન સાથે ભયંકર વરસાદના દ્રશ્યો સામે આવ્યા છે. મુંબઈમાં વાહન વ્યવહાર ખોરવાઇ ગયો છે તથા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. મુંબઈમાં ખાલી વાવાઝોડાની અસર જ છે છતાં ભયંકર દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે ગુજરાત પર તો વાવાઝોડું સીધું ત્રાટકવાનું છે. 

જુઓ મુંબઈના ભયંકર દ્રશ્યો 

 

 

 

ગુજરાતમાં શું છે અસર? 

ભાવનગરના મહુવાથી પોરબંદર વચ્ચે વાવાઝોડુ લેન્ડ કરશે. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ વાવાઝોડુ જમીન સાથે ટકરાશે ત્યારે 200 કિલો મીટર પ્રતિકલાકની ઝડપ હશે. દરિયામાં 2 મીટર સુધી મોજા ઉછળી શકે છે. એટલે અમરેલી, ભાવનગર, બોટાદ, વલસાડ, નવસારીમાં તૌકતે વાવાઝોડાની વધારે અસર જોવા મળશે. આ ઉપરાંત જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વાવાઝોડાની અસર દેખાશે. અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, સુરત, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદ પડવાની આગાહી છે. આ તમામ જિલ્લાઓમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તૌકતે વાવાઝોડાને તિવ્રતાને જોતા ગ્રેટ ડેન્ઝર સિગ્નલ જાહેર કરાયુ છે.

અત્યંત ભયંકર કેટેગરીમાં મુકાયું આ વાવાઝોડું 
કોરોના વાયરસ સામે લડતા ગુજરાતના માથે વાવાઝોડાનું ખૂબ જ મોટું સંકટ આવીને ઊભું થયું છે ત્યારે આ વાવાઝોડાએ હવે ગતિ વધારી છે તેજીથી ગુજરાત તરફ તે આગળ વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડાને અતિ ગંભીર કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યું છે. આ વાવાઝોડાને કેટેગરી ચારમાં રાખવામાં આવ્યું છે અને આ કેટેગરીમાં  225થી 279 કિમી ઝડપે પવન ફૂંકાય છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે રાત્રે જ વાવાઝોડું ગુજરાતને ટકરાવાનું છે. ગુજરાતમાં 25 વર્ષ બાદ દરિયાકિનારે 10 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone Tauktae live news tauktae cyclone tauktae cyclone news gujarati તૌકતે tauktae Cyclone

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ