બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO: 'વડીલો મને માફ કરજો..' ચાલુ ડાયરામાં માયાભાઈ આહીર છાતીમાં દુખાવો થતાં શું બોલ્યા?
Last Updated: 02:08 PM, 11 February 2025
ગઈ કાલે ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર આહીરની તબિયત લથડી હતી. આ બાદ તેમણે ચાલુ ડાયરામાં કહ્યું હતું કે, "મારા જીવનમાં પહેલી વખત તબિયત આવી બગડી છે, એટલે હું આપ બધાની માફી માગવા માટે આવ્યો છું અને મારો કોઈ એવો ઇરાદો નથી કે હું અહીંથી નીકળી શકું. પરંતુ આપ બધાને, દાતાઓને, તમામ વડીલોને પ્રણામ કરું છું. પરમ દિવસે CM સાહેબ પધારે ત્યારે પણ બધાય ભાવથી એટલે અત્યારે બધી રાસગરબાની વાત છે અને બધા જ રાસ ગરબા રમજો. અને તમામ વડીલોની ક્ષમા માંગુ છું, 'I AM SORRY' ક્ષમા કરજો."
ADVERTISEMENT
ચાલુ ડાયરામાં માયાભાઈ આહીરને હાર્ટ એટેક આવ્યાનું અનુમાન pic.twitter.com/K6cXH7WO1R
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 10, 2025
ત્યારબાદ માયાભાઈ આહીર પાસેથી માઈક લઈને આયોજકોએ જણાવ્યું કે, "અત્રે પધારેલા ગામના વડીલ ભાઈઓ-બહેનો અને દાતાઓને એક જાણ કરવાની છે કે માયાભાઇને અડધો કલાક પહેલા થોડો છાતી દુખાવો ઉપડ્યો છે અને આપણે પ્રાથમિક સારવાર આપી દીધી છે. ECG અને એ બધુ જોવાડાવ્યું તો મોટા હોસ્પિટલમાં શિફ્ટ કરીને આગળની કાર્યવાહી કરવાની કરવી છે અને આપણાં મહેમાન છે, આપણી જવાબદારી ડબલ છે, તબિયત પહેલી શરીર પહેલું પ્રોગ્રામો તો આવશે અને જશે. એમને (મહાભાઈ આહિરે) કહ્યું કે હું પ્રોગ્રામ પૂરો કરીને જ જઈશ. પરંતુ અમે કહ્યું કે તમને 5 મિનિટથી વધારે નહીં બોલવા દઈએ અને અમારી જવાબદારી છે, તમે અમારા મહેમાન છો તો અમે એમને શિફ્ટ કરશું. માયાભાઇ ચિંતા કરશો નહીં બધાના આશીર્વાદ છે બહુ સારી રીતે સારવાર થશે અને બધું સરસ થઈ જશે."
ADVERTISEMENT
વધુ વાંચો:ચાલુ ડાયરામાં માયાભાઈ આહીરને આવ્યો હાર્ટ એટેક! અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ
શું થયું માયાભાઇ ને?
કડીનાં ઝુલાસણ ખાતે ડાયરામાં હતા. ત્યારે ડાયરા દરમ્યાન સાહિત્યકાર માયાભાઈ આહીરની તબિયત લથડી હતી. ચાલુ ડાયરામાં માયાભાઈ આહીરની તબિયત લથડી હતી. માયાભાઈને હ્રદય રોગનો હુમલો આવ્યાનું પ્રાથમિક અનુમાન છે. તબિયત લથડતા તેઓને અમદાવાદની કે.ડી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.