બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / Heavy rain forecast for next 4 days, President's visit to Gujarat on September 13, India's big success at G20 Summit

2 મિનિટ 12 ખબર / આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી, 13 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ ગુજરાતના પ્રવાસે, G 20 સમિટમાં ભારતને મળી મોટી સફળતા

Dinesh

Last Updated: 07:18 AM, 10 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદ થવાની આગાહી કરી છે, વરસાદી સિસ્ટમ સક્રીય થવાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામશે

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદ થવાની આગાહી કરી છે. વરસાદી સિસ્ટમ સક્રીય થવાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામશે. 15 તાલુકાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, દાહોદ, મહીસાગર, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગમાં વરસાદની આગાહી, નવસારી, તાપી, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો દમણ, અમરેલી, અમદાવાદ, ભાવનગરમાં, ગીરસોમનાથ, સુરત, ગાંધીનગર, વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ થઈ શકે છે. 

Weather Update IMD forecast Gujarat Rain Rain Forecast

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. જેને લઈ ઉત્તર અને પૂર્વ ભાગોમાં વરસાદ પડશે. નોંધનીય છે કે, ગઇકાલે પણ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરાઇ છે. 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. 14 સપ્ટેમ્બર સુધીમાં નવી સિસ્ટમ બનશે જે મધ્યપ્રદેશ તરફ ખેંચાતા ગુજરાતમાં વરસાદ આવશે. આ સાથે તેમણે ઉમેર્યું કે, 22 સપ્ટેમ્બર બાદ બનતી સિસ્ટમથી ગુજરાતમાં વરસાદ આવશે. 10થી 14 સપ્ટેમ્બરમાં અરબ સાગરમાં સિસ્ટમ બનશે આ તરફ બંગાળ અને અરબ સાગરમાં વરસાદી સિસ્ટમથી વરસાદ આવશે. 

Gujarat Fishermen News :ગુજરાતના માછીમારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજ્ય સરકાર દ્વારા માછીમારોના હિતમાં એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈ હવે માછીમારો માટે હોર્સ પાવર મુજબ ડીઝલના જથ્થામાં વધારો કરાયો છે. વિગતો મુજબ 20 સપ્ટેમ્બરથી માછીમારી માટે જતી હોડીઓને તેનો લાભ મળશે.  ગુજરાત સરકાર દ્વારા માછીમારોને લઈ એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વિગતો મુજબ હવે 20 સપ્ટેમ્બરથી માછીમારોને વધારે ડીઝલ અપાશે. ઓછી લંબાઇ વાળી હોડીમાં ટ્રીપ વાઇઝ ડિઝલનો જથ્થો વધારાયો છે. જેમાં  હોર્સ પાવર મુજબ વધારો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે હવે, 1-44 હોર્સ પાવરમાં હવે 300 લીટર ડીઝલ અપાશે. 

Good news for fishermen of Gujarat: Diesel quantity has been increased according to horse power

ગુજરાત સરકારે ફરી એક વાર રાજ્યના ખેડૂતોના પ્રશ્નોને હકારાત્મક વાચા આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારોના ખેડૂતો અને ખેડૂત સંગઠનો દ્વારા ‘કાંટાળા તારની વાડ બનાવવાની યોજના‘ની મર્યાદામાં સુધારો કરવા રજૂઆતો મળી હતી. રાજ્યના વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે તે માટે તેમની રજૂઆતોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. અગાઉ આ યોજના હેઠળ લઘુત્તમ પાંચ હેક્ટર વિસ્તારમાં તાર ફેન્સિંગ માટે સહાય આપવામાં આવતી હતી, જેમાં હવે વિસ્તારની મર્યાદા ઘટાડીને લઘુત્તમ બે હેક્ટર નક્કી કરવામાં આવી છે.

The barbed wire fencing scheme has been made easier by the state government

પેપરલેસ વિધાનસભાના ઉદ્ઘાટન કરવા માટે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ ગુજરાત આવશે. અત્રે જણાવીએ કે, રાષ્ટ્રપતિના હસ્તે 13 સપ્ટેમ્બરના રોજ પેપરલેસ વિધાનસભાનું ઉદ્ધાટન કરવામાં આવશે. પેપર લેસ વિધાનસભા સત્રના ઉદ્ધાટન સહિતની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.રાષ્ટ્રપતિના હસ્તે 13 સપ્ટેમ્બરના રોજ પેપરલેસ વિધાનસભાનું ઉદ્ધાટન કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા સચિવ ડી એમ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વન નેશન વન એપ્લીકેશનના પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત વિધાનસભાને ડિજિટલ બનાવવા માટે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વધુમાં કહ્યું કે, ગુજરાત વિધાનસભાના ડિજિટલ હાઉસનો ઉદ્ઘાટન કરવા માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂજીને આમંત્રણ આપ્યુ છે. 

President Draupadi Murmu will come to Gujarat to inaugurate the paperless assembly

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા હતા. જો કે ફરી મેઘરાજાએ મહેર કરતા ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે. પરંતુ હજુ પણ કેટલાક જિલ્લામાં વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે. પાટણ, ભાવનગર, અમરેલી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓના કેટલાક તાલુકામાં વરસાદ ખેંચાયો છે. જેને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. પાટણના સરસ્વતી તાલુકામાં 80 ટકા જેટલો પાક નિષ્ફળ ગયો હોવાનું ખેડૂતોનું કહેવું છે. બીજી તરફ ભાવનગરના તળાજા, ઘોઘા અને જેસર તેમજ પાલીતાણા તાલુકામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે માત્ર 50 ટકા જ વરસાદ થયો છે. તો અમરેલી જિલ્લામાં ચોમાસાની શરૂઆતે અનરાધાર વરસાદ વરસ્યા બાદ છેલ્લા 1 મહિનાથી વરસાદ ન વરસતાં ખેડૂતોનો ઉભો પાક સુકાઇ રહ્યો છે. બનાસકાંઠાના પણ કેટલાક તાલુકામાં વરસાદ ખેંચાયો છે. આમ હજુ પણ અનેક વિસ્તારમાં વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. જેને લઈ ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે.

Lack of rain in districts including Bhavnagar, Amreli, Banaskantha, Agriculture Minister said CM is also worried

gujarat Rain update : રાજ્યમાં છેલ્લાં લાંબા સમયથી વરસાદે વિરામ લીધો હતો. જેને લઈને વરસાદની આતૂરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી. ત્યારે રાજ્યમાં ફરીએકવાર વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. તો બીજી તરફ સુરત, નવસારી તેમજ નર્મદા, દાહોદ સહિતના વિસ્તારોમાં લાંબા સમય બાદ મેઘસવારી જોવા મળી છે. જોકે વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ છવાયો છે.

G20 સમિટમાં PM મોદીએ કહ્યું કે, હવેથી G20ને G21 કહેવામાં આવશે. આફ્રિકન યુનિયનને કાયમી સભ્યપદ મળ્યું છે. ભારતે પોતાની જાતને ગ્લોબલ સાઉથના લીડર તરીકે સ્થાપિત કરી છે. આફ્રિકન યુનિયનમાં 55 દેશો છે. પીએમ મોદીએ કહ્યું, અમે પ્રસ્તાવ મૂક્યો હતો કે આફ્રિકન યુનિયનને G20નું કાયમી સભ્યપદ આપવામાં આવે. મને ખાતરી છે કે તમે બધા આ સાથે સહમત છો. તમારી સંમતિથી હું આગળની કાર્યવાહી શરૂ કરતા પહેલા આફ્રિકન યુનિયનને સભ્ય તરીકે આમંત્રિત કરું છું.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ મોરોક્કોમાં ભૂકંપની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને મદદની ખાતરી આપી હતી. PM એ G-20 ના અધ્યક્ષ તરીકે તમામ દેશોનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે, આજે અમે જ્યાં ભેગા થયા છીએ ત્યાંથી થોડા કિલોમીટર દૂર એક અઢી હજાર વર્ષ જૂનો સ્તંભ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે G-20 સમિટના પહેલા દિવસે જાહેરાત કરી હતી કે, સંગઠનના તમામ સભ્ય દેશોએ 'ન્યૂ દિલ્હી ડેક્લેરેશન'ને મંજૂરી આપી દીધી છે. નોંધનીય છે કે, અગાઉ રશિયા-યુક્રેનના મુદ્દાને કારણે આ ઘોષણાપત્રને મંજૂર કરવામાં મુશ્કેલીઓ આવી રહી હતી. જો કે બાદમાં ભારતે ઘોષણા પત્રમાં ફેરફાર કર્યા હતો. જેના કારણે તેને મંજૂરી આપવામાં સરળતા થઈ હતી.પ્રધાનમંત્રી મોદીએ મહેમાન દેશોના રાષ્ટ્ર પ્રમુખોને સંબોઘિત કરતા કહ્યું કે, નવી દિલ્હી G-20 ડિક્લેરેશન પર સહમતિ આપી છે. વધુમાં PM મોદીએ કહ્યુ કે, હું ઈચ્છુ છું કે, આ ડિક્લેરેશનને અડોપ્ટ કરવામાં આવે. ત્યારબાદ તેમણે કહ્યું કે, દિલ્હી ઘોષણાપત્રને અડોપ્ટ કરવામાં આવ્યો છે. પીએમ મોદી આ સત્રની શરૂઆતમાં મંત્રી અને અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. પહેલા પીએમ મોદી G-20 કોન્ફરન્સના પ્રથમ સત્રમાં જણાવ્યું હતું કે, 21મી સદી વિશ્વને નવી દિશા આપવાનો સમય છે. 

દિલ્હીમાં જી-20 સમિટમાં ઘણા બધા કાર્યક્રમો અને મંત્રણા બાદ શનિવારે સાંજે G20ના મહેમાનોને રાષ્ટ્રપતિ મુર્મૂ દ્વારા ભવ્ય ડિનર આપવામાં આવ્યું હતું. ભારત મંડપમ ખાતે રાષ્ટ્રપતિ દ્વારા જી20ના માનમાં એક ભવ્ય ડિનર સમારોહ ગોઠવાયો હતો. ડિનર પહેલા પ્રેસિડન્ટ બાયડન, પીએેમ સુનક સહિતના તમામ દેશોના રાષ્ટ્રધ્યક્ષો અને સંગઠનોના પ્રમુખોએ આવ્યાં હતા. પીએમ મોદી અને રાષ્ટ્રપતિએ એક પછી પછી વર્લ્ડ લીડરનું સ્વાગત કરીને તેમને ભોજનના ટેબલ પર બેસાડ્યાં હતા. આ પ્રસંગે નેતાઓ હળવા મૂડમાં પણ જોવા મળ્યાં હતા. આ પછી મહેમાનોને ભારતીય ભોજન પીરસાયું હતું. 

President Murmu hosts grand G20 dinner for global leaders

ભારતનું ચંદ્રયાન-3 અત્યારે ઊંઘમાં છે. તેનું લેન્ડર 'વિક્રમ' અને રોવર 'પ્રજ્ઞાન' હાલમાં સ્લીપ મોડમાં છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ તેમને 22 સપ્ટેમ્બરે ઉપાડવાનો આદેશ આપ્યો છે. ચંદ્ર પર રાત પડતાં પહેલા 14 દિવસ સુધી લેન્ડર અને રોવરે દરેક કાર્ય શાનદાર રીતે પૂરું કર્યું છે. દક્ષિણ ધ્રુવ પર હાજર વિક્રમ અને પ્રજ્ઞાને આપણને ચંદ્ર વિશે નવી માહિતી આપી છે. વૈજ્ઞાનિકો હાલમાં ચંદ્રયાન-3 મિશનના ડેટાના વિગતવાર અભ્યાસમાં વ્યસ્ત છે. જો કે, એવી ચાર શોધ છે જેમાં વૈજ્ઞાનિકોને ઊંડો રસ છે. ચાલો જાણીએ કે ચંદ્રયાન-3એ ચંદ્ર પર શું શોધ્યું છે.  વિક્રમ લેન્ડરે ચંદ્રના આયનોસ્ફિયરની ઘનતા અને તાપમાન માપ્યું. ISROના જણાવ્યા અનુસાર, દક્ષિણ ધ્રુવની નજીક ચંદ્રની સપાટીને આવરી લેતી ઇલેક્ટ્રિકલી ચાર્જ્ડ પ્લાઝ્માના 100 કિમી જાડા સ્તરમાં આયનો અને ઇલેક્ટ્રોનનું 'પ્રમાણમાં દુર્લભ' મિશ્રણ હોય છે.

એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી બીજી મેચની ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મેચ એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં આજે રવિવારે (10 સપ્ટેમ્બર)ના રોજ રમાશે. આ મેચ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં યોજાશે, જે ભારતીય સમય પ્રમાણે બપોરે 3:00 વાગ્યાથી શરુ થશે.પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટે આ મેચ માટે પ્લેઈંગ-11ની જાહેરાત કરી દીધી છે. બાબર આઝમની કેપ્ટનશિપમાં પાકિસ્તાની પ્લેઈંગ-11માં ફેરફાર કરવામાં આવ્યો છે. બીજી મેચમાં મોહમ્મદ નવાઝને બદલે ફહીમ અશરફને સ્થાન મળ્યું છે. ફહીમ ફાસ્ટ બોલર છે અને તેને ટીમમાં લેવાથી બાબર આઝમનું એક છૂપું રહસ્ય બહાર આવ્યું છે.  હકીકતમાં બાબર આઝમ 4 ફાસ્ટ બોલર સાથે ભારત સામે મેદાનમાં ઉતરવા માગે છે. 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ