બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / heavy pits on vapi selvas road due to heavy rain in gujarat

ખાડાનું સામ્રાજ્ય / Photo: વાપીથી સેલવાસ વચ્ચે એટલા ખાડા કે 'બિલોરી કાચ' લઈને રસ્તો શોધવો પડે! ભયંકર ટ્રાફિક જામ

Dhruv

Last Updated: 01:27 PM, 12 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં દર વર્ષે ચોમાસું આવે ત્યારે બિસ્માર રસ્તાને લઇને તંત્રની પોલ ઉઘાડી પડી જતી હોય છે. ત્યારે વાપીના ઉદ્યોગનગર વિસ્તારની આવી જ એક બેદરકારી સામે આવી છે.

  • વાપી ઉદ્યોગનગરના મુખ્ય માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય
  • ખાડાના કારણે અનેક વાહનો ખોટકાયા
  • દર વર્ષે માર્ગ બિસ્માર થતાં ગુણવત્તા પર ઉઠ્યા સવાલો

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઇ છે. એવામાં વાપીમાં 6.4 ઇંચ વરસાદ વરસતા ચારે બાજુ રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. તો ક્યાંક સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા છે. ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે રાજ્યના અનેક વિસ્તારોમાં દર ચોમાસાએ તંત્રની પોલ ખુલી જતી હોય છે. એવામાં વાપી ઉદ્યોગનગરના મુખ્ય માર્ગ પર ખાડાઓ પડી જતા કોન્ટ્રાક્ટરની બેદરકારી તેમજ તંત્રની ગુણવત્તા પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

વરસાદના કારણે વાપી ઉદ્યોગનગરના મુખ્ય માર્ગ પર ખાડાઓ પડી જતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાપીથી સેલવાસને જોડતા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તમને જણાવી દઇએ કે અહીંથી રોજીંદા હજારો વાહનો પસાર થાય છે. આથી, રોજિંદા વપરાશમાં આવતા રોડ-રસ્તા પર ખાડાઓના કારણે ટ્રાફિક જામની ભારે સમસ્યા સર્જાય છે. તેમજ ખાડાના કારણે અનેક વાહનો પણ ખોટકાયા છે.

કોઇ ઘટના ઘટશે તો શું જનતાને તંત્ર કોઇ વળતર આપશે?

મહત્વનું છે કે, દર વર્ષે આ માર્ગ બિસ્માર થઇ જાય છે. તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. જનતા ટેક્સ ભરે છે છતાંય તંત્ર તરફથી કોઇ પણ જાતની સુવિધા ન આપવામાં આવતા જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાથે જો કોઇ ઘટના ઘટશે તો જવાબદાર કોણ કહેવાશે? શું જનતાને તંત્ર કોઇ વળતર આપશે કે કેમ જેવાં અનેક સવાલો અહીં ઉભા થઇ રહ્યાં છે. PWDના અંતર્ગત આ માર્ગ આવે છે. દર વર્ષે આ જ રીતે ચોમાસાના સમયમાં માર્ગ બિસ્માર થઇ જતા ગુણવત્તા પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

સળગતા સવાલ

  • દર વર્ષે કેમ તૂટે છે રોડ?
  • કેમ નથી થતું પાક્કુ પેચવર્ક?
  • જનતા પરેશાન છે,તમે જોયા કરશો?
  • ટેક્સની વસૂલાત પુરી, તો રસ્તો કેમ પાક્કો નહીં?
  • જનતાની મુશ્કેલીનું વળતર આપશો?
  • આ ખાડા હાડકા તોડી નાંખે તેવા છે !
  • વરસાદના બહાનાથી ક્યા સુધી બચશો?
  • જનતાના રસ્તે પસાર થઇને તો જુઓ!
  • આ ખાડા પસાર કરવા સહેલા નથી!
  • કાગળ પર રસ્તા બનાવવાનું બંધ કરો!

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ હજુ પણ યથાવત

નોંધનીય છે કે, વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ હજુ પણ યથાવત છે. વલસાડના કપરાડામાં છેલ્લા 24 કલાકમાં 16 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ધરમપુરમાં 10 ઈંચ અને ઉમરગામમાં 7.5 ઈંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત પારડીમાં 5.6 ઈંચ અને વલસાડમાં 5.8 ઈંચ વરસાદ થયો તો વાપીમાં 6.4 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે અહીં પૂરની સ્થિતિ સર્જાઇ છે. તેમજ વલસાડની ઔરંગા નદીના પાણી પણ ભયજનક સપાટીએ આવતા દમણગંગા નદી કિનારાના ગામોને એલર્ટ કરી દેવાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ