બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વજન ખૂબ જ ઝડપથી ઘટતું હોય તો ન કરતા ઈગ્નોર! આ કેન્સરનું સૌથી મોટું લક્ષણ

photo-story

6 ફોટો ગેલેરી

હેલ્થ / વજન ખૂબ જ ઝડપથી ઘટતું હોય તો ન કરતા ઈગ્નોર! આ કેન્સરનું સૌથી મોટું લક્ષણ

Last Updated: 10:23 PM, 1 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શું તમે જાણો છો કે, જ્યારે બોડીમાં કેન્સરની શરૂઆત થાય ત્યારે વજન પર તેની અસર પડે છે? આથી જો કોઈ કારણ વગર વજન ઘટી રહ્યું હોય તો તમારે ચેતી જવાની જરૂર છે. અને તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

1/6

photoStories-logo

1. વજન ઘટાડો

શરીરનું વજન સીધું આપણા સ્વાસ્થ્ય વિશે દર્શાવે છે. વજન વધવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધે છે. તો વજન ઘટાડો વધુ ચિંતાજનક સાબિત થાય છે. જો વજન અચાનક ઘટવા લાગે તો તે કેન્સર જેવી ખતરનાક બીમારીનો સંકેત પણ હોઈ શકે છે. વજન ઘટતી વખતે ક્યારે સાવધાન રહેવું જોઈએ, ચાલો તે વિશે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ક્યારે રહેવું સાવધાન ?

કંઈ એફર્ટ કર્યા વજન વજન ઘટવું તે શરીરમાં ગંભીર બીમારી સૂચવે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર,જો તમે 6 થી 12 મહિનામાં 5% થી વધુ વજન ઘટે છે તો તે તમારા સ્વાસ્થ્ય માટે ચેતવણી હોય છે. આ પ્રકારનું વજન ઘટવું ઘણીવાર કેન્સરના શરૂઆતના લક્ષણો પહેલાં દેખાય છે. તેને અવોઈડ કરવુ જોઈએ નહીં. આ અંગે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કેમ ઘટે છે કેન્સરમાં વજન?

કેન્સર શરીરના મેટાબોલિઝ્મમાં વિક્ષેપ પાડે છે, જેને 'કેન્સર કેચેક્સિયા' કહેવાય છે. આ સ્થિતિમાં શરીર ચરબી અને સ્નાયુઓને બ્રેકડાઉન કરવાનુંશરૂ કરે છે. જેનાથી શરીરનું વજન ઘટવા લાગે છે. જેમાં વ્યક્તિ નબળાઈ અનુભવવા લાગે છે. સામાન્ય ખોરાક લેવા છતાં પણ સ્થિતિ વધુ ખરાબ થાય છે. એક સ્ટડી મુજબ 40 ટકા કેન્સરના દર્દીઓમાં કોઈ પણ કારણ વગર વજન ઘટાડવું એ એક લક્ષણ હોવાનું જાણવા મળ્યું હતું. આ સ્થિતિ ખાસ કરીને સ્વાદુપિંડ, પેટ, ફેફસાં અને અન્નનળીના કેન્સરમાં જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ભૂખને પણ કરે છે અસર

જો તમને કોઈ કારણ વગર ખાવાનું મન ન થાય, અથવા તમારી ભૂખ ઘટી જાય તો તેને અવગણવું જોઈએ નહીં. કેન્સર શરીર ફૂડ પ્રોસેસ કરવાની રીતને અસર કરી શકે છે. આ સમસ્યા ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ, પેટ, સ્વાદુપિંડ અને આંતરડાના કેન્સરમાં જોવા મળે છે. જેના કારણે લોકો અજાણતાં જ ખોરાક લેવાનું ઓછું કરી દે છે. હોર્મોન સંબંધિત કેન્સર જેમ કે અમુક પ્રકારના લ્યુકેમિયા અથવા લિમ્ફોમા પણ શરીરમાં વ્યાપક સોજા પેદા કરી શકે છે. આ સોજા શરીરમાં મેટાબોલિઝ્મને ઝડપી બનાવી શકે છે અને ભૂખને દબાવી શકે છે. જેના કારણે શરીરનું વજન ઘટવા લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. આવી સ્થિતિ કેટલી ખતરનાક ?

બ્લડ કેન્સરથી પીડિત દર્દીઓમાં વજન ઘટવાનું જીવમાં આવ્યું છે. જોકે, વજન ઘટતી વખતે તેમને કોઈ પણ પ્રકારનો દુખાવો કે અન્ય કોઈ લક્ષણોનો અનુભવ થતો નથી. આ સ્થિતિમાં વજન ઘટવું એ કેન્સરના શરૂઆતના સંકેતોમાંનું એક બની જાય છે. અનેક સ્ટડી દર્શાવે છે કે જો વજન ઘટાડા સાથે થાક, ભૂખ ઓછી લાગવી અથવા સતત બેચેની જેવા અન્ય લક્ષણો પણ દેખાય તો આ કેન્સરના જોખમના સંકેતો હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. Disclaimer

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Cancer Disease Weight Loss
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ