બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Tech How to fix WhatsApp Banned Account

ટેકનોલોજી / વોટ્સએપ બૅન થઈ જાય તો નો ટેન્શન, ફરી ચાલુ કરવા ફોલો કરો આ સ્ટેપ્સ

Vidhata

Last Updated: 02:45 PM, 13 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ WhatsApp નો ઉપયોગ ઘરના કામથી લઈને ઓફિસના કામકાજ માટે ખૂબ જ થાય છે. જો કોઈ કારણસર વોટ્સએપ એકાઉન્ટ બૅન થઈ જાય તો ઘણી સમસ્યાઓ સર્જાઈ શકે છે. જો તમારા WhatsApp એકાઉન્ટ પર પ્રતિબંધ લાગી જાય છે તો તમે તેને સરળતાથી રિકવર કરી શકો છો.

આજના સમયમાં WhatsApp દરેક માટે જરૂરી એપ્લિકેશન બની ગયું છે. લગભગ તમામ સ્માર્ટફોન યુઝર્સ તેનો ઉપયોગ કરે છે. બે અબજથી વધુ લોકો આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. વોટ્સએપે તેનો ઉપયોગ કરવા માટે કેટલીક ગાઇડલાઇન્સ પણ બનાવી છે. જો તમે WhatsAppની ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરો છો, તો તમારું એકાઉન્ટ બૅન થઈ શકે છે.

વોટ્સએપ આપણને માત્ર ઇન્સ્ટન્ટ મેસેજિંગ જ નહીં પરંતુ વોઇસ કોલિંગ, વીડિયો કોલિંગ, ફોટો શેરિંગ, લાઇવ લોકેશન શેરિંગ જેવી ઘણી બધી સર્વિસ આપે છે. એટલે જો તમારું વ્હોટ્સએપ એકાઉન્ટ બૅન થઈ જાય છે, તો તમારું મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે અને ઘણી પરેશાનીઓ થઈ શકે છે. જો તમારું વોટ્સએપ ક્યારેય બૅન થઈ જાય છે તો તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી. તમે તેને જાતે ઠીક કરી શકો છો.

WhatsApp એકાઉન્ટ બૅન થવાના કારણો 

  • જો તમે વોટ્સએપની ગાઇડલાઇન્સને ફૉલો નહીં કરો તો તમારું એકાઉન્ટ બૅન થઈ શકે છે.
  • જો તમે WhatsApp દ્વારા કોઈ છેતરપિંડી કરો છો, તો તમારું એકાઉન્ટ બૅન થઈ શકે છે.
  • તમારા એકાઉન્ટને એડલ્ટ, રાષ્ટ્રવિરોધી, ગુના વગેરે જેવો કન્ટેન્ટ શેર કરવા માટે પણ બૅન કરી શકાય છે.
  • જો તમે કોઈને સ્પામ મેસેજ મોકલો છો અથવા ખોટી રીતે વ્યક્તિગત માહિતી એકત્રિત કરો છો, તો પણ તમારા એકાઉન્ટ પર પ્રતિબંધ લાગી શકે છે.

બે રીતે બૅન થાય છે વોટ્સએપ એકાઉન્ટ 

તમને જણાવી દઈએ કે મેટા વોટ્સએપ એકાઉન્ટને બે રીતે બૅન કરે છે, જેમાં અસ્થાયી અને કાયમી રીતોનો સમાવેશ થાય છે. જો તમે થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરો છો અથવા કોઈપણ ગાઇડલાઇન્સને ફૉલો કરતા નથી, તો તમારું એકાઉન્ટ અસ્થાયી રૂપે બૅન કરી દેવામાં આવે છે. જો તમે કોઈ અપરાધ અથવા કૌભાંડમાં સંડોવાયેલા મળી આવો છો, તો તમારું એકાઉન્ટ કાયમી ધોરણે બૅન થઈ જશે.

વધુ વાંચો: Google Map તમને ફ્રીમાં રસ્તો દેખાડે છે, તો પછી ઇન્કમ આવે છે ક્યાંથી? શું તમે જાણો છો!

વોટ્સએપના બૅન એકાઉન્ટને આ રીતે ઠીક કરો

જો તમારું WhatsApp એકાઉન્ટ અસ્થાયી રૂપે પ્રતિબંધિત છે, તો તમે કંપનીની સત્તાવાર વેબસાઇટ પર જઈને તેમાં લોગિન કરી શકો છો. જો તમારા વોટ્સએપ એકાઉન્ટ પર અસ્થાયી ધોરણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય તો તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરીને તેને પ્રતિબંધમાંથી હટાવવો પડશે.

  • જો તમારું વોટ્સએપ એકાઉન્ટ બૅન છે, તો સૌથી પહેલા તમારે વોટ્સએપના સપોર્ટ પેજ પર જવું પડશે.
  • હવે તમારે સપોર્ટ પેજ પર રિવ્યૂ માટે રિક્વેસ્ટ ફાઇલ કરવી પડશે.
  • રિવ્યુ રિક્વેસ્ટમાં તમારે તમારી સમસ્યા શેર કરવી પડશે અને WhatsAppનો સ્ક્રીનશોટ પણ આપવો પડશે.
  • રિક્વેસ્ટ કર્યા પછી, તમારે SMS દ્વારા વેરિફિકેશન કોડ પણ ભરવો પડશે.
  • રિક્વેસ્ટ ભરાઈ ગયા પછી તમારે એક દિવસ રાહ જોવી પડી શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Tech WhatsApp Banned Account વોટ્સએપ Technology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ