બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Health Tips avoid heart attack risk do not do these 3 things in the morning

હેલ્થ ટિપ્સ / હાર્ટ એટેકથી બચવું છે? તો ભૂલથી પણ સવારમાં ન કરતા આ 3 કાર્ય, નહીં તો વધી જશે જીવનું જોખમ!

Arohi

Last Updated: 09:39 AM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Tips: હાર્ટ એટેકના ખતરાને ઓછો કરવો છે તો સવારે ઉઠતા જ તમારે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં જ્યારે હાર્ટ એટેકના કેસ વધવા લાગે છે. આ 3 કામો કરવાથી બચો. તેનાથી તમે હાર્ટ એટેક આવવાના જોખમને ઓછું કરી શકો છો.

  • હાર્ટ એટેકથી બચવું છે? 
  • તો ભૂલથી પણ ન કરો આ કામ 
  • નહીં તો વધી જશે જીવનું જોખમ!

શિયાળામાં હાર્ટ એટેકના કેસ ઝડપથી વધવા લાગે છે. ઠંડીમાં હાર્ટ એટેકથી કેવી રીતે બચવું તેના માટે અમુક વાતનું ખાસ ધ્યાન રાખો. હાર્ટ એટેકથી બચવા માટે તમારે દરરોજ શું ખાવું જોઈએ અને કઈ વસ્તુઓથી બચવું જોઈએ તે જાણવું ખૂબ જ જરૂરી છે. ઠંડીના કારણે નસો સંકોચાઈ જાય છે એવામાં હાર્ટને બ્લડને પંપ કરવા માટે વધારે મહેનત કરવી પડે છે. માટે શિયાળામાં સવારે ઉઠતાની સાથે જ ઘણી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. 

હાર્ટ એટેકથી બચવું છે તો સવારે ઉઠતા જ ન કરો આ 3 કામ 


વધારે પાણી ન પીવું જોઈએ 
શિયાળાના દિવસોમાં હાર્ટને હેલ્ધી રાખવું સૌથી વધારે જરૂરી છે. અમુક લોકો સવારે ઉઠે છે 1-2 બોટલ પાણી પી જાય છે જે હાર્ટના દર્દી માટે ઠીક નથી. તમારે સવારે ઉઠતા જ વધારે પ્રમાણમાં લિક્વિડ ન પીવું જોઈએ. તેના કારણે સવારના સમયે શરીર ઠંડુ રહે છે. 

બ્લડ પ્રેશર અને બ્લડ શુગર લો થાય છે. એવામાં હાર્ટને લોહીને પંપ કરવામાં વધારે મહેનત લાગે છે. જો તમે વધારે લિક્વિડ પી લો છો તો હાર્ટને વધારે કામ કરવું પડે છે. માટે સવારે ફક્ત 1 ગ્લાસ પાણી પીવું જોઈએ. ઠંડુ પાણી બિલકુન ન પીવો. હુફાળું કે હલ્કુ ગરમ પાણીનું સેવન કરો. 

વહેલા ઉઠીને એક્સરસાઈઝ ન કરવી જોઈએ 
વ્યાયામ કરવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. ડૉક્ટર્સનું કહેવું છે કે સવારનો સમય એક્સરસાઈઝ માટે સૌથી વધારે સારો હોય છે. પરંતુ હાર્ટ કે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને શિયાળામાં વહેલી સવારે ઉઠીને હેવી એક્સરસાઈઝ કરવાથી બચવું જોઈએ. 

તેનાથી હાર્ટ પર દબાણ બને છે. અમુક લોકોની આદત હોય છે કે તે 4-5 વાગ્યે ઉઠીને વ્યાયામ કરવા લાગે છે અથવા તો ઠંડીમાં વોક પર નિકળી જાય છે આ આદત હાર્ટ એટેકના ખતરાને વધારી શકે છે. તમે 7-8 વાગ્યે હલ્કા વ્યાયામથી દિવસની શરૂઆત કરો. જેનાથી શરીરનું લોહી ધીરે ધીરે ગરમ થવા લાગે છે. 

સવારે જલ્દી ઉઠીને સ્નાન ન કરો 
અમુક લોકોને આદત હોય છે સવારે જલ્દી નહાવાની. જો તમે હાર્ટના દર્દી છો તો તમારે શિયાળામાં સવારે ઉઠતાની સાથે જ નહાવવાથી બચવું જોઈએ. સવારે જલ્દી ઠંડા પાણીથી નહાવવું હાર્ટ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જો તમે સવારે નહાઈ રહ્યા છો તો હુંફાળા પાણીથી નહાઓ. ઉઠતાની સાથે જ નહાવા ન જાઓ. ઉઠ્યા બાદ લગભગ અડધો કે એક કલાક બાદ જ નહાવા જાઓ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ