બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મેહુલ ચોક્સીએ એવો શું દાંવ રમેલો, કે આજે ભારતની પહોંચથી છે અનેક ગણો દૂર! જાણો

કૌભાંડી / મેહુલ ચોક્સીએ એવો શું દાંવ રમેલો, કે આજે ભારતની પહોંચથી છે અનેક ગણો દૂર! જાણો

Last Updated: 09:58 AM, 14 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હીરા ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી હાલમાં બેલ્જિયમના એન્ટવર્પમાં તેની પત્ની પ્રીતિ ચોક્સી સાથે રહતો હતો. પત્ની પ્રીતિ બેલ્જિયમની નાગરિક છે

ભાગેડુ હીરા ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીએ ભારતમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. ભારતમાંથી ભાગી ગયા પછી, તે પહેલા એન્ટિગુઆ ગયો હતો. ત્યાંથી તેનેએક નવી જગ્યા મળી ગઈ હતી. જે હતી બેલ્જિયમ. હા, મેહુલ ચોક્સી હાલમાં બેલ્જિયમમાં છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે બેલ્જિયમની નાગરિકતા પણ લઈ લીધી હતી. બેલ્જિયમે પોતે જ તેમના ત્યાં રોકાણની પુષ્ટિ કરી હતી. હવે પ્રશ્ન એ છે કે મેહુલ ચોક્સીને બેલ્જિયમની નાગરિકતા મળવી એ ભારતના પ્રયાસોને કેવી રીતે આંચકો આપી શકે છે? શું મેહુલ ચોક્સીને વધુ સ્વતંત્રતા મળી, શું તેને ભારત આવવાથી બચવા માટે વધુ રસ્તા મળ્યા હતા? જો કે, તે આખરે તો ભારતના સંકજામાં આવી જ ગયો છે

Mehul-Choksi-arrested

બેલ્જિયમના એન્ટવર્પમાં રહેતો હતો મેહુલ ચોક્સી

હીરા ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી હાલમાં બેલ્જિયમના એન્ટવર્પમાં તેની પત્ની પ્રીતિ ચોક્સી સાથે રહતો હતો. પત્ની પ્રીતિ બેલ્જિયમની નાગરિક છે અને મેહુલ ચોક્સીને ત્યાં 'એફ રેસીડેન્સી કાર્ડ' પણ મળ્યું હતું. બેલ્જિયમના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડેવિડ જોર્ડને પોતે પુષ્ટિ કરી હતી કે, તેઓ મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં હાજરીથી વાકેફ છે. તે આ મામલાને ખૂબ જ કાળજીપૂર્વક જોઈ રહ્યો હતા. જોકે, બેલ્જિયમે કહ્યું કે તે આ બાબતે કોઈ વ્યક્તિગત ટિપ્પણી કરશે નહીં. ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસી પંજાબ નેશનલ બેંક લોન છેતરપિંડી કેસમાં ભારતનો મોસ્ટ વોન્ટેડ છે.

મેહુલ ચોક્સીનો માસ્ટર માઈન્ડ પ્લાન!

ભારતના ચુંગાલમાંથી છટકી જવા માટે મેહુલ ચોક્સીએ ચાલાક મનનો ઉપયોગ કર્યો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે મેહુલ ચોક્સી પ્રત્યાર્પણ કેસને વધુ જટિલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મેહુલ ચોક્સી સ્વિટ્ઝર્લૅન્ડ જવાની યોજના બનાવી રહ્યો હોવાના અહેવાલ પણ સામે આવ્યા હતા. જે પાછળનું કારણ જાણીતી કેન્સર હોસ્પિટલ, હિર્સલેન્ડન ક્લિનિક આરાઉમાં સારવાર હોવાનું કહેવાયમાં આવ્યું હતું. જેમાં મેહુલ ચોક્સી માનવતાવાદી આધારોને વાજબી ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, હવે એ પ્રશ્ન પણ ઊભો થઈ રહ્યો છે કે શું મેહુલ ચોક્સીને ખરેખર કેન્સર છે?

મેહુલ ચોકસી નકલી દસ્તાવેજોથી બેલ્જિયમ ગયો હતો ?

સૂત્રોએ જણાવ્યું હતું કે મેહુલ ચોકસીએ બેલ્જિયમની નાગરિકતા મેળવવા માટે ભ્રામક અને નકલી દસ્તાવેજો રજૂ કર્યા હોવાનો આરોપ છે . જેમાં ખોટી ઘોષણા અને બનાવટી દસ્તાવેજોનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે તેમણે પોતાની ભારતીય અને એન્ટિગુઆ નાગરિકતા જાહેર કરી નથી. તમને જણાવી દઈએ કે જ્યારે ભારત તેને એન્ટિગુઆમાંથી બહાર કાઢવાનું હતું, ત્યારે તેણે બેલ્જિયમની યુક્તિ બનાવી હતી.

આ પણ વાંચો: શું હોય છે આ GPS સ્પૂફિંગ? જેનો ભારતીય વાયુસેનાના વિમાન પર કરાયો ઉપયોગ

બેલ્જિયમમાં મેહુલ ચોક્સીની ધરપકડ

મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. ભારતીય સુરક્ષા એજન્સીઓની વિનંતી પર ચોક્સીની ધરપકડ કરવામાં આવી છે. વિગતો મુજબ PNB કૌભાંડનો મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને ચોક્સી સારવાર માટે બેલ્જિયમ ગયો હતો. બેલ્જિયમ પોલીસે 11 એપ્રિલે મેહુલ ચોકસીની ધરપકડ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની વિનંતી પર આ ધરપકડ કરવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mehul Choksi PNB scam Enforcement Directorate
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ