બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / કેવી રીતે અપાય છે CPR? આ રીતે હાર્ટ એટેકથી બચાવો કોઇકનો જીવ, જાણો પદ્ધતિ

લાઇફસ્ટાઇલ / કેવી રીતે અપાય છે CPR? આ રીતે હાર્ટ એટેકથી બચાવો કોઇકનો જીવ, જાણો પદ્ધતિ

Last Updated: 04:48 PM, 2 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્ટ એટેક હવે ગમે ત્યારે ગમે તે વ્યક્તિને આવી રહ્યા છે. જેમાં લોકોના જીવ પણ જઈ રહ્યા છે. પણ અનેક સ્ટડી એવું દર્શાવે છે કે, યોગ્ય સમયે CPR આપી દર્દીને હોસ્પિટલ પહોચાડવામાં આવે તો તેનો જીવ બચી શકે છે.

હાર્ટ એટેકના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. હાર્ટ એટેકના કિસ્સામાં, સમયસર સારવાર મેળવીને દર્દીનો જીવ બચાવી શકાય છે. હાર્ટ એટેકમાં CPR ખૂબ જ અસરકારક ટેકનિક માનવામાં આવે છે. આપણે અહીંયા ખું ઓછા લોકો CPR કેવી રીતે આપવું તે વિશે જાણે છે, પરંતુ વિદેશમાં, શાળાઓમાં CPR આપવાની તાલીમ આપવામાં આવે છે. હાર્ટ એટેક આવે ત્યારે CPR આપવાથી દર્દી થોડા સમય માટે શ્વાસ લઈ શકે છે. ત્યાર બાદ દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવો પડે છે. જ્યાં યોગ્ય તબીબી સારવારથી જીવન બચાવી શકાય છે. CPR બે રીતે આપવામાં આવે છે, એક હાથેથી અને બીજી મોંથી. ચાલો જાણીએ કે CPR આપવાની સાચી રીત કઈ છે. હાર્ટ એટેક આવે ત્યારે CPR દ્વારા દર્દીનો જીવ કેવી રીતે બચાવી શકાય છે તે વિશે.

  • શું છે CPR?
    કાર્ડિયાક અરેસ્ટ અથવા હાર્ટ એટેકના કિસ્સામાં દર્દીનો જીવ બચાવવા માટે CPR અથવા કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન ટેકનિકનો ઉપયોગ થાય છે. જ્યારે હૃદય અચાનક લોહી પંપ કરવાનું બંધ કરી દે છે ત્યારે તેને CPR દ્વારા ફરી શરૂ કરી શકાય છે. CPR એક એવી ટેકનિક છે જે કોઈપણ શીખી શકે છે. CPRમાં ચેસ્ટ કમ્પ્રેશન સૌથી મહત્વનું હોય છે કારણ કે તે હૃદય સામાન્ય ન થાય ત્યાં સુધી શરીરના અન્ય ભાગોમાં બ્લડ સર્ક્યુલેશન સુનિશ્ચિત કરે છે. તો શ્વાસ આપનાર CPR દ્વારા તમે કાર્ડિયાક અરેસ્ટથી પીડાતા દર્દીને ઓક્સિજન આપી શકો છો.
  • CPR ક્યારે જરૂરી?
  1. જો કોઈ વ્યક્તિ અચાનક પડી જાય
  2. પીડિત જવાબ ન આપી શકતો હોય
  3. પીડિત શ્વાસ લેવામાં અસમર્થ હોય
  4. તેની નાડી ધબકતી ન હોય
  5. જ્યારે હૃદયરોગનો હુમલો આવે


app promo4
  • CPRના પ્રકાર કેટલા?

CPR બે રીતે આપી શકાય છે. હેન્ડ સીપીઆર અને માઉથ સીપીઆર. હેન્ડ CPRમાં તમે તમારા હાથની હથેળીઓથી દર્દીની છાતી દબાવો છો. મોઢાના CPR માં, દર્દીને મોં દ્વારા ઓક્સિજન આપવામાં આવે છે.

  • CPR કેવી રીતે કરાય છે?
    હાથની CPR કરવા માટે પહેલા તમારા ડાબા હાથને આગળ સીધો કરો. હવે તમારા જમણા હાથને તેના પર રાખો અને જમણા હાથની આંગળીઓને અંદરની તરફ ફેરવીને બંધ કરો. હવે તમારા હથેળીઓનો ઉપયોગ કરીને દર્દીની છાતીના મધ્ય ભાગ પર ઝડપી અને ધીમે ધીમે પ્રેશર આપો. તમારે આ 100 થી 120 વખત કરવું પડશે. તમારે આ સતત રિધમ સાથે કરવાનું રહે છે.

વધુ વાંચો : યુવાનોમાં હાર્ટ એટેક આવવાના મુખ્ય ત્રણ કારણ, જાણી લેશો તો બચી જશે જીવ

ચેસ્ટ કમ્પ્રેશન બાદ ઊભા રહો અને દર્દીને મોઢાથી CPR આપવાનો પ્રયાસ કરો. તમારે દર્દીને 30 સેકન્ડ સુધી અટક્યા વગર શ્વાસ આપવો પડશે. સ્ટડી દર્શાવે છે કે જો દર્દીને કાર્ડિયાક અરેસ્ટના 5 મિનિટની અંદર યોગ્ય CPR આપવામાં આવે અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવે તો તેનો જીવ બચી શકે છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Heart Attack Cardiac Arrest CPR
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ