ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / Health Update Lata Mangeshkar is stable and much better says family

હેલ્થ અપડેટ / 4 દિવસથી હોસ્પિટલમાં એડમિટ છે લતા મંગેશકર, હવે તબિયતમાં થઈ રહ્યો છે સુધારો

Published By: Noor

Last Updated: 03:07 PM, 15 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકર છેલ્લા 4 દિવસથી હોસ્પિટલમાં ભરતી છે. ફેફસામાં ઈન્ફેક્શન અને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમના સારાં સ્વાસ્થ્ય માટે તેમના ફેન્સ અને સેલેબ્સ સતત પ્રાર્થના કરી રહ્યાં છે. જેથી હવે તેમની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે.

ADVERTISEMENT

  • લતાજીને રિકવર થવામાં લાગી શકે છે સમય
  • ફેન્સ અને સેલેબ્સ સતત પ્રાર્થના કરી રહ્યાં છે
  • તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે

ગઈ રાતે લતા મંગેશકરના ટ્વિટર એકાઉન્ટ પરથી તેમના સ્વાસ્થ્ય અંગે અપડેટ શેર કરવામાં આવી હતી. ટ્વિટમાં લતાજીના કુટુંબીજનોએ લખ્યું હતું, 'લતાજીના તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેઓ રિકવર થઈ રહ્યાં છે. તમારી પ્રાર્થના અને ચિંતા બદલ અમે તમારો આભાર માનીએ છીએ'. જે રીતે લતાજીની તબિયત સુધરી રહી છે તે જોતાં ચાહકોને આશા છે કે તે જલ્દીથી હોસ્પિટલથી ઘરે પરત આવશે.

લતાજીને બીમારીમાંથી રિકવર થવામાં લાગી શકે છે સમય

આ પહેલા ગુરુવારે હોસ્પિટલના સૂત્રોએ ન્યૂઝ એજન્સીને લતા મંગેશકરના સ્વાસ્થ્યને લગતા સમાચાર આપ્યા હતા. જે મુજબ એવું કહેવામાં આવ્યું હતું કે, તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે, પરંતુ તેમને સંપૂર્ણ રીતે સ્વસ્થ થવામાં થોડો સમય લાગશે. લતાજીને ન્યૂમોનિયા અને ચેસ્ટ ઈન્ફેક્શન થયું છે. આ બીમારીમાં રિકવર થતાં સમય લાગે છે. 

યુવા પેઢીમાં પણ ખૂબ જ પોપ્યુલર છે લતાજીના ગીતો

લતા મંગેશકર 90 વર્ષના છે. વધતી ઉંમરની સાથે આરોગ્ય સંબંધિત રોગોને લીધે તે આજકાલ અસ્વસ્થ છે. લતા મંગેશકરે ઘણી ભાષાઓમાં ગીતો ગાયા છે. તેમને કોકિલ કંઠીનો ટેગ આપવામાં આવ્યો છે. લતા મંગેશકરનાં ગીતો આજની યુવા પેઢીમાં પણ ખૂબ જ પોપ્યુલર છે. લતાજી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ એક્ટિવ રહે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Health Update Lata mangeshkar stable તબિયત બોલિવૂડ લતા મંગેશકર હેલ્થ અપડેટ Health Update

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ