બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Health Tips Going for a walk right after eating know the pros and cons
Megha
Last Updated: 09:12 AM, 14 April 2024
લગભગ દરેકને નાનપણથી જ શીખવવામાં આવે છે કે જમી લીધા પછી ચાલવું જોઈએ. આ આદત માત્ર પાચનમાં જ મદદ નથી કરતી , પરંતુ વડીલોનું માનવું છે કે તે હૃદયને પણ સ્વસ્થ રાખે છે. જો કે પ્રશ્ન એ થાય કે જમ્યા પછી તરત જ ચાલવું સ્વાસ્થ્ય માટે ખરેખર ફાયદાકારક છે? કે તેના કેટલાક ગેરફાયદા પણ હોઈ શકે છે?
ADVERTISEMENT
આજના વ્યસ્ત જીવનમાં મોટાભાગના લોકોને જમ્યા પછી આરામ કરવો ગમે છે. કામ પર જવા માટે વહેલા ઉઠવાની અને મોડી સાંજે ઘરે પરત ફરવાની મજબૂરીને કારણે સ્વાસ્થ્ય પર ધ્યાન ઓછું થઈ જાય છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે જમ્યા પછી થોડું ચાલવું ખરેખર હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નહીં. ચાલો જાણીએ જમ્યા પછી ચાલવાના ફાયદા અને ગેરફાયદા..
ADVERTISEMENT
પાચનમાં સુધારો કરે છે:
જમ્યા પછી હળવું ચાલવું પાચન પ્રક્રિયાને સરળ રીતે ચલાવવામાં મદદ કરે છે. તેનાથી પેટ ફૂલવું, ગેસ અને અપચો જેવી સમસ્યાઓથી બચી શકાય છે.
બ્લડ શુગર કંટ્રોલ
જમ્યા પછી ચાલવાથી બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. તે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.
કોલેસ્ટ્રોલના સ્તરમાં સુધારો:
જમ્યા પછી નિયમિત ચાલવાથી ખરાબ કોલેસ્ટ્રોલ (LDL)નું સ્તર ઘટાડી શકાય છે અને સારા કોલેસ્ટ્રોલ (HDL)ના સ્તરમાં વધારો થાય છે. તે હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.
વજન નિયંત્રણ:
જમ્યા પછી ચાલવું એ કેલરી બર્ન કરવાની એક સરળ રીત છે. આ વજન નિયંત્રણમાં અને સ્વસ્થ વજન જાળવવામાં મદદ કરી શકે છે.
હવે જો નુકસાન વિશે વાત કરીએ તો..
વધુ જમ્યા પછી ચાલવું:
જો તમે વધારે ખાધું હોય તો જમ્યા પછી તરત જ વોક કરવું તમારા માટે સારું નહીં હોય. આ પેટમાં બળતરા અથવા અસ્વસ્થતાનું કારણ બની શકે છે.
સાથે જ ગંભીર બીમારી અથવા પાચન સંબંધી કોઈ ગંભીર સમસ્યાથી પીડાતા લોકોએ ભોજન પછી તરત જ ચાલવા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
વધુ વાંચો : આ જીવલેણ બીમારીથી દરરોજ થાય છે 3500 લોકોના મોત, જાણો લક્ષણો અને બચવાના ઉપાય
જો તમે જમ્યા પછી ચાલવા જવા માંગતા હોવ તો આ સાવચેતી રાખો
- જમ્યા પછી 15-20 મિનિટ પછી જ ચાલવાનું શરૂ કરો.
- હળવા અને ધીરે ધીરે ચાલો.
- વધારે બળ ન લગાવો અને શરીરના સંકેતો સમજો.
- પુષ્કળ પાણી પીતા રહો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.