બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / Has Dawood Ibrahim Been Poisoned in Pakistan?

પાકિસ્તાન / દાઉદ ઈબ્રાઈમના મોતની ખોટી ખબર કોણે અને કેમ ફેલાવી? ખુલી ગયું તેનું પણ રહસ્ય, ઈરાદો ખતરનાક

Hiralal

Last Updated: 09:25 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાક.ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ ભારતના મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાઈમના મરવાની ખબર જાણી-જોઈને ફેલાવી હતી જેથી કરીને દુનિયાની નજરમાં તે મરેલો ગણાય.

  • પાક.ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ ફેલાવી હતી દાઉદ ઈબ્રાઈમના મોતની ખબર
  • જેથી કરીને દુનિયાને લાગે કે દાઉદ ઈબ્રાઈમ મરી ગયો છે
  • ભારતીય ગુપ્તચર એજન્સીઓના ખુલાસાથી હડકંપ  મચ્યો 

ભારતના મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાઈમના મોતની ખબર ખોટી હતી અને તે જાણીજોઈને ફેલાવાઈ હતી તેવો ખુલાસો થતાં હડકંપ મચ્યો છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓના સૂત્રોએ એવું જણાવ્યું કે દુનિયાની નજરમા દાઉદ મરેલો ગણાય એટલે પાક.ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ દાઉદના મોતની ખબર જાણીજોઈને ફેલાવી હતી. ખોટી ખબર ફેલાવવાનો હેતુ દાઉદની સુરક્ષા કરવાનો હતો. 

પાકિસ્તાન કદી પણ દાઉદની સાચ વાત જાહેર નથી કરતું
દાઉદ મામલે પાકિસ્તાનની સ્થિતિ સ્પસ્ટ છે. પાકિસ્તાન જીવે ત્યાં સુધી દાઉદને છુપાવી રાખવા માગે છે અને તેની કોઈ પણ સાચી માહિતી જાહેર કરતું નથી હા જરુર પડે તો મોતની ખોટી ખબર જાહેર કરતાં પણ અચકાતું નથી અને ફરી એક વાર પાકિસ્તાને આવું જ કર્યું છે. 

શું બીમારી છે દાઉદ ઈબ્રાઈમને 
ભારતના મોસ્ટ વોન્ટેડ અને 1993ના મુંબઈ બોંબ બ્લાસ્ટના આરોપી દાઉદ ઈબ્રાઈમના મોતની ખબર સોશિયલ મીડિયામાં છવાઈ છે. દાવો હતો કે દાઉદને કોઈએ ઝેર આપીને મારી નાખ્યો છે જોકે આ અફવા નીકળી હતી. ફેક ન્યૂઝના બીજા દિવસે ભારતમાં રહેતા તેના બે ભાણીયાએ દાઉદના હોસ્પિટલમાં રહેવાનું કારણ આપ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દાઉદના બે ભાણિયા અલીશાહ પારકર અને સાજિદ વાગલેએ એવું કહ્યું કે દાઉદ આજકાલ બીમાર છે. હાઇપર ટેન્શન, બ્લડ પ્રેશર અને કિડનીની સમસ્યાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કરાંચીની હોસ્પિટલમાં દાખલ છે તે વાત સાચી નીકળી
દાઉદ ઈબ્રાઈમ બીમારીઓને કારણે કરાંચીની હોસ્પિટલમાં દાખલ છે તે વાત સાચી નીકળી છે પરંતુ તેના મોતની ખબર ખોટી છે. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. દાઉદને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદથી જ તેની સુરક્ષા પહેલાની સરખામણીમાં કડક કરી દેવામાં આવી છે. તે જ્યાં હાજર છે તે હોસ્પિટલના ફ્લોર પર તેના નજીકના સંબંધીઓ અને ડોકટરો સિવાય કોઈને પણ મંજૂરી નથી. જે રીતે અજ્ઞાત લોકો હવે એક પછી એક પાકિસ્તાનમાં આતંકીઓને નિશાન બનાવી રહ્યા છે, તે બાદ પાકિસ્તાની એજન્સીઓએ દાઉદનું સુરક્ષા વર્તુળ કડક કરી દીધું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ