બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / French astrologer Nostradamus has made predictions about how the year 2024 will be for the world.
Last Updated: 03:26 PM, 30 December 2023
ADVERTISEMENT
World Predictions 2024: વર્ષ 2023 સમાપ્ત થઈ રહ્યું છે અને નવું વર્ષ શરૂ થવાનું છે. ફ્રાન્સના જ્યોતિષી નાસ્ત્રેદેમસે વિશ્વ માટે વર્ષ 2024 કેવું રહેશે તે અંગે ભવિષ્યવાણીઓ કરી છે. 16મી સદીના નાસ્ત્રેદેમસે હજુ પણ તેની આગાહીઓ માટે જાણીતા છે. 1555માં વિશ્વભરમાં બનતી ઘટનાઓનું વર્ણન કરતી લેસ પ્રોફેટીઝમાં ભવિષ્ય વિશેની તેમની આગાહીઓ પ્રકાશિત કરવામાં આવી હતી. જો કે, આ લેખોમાં અસ્પષ્ટ વિગતોને લીધે ઘણી આગાહીઓનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે.
2024 માટે નાસ્ત્રેદેમસની ભવિષ્યવાણી
નાસ્ત્રેદેમસે પોપ વિશે ભવિષ્યવાણી કરી હતી કે વર્ષ 2024માં દુનિયાને નવો પોપ મળી શકે છે. હાલના પોપ ફ્રાન્સિસ વૃદ્ધ છે, તેથી જ આ આગાહી સચોટ લાગે છે. આ સિવાય નાસ્ત્રેદેમસે ક્લાઈમેટ ડિઝાસ્ટર વિશે પણ ચેતવણી આપી છે. 2024 વિશે તેમણે ચેતવણી આપી છે કે આ વર્ષે આપણે ઘણી જગ્યાએ દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરી શકે છે અને કેટલીક જગ્યાએ પૂર જેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય અત્યંત ખરાબ હવામાન અને વ્યાપક ભૂખમરાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ભૂકંપની ભવિષ્યવાણી
નાસ્ત્રેદેમસે જાપાનના દરિયાકાંઠાના શહેરોને લઈને ચેતવણી આપી હતી કે વર્ષ 2024માં ભૂકંપ આવશે. જેનાથી સુનામીનો ખતરો રહેશે. આ સિવાય તેમણે ખતરનાક વાયરસના ફેલાવાની પણ આગાહી કરી છે. કોવિડ -19 પછી વિશ્વ સંક્રમણથી ડરવા લાગ્યું છે. આવી સ્થિતિમાં નવા વર્ષમાં વધુ એક સંક્રમણની આગાહી કરાઈ છે. નાસ્ત્રેદેમસે કહ્યું હતું કે, 2024માં બ્રિટિશ શાહી પરિવારમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.
માનવ જીવનની અવધિ વધારવા માટે શોધ કરવામાં આવશે
નાસ્ત્રેદેમસે ભવિષ્યવાણી કરી હતી કે, વર્ષ 2024માં વૈજ્ઞાનિકો એવી શોધ કરશે જે મનુષ્યનું આયુષ્ય 150થી 170 વર્ષ સુધી લંબાવી શકશે. હાલ વિશ્વમાં આયુષ્ય 72 વર્ષે છે. જો નાસ્ત્રેદેમસની ભવિષ્યવાણી સાચી પડી તો માનવી બમણું એટલે કે લાંબુ જીવી શકશે.
ADVERTISEMENT
ક્યારે ક્યારે આગાહી સાચી પડી?
નાસ્ત્રેદેમસેના પુસ્તક લેસ પ્રોફેટિજમાં ફ્રાંન્સની ક્રાંતિ જાપાન પર અણુ બોમ્બ છોડવા, એડોલ્ફ હિટલરનો ઉદય સહિત અનેક ભવિષ્યવાણીઓ કરવામાં આવી હતી જે સાચી સાબિત થઈ છે. વર્ષ 2023 વિશે તેમણે પોતાના લેખમાં લખ્યું હતું કે, આ વર્ષે ત્રીજા વિશ્વ યુદ્ધનું દ્રશ્ય જોવા મળશે.
ૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃ
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.