બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / આરોગ્ય / health news dont drink too much water lose weight

હેલ્થ રિસર્ચ / શું વધારે પડતું પાણી પીવાથી મોટાપો દૂર થઇ જશે? શું કહે છે વિજ્ઞાન, જાણો નિષ્ણાંતના મતે

Arohi

Last Updated: 01:58 PM, 31 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Don't Drink Too Much Water: અમુક એક્સપર્ટનું કહેવું છે કે વધારે પાણી પીવાથી સ્થૂળતા દૂર થાય છે. અમુક સ્ટડીમાં પણ આ વાત સામે આવી છે. પરંતુ હકીકત શું છે આવો જાણીએ...

  • વધારે પાણી પીવાથી દૂર થાય છે સ્થૂળતા? 
  • ભોજન પહેલા પાણી પીવાથી વજન થાય છે ઓછુ?
  • જાણો વધારે પાણી પીવાથી શું ફાયદો થાય છે? 

વજન ઓછુ કરવું એક મોટો પડકાર છે. વજન ઓછુ કરવા માટે સૌથી પહેલા ભુખ પર કંટ્રોલ કરવો પડે છે. જો તમે પહેલાની જેમ જ ભોજન લેશો તો વજન ઓછુ નહીં કરી શકો. ઘણા લોકોનું માનવું છે કે ભૂખ પર કંટ્રોલ કરવા માટે વધારે પાણી પીવું ખૂબ જ બેસ્ટ આઈડિયા છે. વધારે પણી પીને વધારે કેલેરીને બર્ન કરી શકાય છે અને તેનાથી ભૂખ પણ નથી લાગતી. અમુક અભ્યાસમાં પણ આ વાત સામે આવી છે કે વધારે પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. પરંતુ શું વધારે પાણી પીને આપણે વજનને ઘટાડી શકીએ છીએ?

વધારે પાણી પીવાથી ઘટે છે વજન? 
એક્સપર્ટ અનુસાર અમુક લોકો વજન ઓછુ કરવા માટે વોટર ફાસ્ટિંગ કરે છે. તેમાં પાણી સિવાય કંઈ નથી લેતા. તેનાથી વજન ઓછુ થઈ શકે છે પરંતુ અન્ય ઘણી મુશ્કેલીઓ થઈ શકે છે. અચાનક શરીરમાં વધારે પાણી આવવાથી સોડિયમ ઘટી શકે છે. તેનાથી સડેન ડેથ પણ થઈ શકે છે. થોડા સમય પહેલા એક સેલીબ્રિટીનું મોત આ કારણે થયું હતું. 

માટે વોટર ફાસ્ટિંગ કરવું વધારે સારો વિકલ્પ નથી. જો આ કોઈ નિષ્ણાંતની દેખરેખ હેઠળ કરવામાં આવે તો તેનાથી અપેક્ષિત પરિણામ મળી શકે છે. જો ભોજનની સાથે વધારે પાણી પીવામાં આવે તો એક હદ સુધી સ્થૂળતા ઓછી થઈ શકે છે. પરંતુ કોઈ પણ વસ્તુથી એકી ઝાટકે વજન ઓછુ નથ થઈ જતું. વજન ઘટતા વાર લાગે છે. 

અલગ અલગ વસ્તુઓ ટ્રાય કરવી જરૂરી 
સ્થૂળતા માટે ભોજન, ફિઝિકલ એક્ટિવિટી ન કરવી, પુરતી ઉંઘ ન લેવી અને સ્ટ્રીસ વધારે જવાબદાર છે. માટે આ બધી વસ્તુઓ પર એક સાથે ધ્યાન આપીને સ્થૂળતા ઘટાડી શકાય છે. જ્યાં સુધી વધારે પાણી પીવાની વાત છે તો એ તો સોચ્ચસ વાત છે કે જ્યારે આપણે વધારે પાણી પીએ છીએ તો ખાવાની ઈચ્છા ઓછુ થઈ જાય છે અને જ્યારે આપણે ઓછુ ખાઈએ છીએ તો વજન પણ ઓછુ થાય છે. 

શરીરની અંદર પોષણ ન જાય તો કેલેરી વધારે નથી મળતી. તેનાથી વજન ઓછુ થાય છે. તે રીતે જોઈએ તો એક હદ સુધી તેનાથી થોડુ વજન પણ ઓછુ થઈ શકે છે પરંતુ ફક્ત આજ એક વસ્તુથી સ્થૂળતાને ઓછી ન કરી શકાય. માટે બેસ્ટ ઓપ્શન એ છે કે સ્થૂળતા ઓછી કરવા માટે ઘણી વસ્તુઓ પર કામ કરવું જરૂરી છે. 

રિસર્ચમાં પણ સામે આવી આ વાત 
એક રિપોર્ટ અનુસર એક સ્ટડીમાં જાણવા મળ્યું કે જ્યારે એક વ્યક્તિએ પાણી વધારે પીધી તો 10 મિનિટની અંદર 24થી 30 ટકા સુધી કેલેરી બર્નની તીવ્રતા વધી ગઈ છે. એવુ લગભગ એક કલાક સુધી થતું રહ્યું. એક અન્ય સ્ટડીમાં જ્યારે વધારે વજન વાળી મહિલાઓ પર પ્રયોગ કરવામાં આવ્યો તો જાણવા મળ્યું કે દિવસમાં 1 લીટરથી વધારે પાણી પીવાથી એક વર્ષની અંદર 2 કિલો વજન ઓછુ થઈ રહ્યું છે. 

આ મહિલાઓને અન્ય કોઈ પણ પ્રકારની લાઈફસ્ટાઈલ સંબંધી ફેરફાર નથી કર્યા. બન્ને સ્ટડીમાં મળી આવ્યું કે અડધો લીટર પાણી પીવાથી લગભગ 23 કેલેરી વધારે બર્ન થાય છે. અમુક લોકોનો એવો પણ દાવો છે કે ભોજન ખાતા પહેલા પાણી પીવામાં આવે તો ભૂખ પણ ઓછી લાગે છે. આ એક હદ સુધી બરાબર હોઈ શકે છે પરંતુ દરેક વ્યક્તિ માટે આ યોગ્ય નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ