બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:02 PM, 1 January 2024
ADVERTISEMENT
ભવિષ્ય જણાવવાનો દાવો કરનાર વ્યક્તિએ વર્ષ 2024 માટે પોતાની અંતિમ ભવિષ્યવાણી કરી છે. તેણે એવી સાત ઘટના વિશે જણાવ્યું છે. જે આ વર્ષે થઈ શકે છે. આ વ્યક્તિનું નામ એથોસ સલોમે છે. તે બ્રાઝિલનો રહેવાશી છે. તે તેની ભવિષ્યવાળી માટે 'જીવંત નાસ્ત્રેદમસ' તરીકે ઓળખાય છે. તેની કેટલીક ભવિષ્યવાળી સાચી પડી છે. આમાં ગયા વર્ષે રાણી એલિઝાબેથ દ્વિતીયના મૃત્યુથી લઈને એલોન મસ્કના ટ્વિટરને એક્સ કરવા સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે. એથોસે કહ્યું છે કે જલ્દીથી કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઘણી મોટી ઘટનાઓ થઈ શકે છે.

ADVERTISEMENT
ત્રીજું વિશ્વ યુદ્ધ - દક્ષિણ ચીન સાગરમાં ચિંતા વધશે
એથોસે કહ્યું છે કે 2024ની અંદર દક્ષિણ ચીન સાગરમાં તણાવ વધી શકે છે. જેના કારણે વૈશ્વિક કટોકટી સર્જાઇ શકે છે. 2024માં અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધી શકે છે. NATO અને CSTO આ ટકરાવની અંદર સામેલ થઈ શકે છે. આ મુદ્દો પછીથી વૈશ્વિક સંઘર્ષમાં ફેરવાઈ શકે છે.
મધ્ય પૂર્વ, આફ્રિકા અને એશિયામાં સંઘર્ષ
આફ્રિકામાં, લિબિયા, સુદાન અને નાઈજીરીયા જેવા દેશો વચ્ચે કુદરતી સંસાધનોની પહોંચને લઈને સ્પર્ધાને કારણે સંઘર્ષ થઈ શકે છે. એશિયાની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન આ બંને સાથે કોરિયન દ્વીપમાં પણ તણાવ થઈ શકે છે.
આબોહવા પરિવર્તન: આશાનું કિરણ
2024માં આબોહવાને લઈને સારા સમાચાર છે. યુવા વર્ગ આબોહવાનાં મામલામાં ખૂબ ધ્યાન આપશે.
ADVERTISEMENT

વાંચવા જેવું: 2024 માટે નાસ્ત્રેદમસની અજબ-ગજબ ભવિષ્યવાણી: એવી શોધ થશે કે 150 વર્ષ સુધી જીવશે મનુષ્ય, ભૂકંપ આવશે અને...
ADVERTISEMENT
અર્થતંત્ર અને ટેકનોલોજી: ટ્રાયલ એન્ડ ટ્રાન્સફોર્મેશન
વધુ પડતી ટેકનોલોજીનાં વિકાસને કારણે મૂળભૂત આવક પર વૈશ્વિક ચર્ચા થઈ શકે છે. તેમણે નવા ચલણ વિશે પણ આશા વ્યક્ત કરી હતી જે નોંધપાત્ર વૈશ્વિક મહત્વ બની જશે.
ભારત, આફ્રિકા, દક્ષિણ પૂર્વ એશિયા અને અમેરિકા પર ધ્યાન રહેશે
ઇથોસે 2024 સુધીમાં પ્રગતિની આશા સાથે ભારતને 'ટાઈગર' ગણાવ્યું છે. આફ્રિકામાં ફિનટેક અને ટેકનોલોજી ક્ષેત્રોમાં જાગૃતિ વધી શકે છે. ફિલિપાઇન્સ, વિયેતનામ અને ચીન જેવા એશિયન દેશોને અસર કરતા તોફાનો માટે તીવ્રતાની આગાહી કરવામાં આવી છે. આ સાથે, અમેરિકામાં પ્રાદેશિક સ્તરે, વિનાશક જંગલની આગ કેલિફોર્નિયા, ઓરેગન અને વોશિંગ્ટનમાં ફેલાઈ શકે છે.
ADVERTISEMENT

આરોગ્ય સંકટ: તૈયાર રહેવાની જરૂર
આ વર્ષે સ્વાસ્થ્ય સંકટ વધી શકે છે. નવા હોસ્પિટલોનું નિર્માણ કરવું જોઈએ. આગામી સમયમાં રોગચાળો અને મહામારી ફેલાઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.