બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / આરોગ્ય / Health news dangerous amounts of lead and cadmium are being found in chocolate

હેલ્થ / ચોકલેટ ખાનારા ચેતી જજો! તેની અંદર હોય છે આ હાનિકારક તત્વો, ગર્ભવતી મહિલાઓએ તો ખાસ ધ્યાન રાખવું નહીં તો...

Arohi

Last Updated: 10:40 AM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chocolate Dangerous For Health: હાલના એક અભ્યાસમાં ચોકલેટમાં સીસુ અને કેડમિયમ જેવી ધાતુઓનું પ્રમાણ ખૂબ જ ખતરનાક સ્તર સુધી મળી આવી છે. જાણો શું કહે છે રિપોર્ટ્....

  • ચોકલેટ ખાવી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક? 
  • ગર્ભવતી મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું
  • અંદર હોય છે આ હાનિકારક તત્વો

ચોકલેટ દુનિયાભરમાં ખવાતી અને પસંદ કરવામાં આવતી વસ્તુ છે. ચોકલેટનું નામ સાંભળતા જ લોકોના મોંઢામાં પાણી આવવા લાગે છે. પરંતુ શું તમને ખબર છે કે જે ચોકલેટ તમે ખાવ છો તેમાં સૌથી વધારે લેડ અને કેડમિયમ જેવા હેવી મેટલ તત્વો મળી આવે છે. જે ખૂબ જ ખતરનાક હોય છે. આ બાળકો માટે ખૂબ જ વધારે હાનિકારક છે. એવામાં હાલમાં એક અભ્યાસમાં ચોકલેટ ઉત્પાદનોમાં લેડ અને કેડમિયમ જેવી હાનિકારક ભારે ધાતુઓનું ઉચ્ચ પ્રમાણ મળી આવ્યું છે. 

એક રિપોર્ટ અનુસાર હાલમાં જ અમેરિકાના એક બિન નફાકારક સંસ્થા કંજ્યુમર રિપોર્ટ્સે ચોકલેટના વિવિધ ઉત્પાદનોની તપાસ કરી. આ તપાસમાં જાણવા મળ્યું કે 48 ચોકલેટ ઉત્પાદનોમાંથી લગભગ એક-તૃતીયાંશ ઉત્યાદનોમાં લેડ અને કેડમિયમ જેવી ભારે ધાતુઓનું પ્રમાણ ખતરનાક લેવલ સુધી મળી આવી છે. 

સંગઠને અમેરિકાની સૌથી મોટી ચોકલેટ નિર્માતા કંપનીમાંથી એક હર્શીસ પાસેથી પોતાના ઉત્પાદનોમાં આ ભારે ધાતુઓની માત્રા ઓછી કરવાની વાત કરી છે. અભ્યાસમાં ડાર્ડ ચોકલેટ બાર, મિલ્ક ચોકલેટ બાર, કોકો પાઉડર, ચોકલેટ ચિપ્સ સહિત કુલ 48 ઉત્પાદનોની 7 શ્રેણીઓની તરાસ કરવામાં આવી હતી. તેમાંથી 16 ઉત્પાદનોમાં લેડ અથવા કેડમિયમ અથવા બન્નેની સંભાવિત રીતે હાનિકારક માત્રા મળી આવી છે. 

કેન્સર જેવી બીમારીનું કારણ 
આ અભ્યાસમાં મળી આવ્યું છે કે ચોકલેટમાં લેડ અને કેડમિયમ જેવી ભારે ધાતુઓનું પ્રમાણ મળી આવે છે. આ ધાતુઓ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. લાંબા ગાળા સુધી લેડના સેવનથી મગજની ક્ષતિ, કિડનીની બીમારી અને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ થઈ શકે છે. 

ત્યાં જ કેડમિયમના લાંબા સમય સુધી સેવનથી હાડકા ડેમેજ, ફેફસા અને લીવરને નુકસાન પહોંચાડી શકે છે. આ ધાતુઓનું લાંબા સમય સુધી સેવન કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું પણ કારણ બની શકે છે. 

ગર્ભવતી મહિલાઓ માટે નુકસાનકારક 
ચોકલેટમાં હાજર સીસુ અને કેડમિયમ ગર્ભવતી મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. ગર્ભાવસ્થા વખતે આ ધાતુઓનું સેવન ગર્ભસ્થ્ય શિશુના મસ્તિષ્ક અને શારીરિક વિકારને પ્રભાવિત કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ