બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Air Conditioner buying tips check rating details
Arohi
Last Updated: 11:19 AM, 13 April 2024
ઉનાળો આવતાની સાથે જ લોકો પોતાના ઘરોમાં AC, કુલર ચાલુ કરીને ગરમીથી રાહત મેળવે છે. ત્યાં જો તમે આ ઉનાળામાં AC ખરીદવાનું વિચારી રહ્યા છો તો જાણી લો કે 5 સ્ટાર અને 3 સ્ટાર રેટિંગ વાળા ACની વચ્ચે શું અંતર છે? આ જાણવું એટલે જરૂરી છે કે AC ખરીદ્યા બાદ પછતાવવું ન પડે.
ADVERTISEMENT
5 સ્ટાર અને 3 સ્ટાર AC વચ્ચે અંતર
ઇન્સ્યુલેશન કોનું સારૂ?
હકીકતે જે 5 સ્ટાર રેટિંગ વાળા AC હોય છે. તેનું ઇન્સ્યુલેશન સારૂ હોય છે જેના કારણે આ ચાલુ કરવા પર વધારે અવાજ નથી કરતું. જ્યારે 3 સ્ટાર રેટિંગ વાળા AC 5 સ્ટારની તુલનામાં વધારે અવાજ કરે છે.
ADVERTISEMENT
કૂલિંગ ક્ષમતા શેમાં વધારે?
વાત જો કૂલિંગ ક્ષમતાની કરવામાં આવે તો 3 સ્ટારના મુકાબલો 5 સ્ટાર રેટિંગ વાળા ACમાં કૂલિંગ ક્ષમતા વધારે થાય છે. એવામાં સારા કંડેનસર લાગેલા હોય છે. જેનાથી આ 3 સ્ટાર રેટિંગ વાળા ACના મુકાબલે ઓછી ગરમી પેદા કરે છે.
કોણ કરી શકે છે વિજળીનું બિલ ઓછુ?
તમારા માટે એ સમજવું જરૂરી છે કે જેટલા વધારે સ્ટાર તેટલું વધારે વિજળીના બિલની બચત થશે. એવામાં જો તમે 3 સ્ટાર AC ખરીદી રહ્યા છો તો આ 5 સ્ટારના મુકાબલે વધારે વિજળી ખર્ચ કરે છે એટલે વિજળીનું બિલ વધારે આવે છે.
વધુ વાંચો: સ્માર્ટફોનમાં કયું ડિસ્પ્લે બેસ્ટ? જાણો LCD, OLED અને AMOLED વચ્ચે શું તફાવત
વીજળીનું બિલ આવશે ઓછુ
જ્યારે 5 સ્ટાર ACને ચલાવવા પર વિજળીનું બિલ 3 સ્ટારના મુકાબલે ઓછુ આવી શકે છે. એવું એટલા માટે પણ થાય છે કારણ કે 3 સ્ટાર AC 5 સ્ટાર રેટિંગ વાળા ACની તુલનામાં રૂમને ઠંડો કરવામાં વધારે મહેનત કરે છે. તેનાથી વિજળીની ખપત વધારે થાય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.