બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Heatwave forecast in Gujarat, so much heat will be here

ઉનાળો / શેકાઈ જવાશે ! ગુજરાતમાં હીટવેવની આગાહી, આટલા ઠેકાણે પડશે ભયંકર ગરમી

Ajit Jadeja

Last Updated: 08:54 AM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના ગરમીનો પારો ઉચો જઇ રહ્યો છે. રાજકોટ 40 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે.

રાજ્યના ગરમીનો પારો ઉચો જઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગરમીમાં વધારો થયો છે. રાજકોટ 40 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. તો હવામાન વિભાગની હિટવેવની આગાહી પ્રમાણે પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છમાં સૌથી વધુ હીટવેવની અસર જોવા મળી છે. 

રાજ્યના ગરમીનો પારો ઊંચકાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગરમીમાં વધારો થયો છે. જેમાં સિઝનની સૌથી વધુ ગરમી રાજકોટમાં 40 ડિગ્રી ઉપર નોંધાઈ છે. તો હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ કેટલી હિટવેવની આગાહી પ્રમાણે પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છ માં હીટવેવ નોંધાયું છે. જ્યાં તાપમાનમાં વધારો નોંધાયો છે. તો આજે પણ હિટવેવની આગાહી છે. આ સાથે રાજ્યના 4 શહેરમાં 39   ડિગ્રીથી વધુ અને 10 શહેરમાં 38 ડિગ્રી થી વધુ ગરમી નોંધાઈ છે. જેમાં રાજકોટમાં સિઝનનું સૌથી વધુ 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું. સુરેન્દ્રનગરમાં 39.7 ડિગ્રી કેશોદમાં 39.1 ડિગ્રી તાપમાન. અમરેલીમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું તો અમદાવાદમાં 38.3 ડિગ્રી ડીસામાં 38.7 ડિગ્રી તાપમાન નોંધાયું. કોસ્ટલ એરિયામાં 37 ડિગ્રી ઉપર તાપમાન એટલે હિટવેવ અપાય છે. પોરબંદર અને ગીર સોમનાથ કોસ્ટલ વિસ્તારમાં આવતા 37 ડિગ્રી ઉપર તાપમાન જતા હિટવેવ અપાયું છે. તો કચ્છમાં પણ હિટવેવ જોવા મળ્યું છે. અને હજુ પણ તાપમાન વધવાની શકયતા છે.

અઠવાડિયામાં તાપમાન 42 ડિગ્રી સુધી ઉંચકાવાની સંભાવના

રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થયો છે. 40 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. આજે રાજ્યના 4 શહેરમાં 39 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે જ્યારે 10 શહેરમાં 38 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે રાજ્યમાં આજે અને આવતીકાલે હીટવેવની આગાહી કરી છે. પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. એક અઠવાડિયામાં તાપમાન 42 ડિગ્રી સુધી ઉંચકાવાની સંભાવના છે. અનેક શહેરમાં હીટવેવની અસર જોવા મળી છે.

આ પણ વાંચોઃ ગુજરાત યુનિ.ની બબાલને જોતા VNSGUના સત્તાધીશો હરકતમાં, વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો મોટો નિર્ણય


રાજ્યમાં 24 કલાકમાં નોંધાયેલ તાપમાન

અમદાવાદ 38.3 ડિગ્રી
ગાંધીનગર 37.0 ડિગ્રી
ડીસા   38.7 ડિગ્રી
વડોદરા 38.2   ડિગ્રી
અમરેલી 39.0 ડિગ્રી
ભાવનગર 36.9   ડિગ્રી
રાજકોટ 40.3 ડિગ્રી
સુરેન્દ્રનગર 39.7 ડિગ્રી
પોરબંદર 38.4   ડિગ્રી
વેરાવળ 38.3 ડિગ્રી
મહુવા 38.8 ડિગ્રી
ભુજ   38.7 ડિગ્રી
નલિયા 38.6 ડિગ્રી
કંડલા 38.6   ડિગ્રી
કેશોદ 39.1 ડિગ્રી
સુરત 38.2 ડિગ્રી 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ