બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Health insurance takers will benefit from IRDAI decision.

તમારા કામનું / IRDAI ના નિર્ણયથી હેલ્થ ઈન્શ્યોરન્સ લેનારાને થશે ફાયદો, 36 મહિનામાં જ કવર થશે અગાઉની બીમારીઓ

Vishal Khamar

Last Updated: 04:02 PM, 13 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IRDAIએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેનાથી વીમા ધારકોને ફાયદો પણ થશે અને દેશમાં હેલ્થ ઈન્શ્યોરન્સ લેનારા વ્યક્તિઓની પણ સંખ્યા વધશે.

હેલ્થ ઈન્શ્યોરન્સ આજે દરેક પરિવાર માટે જરૂરી બની ગયુ છે. જ્યારે કોઈ ગંભીર બીમારી થાય છે ત્યારે મોટો ખર્ચો થાય છે. જેથી ખીસ્સા પણ ખાલી થઈ જતા હોય છે, કેટલાક કિસ્સામાં દેવુ પણ થતુ હોય છે. પરંતુ જો તમે હેલ્થ ઈન્શ્યોરન્સ લીધેલો હોય તો તમને ફાયદો થાય છે. એવામાં હેલ્થ ઈન્શ્યોરન્સની રેગ્યુલેટરી બોડી IRDAIએ એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં પહેલાથી જ જે બીમારી હોય તેનો વેઈટિંગ પીરિયડ ઘટાડીને 36 મહિના કરી દેવામાં આવ્યો છે. 

ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ વીમા કંપનીઓ માટે આ નિયમ ફરજીયાત કરી નાખ્યો છે. અગાઉ પહેલાની બીમારી માટેનો વેઈટિંગ પીરિયડ 48 મહિનાનો હતો તેને ઘટાડી 36 મહિના કરી દેવાયો છે. જો તમે હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી લેવા જતા તો તમને તમારી પહેલાની બીમારી કે વર્તમાનમાં ચાલતા ઈલાજ વિશે પુછવામાં આવતુ. આ બીમારીને 4 વર્ષ એટલે કે 48 મહિના પછી જ કવર કરી શકાતી હતી. પરંતુ હવે તે 3 વર્ષ એટલે કે 36 મહિનામાં જ કવર કરી શકાશે. 

IRDAIના આ નિર્ણયને ઘણા એક્સપર્ટ્સ આવકારી રહ્યા છે. તેઓના મતે હવે આસાનીથી PIDને ક્લેમ કરી શકાશે. PID વેઈટિંગ પીરિયડનો સમયગાળો 48થી ઘટાડી 36 મહિના કરવામાં આવતા હવે લોકો વીમા પોલિસી વધારે ખરીદશે તેવી સંભાવના જોવા મળી રહી છે. જેથી હેલ્થ ઈન્શ્યોરન્સ હોલ્ડરનું પ્રમાણ દેશમાં વધી શકે છે. 

વધુ વાંચોઃ વોટ્સએપ બૅન થઈ જાય તો નો ટેન્શન, ફરી ચાલુ કરવા ફોલો કરો આ સ્ટેપ્સ

ઉલ્લેખનીય છે કે, ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ મોરેટોરિયમ વેઈટિંગ પીરિયડને પણ 8 વર્ષથી ઘટાડી 5 વર્ષ કરી દીધુ છે. આ નિર્ણયથી પણ ગ્રાહકોમાં વીમા પોલિસીને લઈ વિશ્વાસ વધશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ