બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / how does google earns from map, when it provides free service for users
Vidhata
Last Updated: 11:53 AM, 13 April 2024
રસ્તો શોધવા માટે આપણે ઘણીવાર Google મેપનો ઉપયોગ કરીએ છીએ, ગૂગલ તેની મેપ સર્વિસ યુઝર્સને ફ્રીમાં પૂરી પાડે છે. તો પછી Google મેપ સર્વિસ આપવાનો ખર્ચ કેવી રીતે ઉઠાવે છે? જો તમે ક્યારેય આ વિશે વિચાર્યું છે, તો તમને આનો જવાબ કદાચ નહીં મળ્યો હોય. જો આવું છે તો આ વિશે વધુ ગૂગલ સર્ચ કરવાની જરૂર નથી, કારણ કે અમે તમને ગૂગલ મેપ દ્વારા ગૂગલની કમાણીની કમાવવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ.
ADVERTISEMENT
Google Maps માં ઘણી એવી વસ્તુઓ બતાવવામાં આવે છે જે બેશક તમારા માટે કામની તો હોય છે, પરંતુ ગૂગલ તેને બતાવવા માટે પેમેન્ટ લે છે. જેના દ્વારા ગૂગલ તેની મેપ સર્વિસનો મેન્ટેનન્સ ખર્ચ કાઢે છે અને યુઝર્સને તેની ખબર પણ નથી પડતી. તો ચાલો જાણીએ કે ગૂગલ મેપ પર કઈ વસ્તુઓ માટે કંપની યુઝર્સને બદલે બીજા પાસેથી પેમેન્ટ લે છે.
ADVERTISEMENT
ગૂગલ મેપ પરથી કમાણીનો સ્ત્રોત જાણતા પહેલા એ જાણવું જરૂરી છે કે ગૂગલ મેપ કેવી રીતે કામ કરે છે? ગૂગલ મેપના હાલમાં વિશ્વમાં 154 મિલિયનથી વધુ યુઝર્સ છે. ગૂગલ મેપ 5 રીતે કામ કરે છે. Google પ્રથમ જિયોગ્રાફી મેપિંગથી કામ કરે છે, જેમાં સરકારી સંસ્થાઓ પાસેથી ભૂગોળ નકશાનો ડેટા એકત્રિત કરે છે. જેમાં તે વન વિભાગ, રેલ્વે વિભાગ, ભૂવૈજ્ઞાનિક વિભાગ જેવા અનેક વિભાગો પાસેથી ડેટા એકત્ર કરે છે.
Google Maps એરિયલ વ્યૂ ઇમેજ માટે ઇમેજ પાર્ટનર્સનો ઉપયોગ કરે છે, જેમાં Google Maps પર હાઈ ક્વોલિટીની ઇમેજ માટે સેટેલાઇટ અને એરક્રાફ્ટમાંથી ઇમેજ લેવામાં આવે છે. ગૂગલ મેપ દ્વારા આના પર મોટો ખર્ચો કરવામાં આવે છે.
Google Maps ટ્રાન્ઝિટ પાર્ટનર્સની પણ મદદ લે છે, જેના દ્વારા રસ્તા પરના ટ્રાફિક વિશે સચોટ માહિતી મળી રહે છે. ટ્રાન્ઝિટ પાર્ટનર તરીકે, Google સરકારી એજન્સીની મદદ લે છે, જે Google ને ટ્રાફિકની પળેપળની માહિતી પ્રદાન કરે છે. આ સિવાય બસ અને રેલ સ્ટોપ સહિતની ઘણી જાણકારી તેમાં મળે છે.
ગૂગલ મેપ આપણી લોકેશનનો ડેટા કલેક્ટ કરે છે. GPSનાં કારણે ગૂગલ મેપ ટ્રાફિક અને શોર્ટ કટ જેવી માહિતી આપે છે. આ સાથે ઘણા યુઝર્સ પોતાની માહિતી ગૂગલ મેપને આપે છે.
ગૂગલ તેની મેપ સર્વિસ માટે યુઝર્સ પાસેથી કોઈ પેમેન્ટ લેતું નથી. પરંતુ તેમ છતાં મેપ્સ દ્વારા ગૂગલની ઘણી કમાણી થાય છે. આમાં, ગૂગલ મેપ માટે કમાણીનો પહેલો રસ્તો એડ્સ છે, જેમાં ગૂગલ ટોપ સર્ચ અથવા ટોપ પ્લેસનો વિકલ્પ બતાવે છે. તેમાં કેટલીક લોકપ્રિય જગ્યાઓનો ઉલ્લેખ થાય છે, તેને પિન કરવા માટે ગૂગલ મેપ પેમેન્ટ લે છે, જેનાથી તેની કમાણી થાય છે.
વધુ વાંચો: AC ખરીદતા પહેલા 3 કે 5 સ્ટારમાં શું છે ફર્ક? પહેલા સમજી લેજો, તો વીજ બિલમાં થશે ફાયદો
આ સિવાય Zomato, Rapido અને Uber જેવી એપ સેવાઓ પ્રોડક્ટની ડિલિવરી માટે ગૂગલ મેપનો સહારો લે છે. જેને Google Map API કહેવામાં આવે છે. ગૂગલ આ માટે આ એગ્રીગેટર્સ પાસેથી પેમેન્ટ લે છે. જેમાં ગૂગલે મેપ API માટે ફી નક્કી કરી છે. આ સાથે ગૂગલ મેપે ઘણા બિઝનેસ સાથે ભાગીદારી કરી છે. જો તમે લોકેશન સર્ચ કરશો તો તમને કેબનો ઓપ્શન દેખાશે. આ વિકલ્પમાં Uber દેખાશે જેની મદદથી તમે કેબ બુક કરી શકો છો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.