બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / health five amazing benefits of basil seeds sabja beej fayde

હેલ્ધી ટિપ્સ / ગુણોનો ખજાનો છે આ નાના કાળા બીજ, માત્ર એક-બે નહીં, અનેક બીમારીઓથી આપશે રાહત

Vikram Mehta

Last Updated: 09:39 AM, 25 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેક લોકો આ બીજને ચિયા સીડ્સ સમજે છે, પરંતુ આ બીજ ચિયા સીડ્સ કરતા તદ્દન અલગ છે. આ બીજ તુલસીની પ્રજાતિના એક છોડમાંથી મળે છે.

  • આ બીજ ચિયા સીડ્સ કરતા તદ્દન અલગ છે
  • પ્રોટીન, કાર્બ્સ અને જરૂરી ફેટથી ભરપૂર આ સીડ્સ આરોગ્ય માટે વરદાનરૂપ છે
  • ડાયાબિટીસ કંટ્રોલ કરવાની સાથે ગરમીથી રાહત આપે છે

આપણી આસપાસ અનેક એવી વસ્તુઓ હોય છે, જે આરોગ્ય માટે વરદાનરૂપ સાબિત થાય છે. આ વસ્તુઓ વિશે ખબર ના હોવાને કારણે લોકો તે વસ્તુનો ઉપયોગ કરી શકતા નથી. અહીંયા બેસિલ સીડ્સ વિશે વાત કરવામાં આવી રહી છે જેને તકમરિયા પણ કહેવામાં આવે છે. અનેક લોકો આ બીજને ચિયા સીડ્સ સમજે છે, પરંતુ આ બીજ ચિયા સીડ્સ કરતા તદ્દન અલગ છે. આ બીજ તુલસીની પ્રજાતિના એક છોડમાંથી મળે છે. જે પ્રોટીન, કાર્બ્સ અને જરૂરી ફેટ તથા ફાઈબરથી ભરપૂર હોય છે. જે ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને ત્વચા માટે પણ લાભદાયી છે. અહીંયા અમે તમને બેસિલ સીડ્સના ફાયદા વિશે જણાવી રહ્યા છીએ. 

બ્લડ શુગર કંટ્રોલ કરે છે
બેસિલ સીડ્સ ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનરૂપ છે. જે બ્લડ શુગર કંટ્રોલ કરે છે, મેટાબોલિઝમ સ્લો કરે છે અને કાર્બોહાઈડ્રેટને ગ્લુકોઝમાં પરિવર્તિત થતા દેતા નથી. એક ગ્લાસ દૂધમાં પલાળેલા બેસિલ સીડ્સ નાખીને તેનું સેવન કરવાથી લાભ થાય છે. 

એસિડિટી અને હાર્ટબર્ન માટે ફાયદાકારક
સબ્જા બીજ પેટની બળતરા શાંત કરે છે અને શરીરમાંથી વિષાક્ત પદાર્થ દૂર છે. જે શરીરમાં HCLની એસિડક અસરને દૂર કરીને રાહત પ્રદાન કરે છે. 

કબજિયાત અને સોજાથી રાહત
સબ્જા બીજ પ્રાકૃતિક રૂપે શરીરને ડેટોક્સ કરવાનું કામ કરે છે અને એક્સક્રીશન નિયંત્રિત કરે છે. જો તમને પણ કબજિયાતની સમસ્યા છે, તો દરરોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં સબ્જા બીજ મેળવીને તેનું સેવન કરવાથી લાભ થાય છે. ઉપરાંત ગેસથી રાહત મળે છે અને પાચનમાં સહાયક છે. 

વજન ઓછું કરવામાં લાભદાયી
સબ્જા બીજમાં ભરપૂર માજ્ઞા અલ્ફા લિનોલેનિક એસિડ હોય છે, જે શરીરમાં ફેટ બર્ન કરનાર મેટાબોલિઝમમાં વૃદ્ધિ કરે છે. આ બીજ ફાઈબરથી ભરપૂર હોય છે, જેથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહેતા વારંવાર ભૂખ લાગતી નથી. ભૂખ નિયંત્રિત કરવા માટે એક વાટકી દહીંમા આ બીજ મિશ્ર કરીને અથા સલાડમાં છાંટીને તેનું નાશ્તા તરીકે સેવન કરી શકો છો. 

શરીરની ગરમી ઓછી કરે છે
થાઈલેન્ડ જેવા દેશોમાં ગરમીથી રાહત મેળવવા માટેના ડ્રિંક બનાવવા માટે આ બીજનો ઉપયોગ કરવામાં આવે છે. આ ડ્રિંક ધોમધખતી ગરમીમાં ઠંડક પ્રદાન કરે છે. આ કારણોસર શરીરની ગરમી દૂર કરવા માટે લીંબુ પાણી, શરબત અથવા મિલ્કશેકમાં આ બીજ મિશ્ર કરીને તેનું સેવન કરવામાં આવે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

સંકળાયેલા મુદ્દાઓ

Sabja Seeds basil seeds basil seeds benefits benefits of basil seeds health news in Gujarati sabja ke beej ke fayde બેસિલ સીડ્સના ફાયદા સબ્જા બીજના ફાયદા Health News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ