બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy hightide in Mandvi, batting of rain in Patan, bad situation in Kutch-Uttar Gujarat so far

વિનાશક વાવાઝોડું / માંડવીમાં ભારે હાઈટાઈડ, જખૌના 25 ગામોમાં એલર્ટ, પાટણમાં વરસાદની બેટિંગ, કચ્છ-ઉત્તરગુજરાતમાં અત્યારથી હાલત ખરાબ

Priyakant

Last Updated: 05:41 PM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Biporjoy Cyclone In Gujarat News: માંડવી અને નલિયામાં ભારે પવન સાથે વરસાદ, રાધનપુર એસ.ટી ડેપો દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્ર તરફના તમામ ST બસોના રૂટ બંધ કરવામાં આવ્યા, પાટણમાં ભારે પવનને કારણે પાર્કિંગનો શેડ ઊડ્યો

  • બિપોરજોય વાવાઝોડાને લઈ સતત નવી અપડેટ
  • કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ 
  • જખૌ પોર્ટ પાસે સાંજે વાવાઝોડું લેન્ડ ફોલ થવાની શક્યતા
  • પાટણ જિલ્લામાં પણ બિપોરજોયની અસર શરૂ 

બિપોરજોય વાવાઝોડાને લઈ સતત નવી અપડેટ સામે આવી રહી છે. આ દરમિયાન હવે કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને કચ્છના દદરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. વિગતો મુજબ નલિયા અને માંડવીમાં 90થી 100 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. મહત્વનું છે કે,જખૌ પોર્ટ પાસે સાંજે વાવાઝોડું લેન્ડ ફોલ થવાની શક્યતા છે. 

કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ 
કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની ભારે અસર વર્તાઈ રહી છે. કચ્છના માંડવી, નલિયા, જખૌ, મુન્દ્રા સહિતના પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. નલિયા અને માંડવીમાં 90થી 100 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જખૌ પોર્ટ પાસે સાંજે વાવાઝોડું લેન્ડ ફોલ થવાની શક્યતા છે.

જેને લઈને જખૌ તેમજ નલિયામાં એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ તમામ અધિકારીઓને સ્ટેન્ડબાય રહેવા સૂચના આપવામાં આવી છે. 

નલિયામાં બિપોરજોયને લઈ એલર્ટ  
નલિયા આસપાસના વિસ્તારોની પવન ચક્કીઓ બંધ કરવામાં આવી છે. આ તરફ વાવાઝોડાને લઈને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જોખમી વિસ્તારોમાંથી કુલ 49 હજાર 53 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સાથે  વાવાઝોડાની આફત વચ્ચે નલિયામાં માનવતા મહેકી ઉઠી છે. નલિયા ખાતે સ્થળાંતર કરાયેલા આશરે 3 હજાર લોકો માટે વેપારી એસોસિએશન દ્વારા ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. 

માંડવી અને નલિયામાં ભારે પવન સાથે વરસાદ 
બિપોરજોય વાવાઝોડાને લઈ કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. માંડવી અને નલિયામાં ભારે પવન સાથે વરસાદ વશ્રી રહ્યો છે. આ તરફ ભારે પવન ફૂંકાતા વૃક્ષો અને વિજપોલ ધરાશાયી થયા છે. 

જખૌ પોર્ટ ખાતે 6 વાગે લેન્ડફોલ થઇ શકે બિપોરજોય
વિગતો મુજબ બિપોરજોય વાવાઝોડું જખૌ પોર્ટ ખાતે 6 વાગે લેન્ડફોલ થઇ છે. વાવાઝોડાની અસર શરૂ ગઈ છે. નલિયા જખૌમાં ભારે પવન શરૂ થયો છે. જેને લઈ નલિયા ખાતે એલર્ટ આપવામાં આવ્યું તો તમામ અધિકારીઓ સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઈ છે. કચ્છનામુદ્રામાં વાવાઝોડાની અસર વર્તાતા ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આ તરફ ભારે વરસાદથી વિઝિબલીટી ઘટી ગઈ છે. 

વાવાઝોડાની આફત સામે માનવતા મહેકી 
કચ્છમાં વાવાઝોડાની આફત સામે માનવતા મહેકી હોવાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, નલિયા ખાતે સ્થળાંતર કરાયેલ લોકો માટે ભોજન વ્યવસ્થા કરાઇ છે. સેલ્ટર હોમ ખાતે રોકાયેલ લોકો માટે ભોજન પીરસાયા છે. વિગતો મુજબ નલિયા વેપારી એસોસિએશન દ્વારા 3 હજાર સ્થળાંતરિત લોકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. 

પાટણ જિલ્લામાં પણ બિપોરજોયની અસર શરૂ 
ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં પણ બિપોરજોય વાવાઝોડાની અસર શરૂ થઈ છે. રાધનપુરમાં બિપોરજોય વાવાઝોડાની અસર વર્તાઇ રહી છે. જેને લઈ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઇ છે. આ તરફ તોફાની વરસાદમાં અનેક જગ્યાએ લીંબડાના ઝાડ જમીન દોસ્ત થયા છે.  

રાધનપુર એસ.ટી ડેપોનો મહત્વનો નિર્ણય
બિપોરજોય વાવાઝોડાને કારણે હવે પાટણના રાધનપુર એસ.ટી ડેપોએ મહત્વનો નિર્ણય કર્યો છે. વાત જાણે એમ છે કે, બિપોરજોય વાવાઝોડાને લઈને ST તંત્રએ સંભવિત જોખમી રૂટ બંધ કર્યા છે. જેમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર તરફના તમામ ST બસોના રૂટ બંધ કરવામાં આવ્યા છે. 

પાટણમાં ભારે પવનને કારણે પાર્કિંગનો શેડ ઊડ્યો
બિપોરજોય વાવાઝોડાની અસર પાટણ શહેરમાં પણ વર્તાઇ રહી છે. પાટણ શહેરમાં બિપોરજોય વાવાઝોડાને કારણે ભારે પવન સાથે વરસાદ  શરૂ થયો છે. આ તરફ ભારે પવન ફૂંકાવાથી પાર્કિંગનો શેડ ઉડ્યો હોવાનું સામે આવ્યું છે. જેને લઈ આ ઘટના એટલે કે શેડ ઉડવાનો વીડિયો પણ સામે આવ્યો છે.

કચ્છના દરિયાકાંઠાના ગામો સજ્જડ બંધ
વાવાઝોડાના કારણે કચ્છના દરિયાકાંઠા વિસ્તારના ગામો સજ્જડ બંધ જોવા મળી રહ્યા છે. પશ્ચિમ કચ્છનું નખત્રાણા ગામ સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે. ગામના રોડ-રસ્તા દુકાનો બંધ જોવા મળી છે. લોકો પણ ઘરમાં જ રહીને વહીવટી તંત્રને સાથ અને સહકાર આપી રહ્યા છે. 

નલિયામાં PGVCLની સરાહનીય કામગીરી
કચ્છ પર વાવાઝોડાનો અતિશય ભારે ખતરો મંડરાઈ રહ્યો છે. વાવાઝોડાની નલિયામાં અસર શરૂ થઈ ગઈ છે. નલિયામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. નલિયામાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. નલિયામાં બિપરજોય વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. ત્યારે  દરિયાકાંઠા વિસ્તારમાં PGVCLની ટીમે સરાહનીય કામગીરી કરી છે. ચાલુ વરસાદ વચ્ચે લાઈટના તાર બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારે પવનના કારણે ધરાશાયી થયેલા વીજ પોલ ઉભા કરીને લાઈટના તાર બાંધવાનું કામ ચાલું કરાયું છે. વાવાઝોડામાં લોકોને હાલાકી ન થાય તે માટે PGVCLની કામગીરી કરી રહી છે. 

માંડવીમાં પ્રિ-સાયક્લોનિક અસર શરૂ
કચ્છમાં  પ્રિ-સાયક્લોનિક અસર દેખાવાની શરૂ થઈ ચૂકી છે. વહેલી સવારથી કચ્છના તમામ વિસ્તારોમાં ભારે ફૂંકાઈ રહ્યા છે. વાવાઝોડાના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થાય તેવી શક્યતા છે. માંડવીમાં પણ દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કચ્છના પિંગલેશ્વર પાસે દરિયો ગાંડોતૂર બન્યો છે. પિંગલેશ્વર પાસે દરિયોમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયો ગાંડોતૂર થતા વિન્ડ મિલની દીવાલ ધરાશાયી થઈ છે. દીવાલ ધરાશાયી થતા મિલની અંદર પાણી ઘૂસ્યા છે. 

જખૌ અને નલિયાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો બંધ
કચ્છના જખૌમાં વાવાઝોડાની અતિસય ભારે અસર વર્તાઈ રહી છે. જખૌમાં વહેલી સવારથી ફૂલ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવનથી પોર્ટ વિસ્તારમાં વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે જખૌ અને નલિયાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરાયો છે. મીઠું પકવતા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. બિપરજોય વાવાઝોડાને લઈને ટ્રકોના પૈડા થંભી ગયા છે.  મુંન્દ્રા, કંડલા પોર્ટ અને લિગ્નાઇટ ઉદ્યોગ બંધ હોવાથી ટ્રકોના પૈડા થંભ્યા છે. 16 તારીખ સુધી ટ્રકો નહીં દોડાવવાનો ટ્રક માલિકોએ નિર્ણય લીધો છે.

વધુ બે દિવસ કચ્છમાં શાળાઓ રહેશે બંધ
કચ્છમાં વાવાઝોડાની અસરને કારણે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, અગાઉ 13, 14 અને 15 જૂન સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે હવે આજે શિક્ષણ વિભાગ દ્વારા ફરી એકવાર મોટો નિર્ણય લેતાં વધુ 2 દિવસ શાળાઓ બંધ રાખવાનું નક્કી કર્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ