બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / haryana medical student refused to leave ukraine with this reason

સલામ / હું જીવતી રહું કે મરી જાવ, પણ યુક્રેન છોડીશ નહીં, સામે મોત હોવા છતાં પણ ભારતની દિકરી માનવતા ન ભૂલી

Pravin

Last Updated: 02:48 PM, 27 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેનમાં ચાલી રહેલા ભીષણ જંગની વચ્ચે ભારતીય નાગરિકો સ્વદેશ પરત ફરી રહ્યા છે, જો કે દેશની એક દિકરીએ સાહસ બતાવ્યું છે, જેના ચારેકોર વખાણ થઈ રહ્યા છે.

  • યુક્રેનમાં ભયંકર માહોલ
  • ભારતીયો આવી રહ્યા છે વતન 
  • આ દિકરીએ સંકટમાં સાથ નહીં છોડવાની વાત કહી

યુક્રેનમાં રશિયાઈ સેનાની બર્બરતા માનવતા પર એક બહું મોટુ સંકટ ઊભુ કરી દીધું છે. તેમાં ભારતીય વિદ્યાર્થીઓ પણ છે, જે ત્યાં ફસાયેલા છે અને ઘરે પાછા ફરવા માગે છે. ભારત સરકાર સતત પોતાના નાગરિકોને ત્યાંથી સહીસલામત પાછા લાવવાની મથામણ કરી રહ્યું છે. પણ તેમાંથી એક ભારતીય વિદ્યાર્થિની છે, જે આ ડર અને ખતરાના માહોલની વચ્ચે પણ માણસાઈનો સાથ છોડવા તૈયાર નથી. યુદ્ધ વચ્ચે ફસાયેલી હરિયાણાની એક મેડિકલ વિદ્યાર્થિનીએ યુક્રેન છોડવાની ના પાડી દીધી છે, જો કે, તેણે અન્ય વિદ્યાર્થીઓની માફક તેને પણ સ્વદેશ પાછા ફરવાનો મોકો મળ્યો હતો.

મકાન માલિક યુદ્ધમાં જોડાયો, પરિવાર રઝળી પડ્યો

ભારતીય વિદ્યાર્થિની યુક્રેનમાં એક ભાડાના મકાનમાં રહે છે.  તેના મકાન માલિક પોતાના દેશની રક્ષા માટે યુક્રેન સેના સાથે મળીને હથિયાર ઉઠાવવાનો નિર્ણય કર્યો હતો. પણ હવે આ જંગમાં પાછળ એક પરિવાર મુકીને ગયા છે, જેમાં તેમની પત્ની અને ત્રણ બાળકો પણ છે. હવે ભારતની આ દિકરી પોતાના મકાન માલિકના પરિવારની દેખરેખની જવાબદારી પોતાની માથે લીધી છે. હરિયાણા ચરખી દાદરી જિલ્લાના એક ટીચરે જણાવ્યું હતું કે, ભારતની મેડિકલ વિદ્યાર્થિનીએ પોતાની માતાને કહ્યું કે, હું જીવતી રહું કે, ન રહું પણ હું આ બાળકોને અને તેની માતાને આવી હાલતમાં છોડીને આવી શકું નહીં. 

નેહાના પિતા સેનામાં હતાં

નેહાના પતિ ભારતીય સેનામાં હતા. બે વર્ષ પહેલા તેણે પોતાના પિતાને ખોઈ દીધા હતા. ગત વર્ષે નેહાએ યુક્રેનમાં અભ્યાસ માટે એડમિશન લીધું હતું. હાલમાં 17 વર્ષિય નેહા પોતાના મકાન માલિકની પત્ની અને ત્રણ બાળકો સાથે એક બંકરમાં છુપાઈને રહે છે. એક રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર નેહાએ પોતાના મિત્રો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, બંકર બહાર બોંબ ધડાકા સંભળાઈ રહ્યા છે, પણ હાલમાં અમે સલામત છીએ.

મકાન માલિકનો સાથ નહીં છોડવાની જીદ

નેહા એમબીબીએસનો અભ્યાસ કરવા માટે કીવ ગઈ હતી. હોસ્ટેલ સુવિધા ન મળવાના કારણે તેણે એક એન્જીનિયરના ઘરમાં રૂમ ભાડે રાખ્યો હતો. નેહાની માતાની દોસ્ત સવિતા જાખરે જણાવ્યું હતું કે, નેહા મકાન માલિકના બાળકો સાથે સારી રીતે હળીમળી ગઈ છે. દેશમાં તણાવ જોતા તેને દેશ છોડવાની સલાહ આપવામાં આવી. નેહાની માતાએ તેને પાછી લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યો. આખરે નેહાને યુક્રેનથી રોમાનિયા આવવાનો મોકો મળ્યો, પણ તેને આવવાની ના પાડી દીધી અને આમ તે આવા ભયંકર માહોલમાં પણ પરિવાર સાથે રહેવાનો નિર્ણય કર્યો.

સાહસની મિસાલ બની ગઈ

તેમણે કહ્યું કે, નેહાનો પરિવાર અને મિત્રો તેને સતત પાછા આવવાનું કહી રહ્યા છે, પણ તે સતત ના પાડી રહી છે. સવિતાએ પોતાની ફેસબુક પોસ્ટમાં નેહાની સ્ટોરી શેર કરી છે. હવે આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. નેહા સાહસની મિસાલ બની ગઈ છે. યુક્રેનમાં યુદ્ધ શરૂ થયાને ચાર દિવસ થઈ ગયા છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ ફક્ત હથિયાર હેઠા મુકવાની ના જ નથી પાડી પણ અમેરિકા તરફથી આપવામા આવેલી ઓફરને પણ લાત મારી દીધી છે. તેઓ ખુદ રશિયાને ટક્કર આપવા માટે નિકળી પડ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ