બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / આરોગ્ય / Health News Mustard Seeds Benefits for health

આરોગ્ય ટિપ્સ / માત્ર સ્વાસ્થ્ય નહીં, સ્કીનને લગતી સમસ્યાથી પણ રાહત આપશે આ બીજ, જાણો અન્ય ફાયદા

Arohi

Last Updated: 12:03 PM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mustard Seeds Benefits: રાઈ ભોજનનો સ્વાદ વધારવાની સાથે જ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેના નાના નાના દાણા શાક, કઢી કે દાળને સ્વાદ આપવાની સાથે જ ઘણી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને દૂર કરી શકે છે.

  • સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે રાઈ 
  • સ્કીનની સમસ્યાથી પણ આપશે રાહત
  • જાણો અન્ય ફાયદાઓ વિશે 

પોષક તત્વોથી ભરપૂર રાઈનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ વઘાર કરવાની સાથે સાથે આ બીજનો ઉપયોગ સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓને દૂર કરવામાં પણ થાય છે. 

રાઈના નાના નાના દાણામાં આયર્ન, કેલ્શિયમ, સેલેનિયમ, ફોસ્ફોરસ અને ઘણા પોષક તત્વ મળી આવે છે. જે હાડકાને સ્વસ્થ્ય રાખવાની સાથે તે પાચન માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.  

ડાઈજેશન સ્વસ્થ્ય રાખે છે રાઈ
સરસવના દાણા પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકાર માનવામાં આવે છે. જે લોકોને કબજીયાત કે અપચાની સમસ્યા છે તેમના માટે રાઈના દાણા રામબાણ ઈલાજ છે. હકીકતે આ દાણા ફાઈબરથી ભરપૂર હોય છે જે મળ ત્યારને સરળ બનાવવામાં મદદ કરે છે જેનાથી પાચન શક્તિ વધે છે. 

હાડકા માટે ફાયદાકારક 
રાઈના દાણા હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે. તેમાં સેલેનિયમ નામનું ખનિજ હોય છે જે હાડકાને મજબૂત કરે છે. તેના ઉપરાંત રાઈમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી ઈમ્ફ્લેમેટરી ગુણ નખ અને દાંતને પણ સ્વસ્થ્ય રાખે છે. 

હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક 
સામાન્ય રીતે ભારતીય કિચનમાં સરસવના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ બેડ કોલેસ્ટ્રોલના લેવલને ઓછુ કરે છે જેનાથી તમારૂ હાર્ટ હેલ્ધી રહે છે. 

માથાના દુખાવામાં રાહત 
રાઈ મેગ્નેશિયમથી ભરપૂર હોય છે જે શરીરના દુખાવા અને તણાવથી રાહત આપે છે. જો તમે માથાના દુખાવાથી પરેશાન છો તો તેમાં રાઈ ખૂબ જ ગુણકારી સાબિત થઈ શકે છે. 

સ્કિન માટે ફાયદાકારક
બદલાતી સીઝનમાં સ્કીનને લગતી સમસ્યા થઈ શકે છે. એવામાં તમે પોતાના સ્કીન કેર રૂટીનમાં રાઈના દાણાનો ઉપયોગ કરી શકો છો જે સ્કીનને હાઈડ્રેટ રાખે છે સાથે જ ખિલને પણ કંટ્રોલ કરે છે. રાઈમાં હાજર એન્ટી-ઈન્ફ્લેમેન્ટરી ગુણ સોજાને ઓછો કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ