બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / હાર્ટ એટેક આવશે ખબર કેવી રીતે પડે? શરીર આપે છે આ સંકેત, જાણી લેશો તો બચી જશો

હેલ્થ ટિપ્સ / હાર્ટ એટેક આવશે ખબર કેવી રીતે પડે? શરીર આપે છે આ સંકેત, જાણી લેશો તો બચી જશો

Last Updated: 09:33 AM, 11 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં જ ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર માયા ભાઈ આહિરને હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ એટેક આવ્યા પહેલા શરીર અમુક સંદેશ આપે છે. જો તમારે પણ હાર્ટ એટેક આવી રહ્યો છે તેના વિષે અગાઉથી જાણવું છે તો હાર્ટ એટેકના સંકેતો જાણવા જરૂરી છે.

હાર્ટ એટેકનું નામ સાંભળતાં જ લોકો ફફડી જતાં હોય છે. તાજેતરમાં જ ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર માયા ભાઈ આહિરને હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ એટેક આવ્યા પહેલા શરીર અમુક સંદેશ આપે છે. જો તમારે પણ હાર્ટ એટેક આવી રહ્યો છે તેના વિષે અગાઉથી જાણવું છે તો હાર્ટ એટેકના સંકેતો જાણવા જરૂરી છે.  

Heart Attack

હેલ્થ એક્સપર્ટસ જણાવે છે કે હાર્ટ એટેકનું મુખ્ય કારણ વધતું વજન, ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ, ખરાબ લાઈફસ્ટાઈલ અને હાઈ બીપી છે. જે વ્યક્તિને હાર્ટ એટેક આવવાનો હોય છે તેનું શરીર અગાઉ જ તેને કેટલાંક સંકેતો આપતું હોય છે. તો ચાલો આ સંકેતો વિશે વિગતે માહિતી મેળવીએ.

અસામાન્ય ધબકારા

જો તમારા હૃદયના ધબકારા થોડી સેકંડથી વધુ સમય માટે અસામાન્ય થઈ રહ્યાં છે તો તરત જ તમારા ડોક્ટરનો સંપર્ક કરો. આ હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે.

છાતીનો દુખાવો

છાતીની ડાબી બાજુનો દુખાવો પણ હાર્ટ એટેકનો પ્રારંભિક સંકેત હોઈ શકે છે. જો તમને હાર્ટ બ્લોકેજ હોય અથવા જો તમને હાર્ટ એટેક આવી રહ્યો હોય છાતીમાં દુખાવો અનુભવાય છે. એવામાં તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

ખભામાં દુખાવો

જો તમને તમારા ખભામાં ખાસ કરીને ડાબા ખભામાં કોઈ ઈજા વગર સતત દુખાવો થતો હોય તો તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે.

PROMOTIONAL 12

પુષ્કળ પરસેવો થવો

જો તમારું શરીર કસરત કર્યા વિના અથવા એસીમાં હોવા છતાં વધારે પડતો પરસેવો કરે છે તો તે હાર્ટ એટેકનું લક્ષણ પણ હોઈ શકે છે.

સતત ઉલટી આવવી

ઉલટી થવાના ઘણાં કારણો હોઈ શકે છે, પરંતુ જો તમને વારંવાર ઉલટી અને પેટમાં દુખાવો થતો હોય તો થોડી સાવધાની રાખવાની જરૂર છે.

શ્વાસ લેવામાં તકલીફ

જો તમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો તે હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

વધુ વાંચો:'વડીલો મને માફ કરજો..' ચાલુ ડાયરામાં માયાભાઈ આહીર છાતીમાં દુખાવો થતાં શું બોલ્યા?

નબળાઈ અને હાથ-પગ ઠંડા પડવા

જો તમે વધુ નબળાઈનો અનુભવ થઈ રહ્યો છો અને તમારા હાથ અને પગ પણ ધીમે ધીમે ઠંડા થઈ રહ્યાં છે તો તમારે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Heart Attack symptoms heart attack Early Signs
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ