બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / આરોગ્ય / health disadvantages of sitting at one place for a long time

Health Tips / એક જ જગ્યાએ લાંબા સમય સુધી બેસી રહેવું સ્વાસ્થ્ય માટે વધુ નુકસાનકારક! બ્રેક લેતા રહેજો નહીં તો...

Bijal Vyas

Last Updated: 07:47 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધતા ભેજને કારણે આંખમાં ઇન્ફેક્શન ઝડપથી ફેલાઈ રહ્યુ છે. જો કે યોગ્ય કાળજી અને સાવચેતી રાખવાથી તમે વરસાદની મોસમમાં તમારી આંખોને ઇન્ફેક્શનથી સુરક્ષિત રાખી શકો છો.

  • લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવાથી હાર્ટ નેલગતા રોગનો ખતરો વધે છે
  • દર કલાકે ઓછામાં ઓછા 5-10 મિનિટ માટે ઉઠવું જોઇએ
  • લાંબા સમય સુધી બેસી રહેવાથી ડીપ વેઈન થ્રોમ્બોસિસ (DVT) થવાની શક્યતા વધી જાય છે

Health Tips: આજકાલ લોકો કામના પ્રેશરને કારણે ઘણા કલાકો સુધી એક જગ્યાએ બેસી રહે છે. આ રીતે, તમે કામ તો કરી લો છો, પરંતુ લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવાથી હૃદય રોગનો ખતરો વધી જાય છે. એક અભ્યાસમાં સામે આવ્યું છે કે, લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવાથી કાર્ડિયોવેસ્ક્યુલર રોગનો ખતરો વધી જાય છે.

એક્સપર્ટ કહે છે કે, તમારે દર કલાકે ઓછામાં ઓછા 5-10 મિનિટ માટે ઉઠવું અને તમારા સ્નાયુઓને સ્ટ્રેચ કરવા જોઈએ. જો તમે લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેશો તો તમને હ્રદય રોગની સાથે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ, એક જ જગ્યાએ સતત બેસી રહેવાથી સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે છે.

Topic | VTV Gujarati

એથેરોસ્ક્લેરોસિસનો ખતરો
એથેરોસ્ક્લેરોસિસ તમારા શરીરની નસોને સંકોચે છે, જેના કારણે નસોમાં લોહીનો પ્રવાહ બંધ થઈ જાય છે. તેને એથરોસ્ક્લેરોટિક કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ પણ કહેવામાં આવે છે જેના કારણે હાર્ટ એટેક, સ્ટ્રોક અને પેરિફેરલ વેસ્ક્યુલર ડિસીઝ જેવી બીમારીઓનું જોખમ રહેલું છે.

ડીપ વેન થ્રામ્બોસિસ
લાંબા સમય સુધી બેસી રહેવાથી ડીપ વેઈન થ્રોમ્બોસિસ (DVT) થવાની શક્યતા વધી જાય છે. ડીપ વેઈન થ્રોમ્બોસિસ એક બ્લડ ક્લોટ છે જે શરીરની ઊંડી નસમાં બને છે. મોટાભાગના કિસ્સાઓમાં, આ ક્લોટનું પગ અથવા જાંઘમાં રચાય છે. જો ડીપ વેઈન થ્રોમ્બોસિસમાં બનેલો ક્લોટ  પોતાની જગ્યાએથી હલી જાય છે, તો તે ફેફસાને નુકસાન પહોંચાડે છે.

હાઇ બ્લડ પ્રેશર
લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવાથી બ્લડપ્રેશર વધે છે. શારીરિક પ્રવૃત્તિના અભાવ અને રક્ત પરિભ્રમણના અભાવને કારણે, હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા બની જાય છે. હાર્ટ એટેકનું આ મુખ્ય કારણ છે. તેથી દરરોજ વ્યાયામ કરો અને પ્રયાસ કરો કે એક જગ્યાએ વધુ સમય સુધી બેસી ન રહો, વચ્ચે ચાલો. આનાથી બ્લડ પ્રેશર વધશે નહીં સાથે જ હૃદય રોગનું જોખમ પણ ઘટશે.

યુવાનોએ દિનચર્યા બદલવાની જરૂર! દર ચોથો યુવક છે બ્લડ પ્રેશરનો શિકાર, જાણો  બચવાના ઉપાય | World Hypertension Day 2023 know how to control high blood  pressure without medication

મેદસ્વીતાનો ખતરો
લાંબા સમય સુધી બેસી રહેવાથી ઓછી કેલરી બર્ન થાય છે. જેના કારણે વજન વધી શકે છે. વધુ વજન હોવાને કારણે હૃદય પર વધુ દબાણ આવે છે. આ સાથે, ઉચ્ચ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસનું જોખમ પણ છે. તેથી, નિયમિત વ્યાયામ અને સતત બેસવાનું ઇન્ટરવેલને ઘટાડીને, તમે વજનને નિયંત્રણમાં રાખી શકો છો, જેના કારણે તમે ઘણી બીમારીઓથી બચી શકો છો.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ