બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:58 AM, 14 April 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણાના પ્રવાસે છે. હિસારમાં તેમણે એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે. અહીં તેમણે કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું અને કહ્યું કે, ''કોંગ્રેસે વોટ બેંકનો વાયરસ ફેલાવ્યો છે'' વકફ એક્ટ પર બોલતા તેમણે કહ્યું કે. ''તે કોંગ્રેસ પાર્ટીથી ફક્ત મુસ્લિમોને નુકસાન પહોંચ્યું છે'' તેમણે કહ્યું કે, ''વકફના નામે ગરીબોની લૂંટ હવે બંધ થવા જઈ રહી છે''
ADVERTISEMENT
The inauguration of Hisar Airport marks a significant milestone in Haryana's development journey. It will boost regional connectivity and catalyse economic growth across the state. https://t.co/8DtkTWUEXD
— Narendra Modi (@narendramodi) April 14, 2025
''કોંગ્રેસની તુષ્ટિકરણ નીતિને કારણે મુસ્લિમ સમુદાયને નુકસાન થયું''
ADVERTISEMENT
PM મોદીએ કહ્યું કે, ''કોંગ્રેસની નીતિઓને કારણે SC-ST સમુદાય સૌથી વધુ પ્રભાવિત થયો છે, કોંગ્રેસે SC-ST-OBC ને બીજા વર્ગના નાગરિક બનાવ્યા'' તેમણે કહ્યું કે, ''કોંગ્રેસની તુષ્ટિકરણ નીતિને કારણે મુસ્લિમ સમુદાયને પણ મોટું નુકસાન થયું છે. કોંગ્રેસે કેટલાક કટ્ટરપંથીઓને ખુશ કર્યા છે અને સમાજનો બાકીના ભાગને દુ:ખી, અશિક્ષિત અને ગરીબ રાખ્યા છે. કોંગ્રેસની આ નીતિનો સૌથી મોટો પુરાવો વકફ એક્ટ છે''
#WATCH हिसार, हरियाणा: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "कांग्रेस की तुष्टीकरण की राजनीति ने मुस्लिम समुदाय को कोई फायदा नहीं पहुंचाया, बल्कि उन्हें नुकसान ही पहुंचाया। कांग्रेस ने सिर्फ कुछ कट्टरपंथियों को खुश करने का विकल्प चुना। बाकी समाज बेहाल रहा, अशिक्षित रहा, गरीब रहा।… pic.twitter.com/WQLFsJ7Rli
— ANI_HindiNews (@AHindinews) April 14, 2025
ADVERTISEMENT
''કોંગ્રેસે વોટ બેંકની રાજનીતિ માટે 2013માં સુધારો કર્યો''
તેમણે કહ્યું કે, ''વકફ એક્ટ 2013 સુધી અમલમાં હતો, પરંતુ ચૂંટણી જીતવા અને વોટ બેંકની રાજનીતિ માટે 2013ના છેલ્લા સત્રમાં કોંગ્રેસે ઉતાવળમાં વકફ એક્ટમાં સુધારો કર્યોહતો, જે આટલા વર્ષોથી અમલમાં હતો. જેથી તેને ચૂંટણીમાં મત મળી શકે, વોટ બેંકને ખુશ કરવા માટે આ કાયદો એવી રીતે બનાવવામાં આવ્યો હતો કે, તેમણે બાબા સાહેબ આંબેડકરના બંધારણની એસી કી તેસી કરી દીધી હતી. આ તેમનું અપમાન છે''.
ADVERTISEMENT
#WATCH हिसार, हरियाणा: प्रधानमंत्री मोदी ने कहा, "...वक्फ के नाम पर लाखों हेक्टेयर जमीन है। अगर वक्फ संपत्तियों का लाभ जरूरतमंदों को दिया जाता तो उन्हें फायदा होता। लेकिन इन संपत्तियों का फायदा भू-माफियाओं को मिला...इस संशोधित वक्फ कानून से गरीबों की लूट बंद होगी। अब नए वक्फ… pic.twitter.com/JxY7z8JRy6
— ANI_HindiNews (@AHindinews) April 14, 2025
આ પણ વાંચો: મેહુલ ચોક્સીએ એવો શું દાંવ રમેલો, કે આજે ભારતની પહોંચથી છે અનેક ગણો દૂર! જાણો
ADVERTISEMENT
''તમે 50 ટકા મુસ્લિમોને ટિકિટ કેમ નથી આપતા?''
PM મોદીએ કહ્યું કે, ''જો કોંગ્રેસને મુસ્લિમો પ્રત્યે થોડી પણ સહાનુભૂતિ હોય તો તેમણે કોઈ મુસ્લિમને પોતાનો પ્રમુખ બનાવવો જોઈએ. તમે કેમ નથી બનાવતા? જો તમે ટિકિટ આપો છો, તો 50% મુસ્લિમોને આપો. જો જીતીને આવશે તો તેમની વાત રજૂ કરી શકશે, પરંતુ આ નથી કરવું. કોંગ્રેસ પાસે આપવા માટે કંઈ નથી, પરંતુ તેમણે દેશના નાગરિકોના અધિકારો છીનવી લેવા છે'' વધુમાં કહ્યું કે, ''તેમનો હેતુ ક્યારેય કોઈનું ભલું કરવાનો હોતો નથી. દેશભરમાં વકફના નામે લાખો હેક્ટર જમીન છે. આ ભૂમિ ગરીબ, લાચાર મહિલાઓ અને બાળકોને લાભ આપતી હોવી જોઈતી હતી. જો તેનો ઉપયોગ પ્રામાણિક પણે થયો હોત તો આજે મારા મુસ્લિમ યુવાનોને સાયકલના પંચર રિપેર કરવામાં પોતાનું જીવન વિતાવવું ન પડત''
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.