બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / health benefits of poha

Health Tips / સવારના નાસ્તામાં આજથી જ શરૂ કરો પૌવા, થશે આટલા ફાયદા

Kavan

Last Updated: 02:59 PM, 19 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સવારના નાસ્તાને ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે ખાસ કરીને ગુજરાતીઓ પૌવા ખાવાના ખાસ ચાહક હોય છે. જો કે, પૌવા એક એવો નાસ્તો છે જે સમગ્ર ભારતમાં ખૂબ જ ખવાય છે. જે લોકો ડાયટિંગ કરે છે એમના માટે પૌંવા સવારે નાસ્તામાં ખૂબ જ ફાયદાકારક છે એને ખાવાથી ક્યારેય પણ પેટ બહાર આવતું નથી. પૌંવામાં ખૂબ જ પ્રમાણમાં વિટામીન મિનરલ અને એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે.

  • સવારનો નાસ્તો છે ગુણકારી 
  • પૌવા ખાવાથી થાય છે ફાયદો 
  • જાણો પૌવા ખાવાના ફાયદા

નોંધનીય છે કે, પૌંવા તમે તમારી મરજી મુજબ બનાવી શકો છો. તમે ઇચ્છો તો તેમા કેટલાક લીલા શાક મિક્સ કરીને એને વધારે ટેસ્ટી અને હેલ્ધી બનાવી શકો છો. પૌંહાને નાસ્તામાં ખાવાથી લોહીની કમી દૂર થાય છે શરીરને એનર્જી મળે છે અને ડાયાબિટીસની બિમારી પણ દૂર કરે છે. નાસ્તામાં પૌંવા ખાવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને પેટ ભારે પણ લાગશે નહીં. 

પૌંવા ખાવાથી સ્વાસ્થયને મળતા લાભ

એનર્જીથી પણ ભરપૂર

તમારો બ્રેકફાસ્ટ હેલ્ધી હોવો જોઇએ એટલા માટે પૌંવા એક સારો વિકલ્પ છે. એને બ્રેકફાસ્ટમાં ખાવાથી તમને દિવસભર કામ કરવા માટે એનર્જી મળે છે. આટલું જ નહીં તમે એને લંચ ટાઇમમાં પણ ખાઇ શકો છો. 

આયરનની ઉણપ

તમારા શરીરમાં જો આયરનની ખામી છે તો પૌંહા ખાવાથી એને દૂર કરી શકાય છે. પૌંહામાં ખૂબ જ પ્રમાણમાં આયરન હોય છે. એને ગર્ભવતી મહિલા અને નાના બાળકોએ જરૂરથી ખાવા જોઇએ. જેનાથી એના શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધી શકે. 

યોગ્ય પ્રમાણમાં હેલ્ઘી કાર્બોહાઇડ્રેટ્સ 

સવારે નાસ્તામાં શરીરને કાર્બોહાઇડ્રેટ્સ આપવા માટે પૌંવાનું સેવન કરવામાં આવી શકે છે. જો શરીરને જરૂર પૂરતું કાર્બોહાઇડ્રેટ્સ પ્રાપ્ત થતું નથી તો શરીરમાં થાક રહે છે. કાર્બોહાઇડ્રેટ્સથી શરીરમાં એનર્જી આવે છે એટલા માટે સવારે એક પ્લેટ પૌંવા જરૂરથી ખાવા જોઇએ. 

ડાયાબિટીસના દર્દીઓ માટે

જો લોકોને ડાયાબિટીસ છે એમના માટે પૌંવાનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. એને ખાવાથી પેટ લાંબો સમય સુધી ભરેલું રહે છે. એનાથી બીપી પણ કંટ્રોલમાં રહે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Experts Health Tips Health News Health Tips In Gujarati Poha health tips પૌવા પૌવા ખાવાના ફાયદા Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ