બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ઘણા સમયથી ભારતીય કુસ્તીસંઘના પૂર્વ પ્રમુખ બૃજભૂષણ શરણસિંહ સામે મહિલા પહેલવાનો મોરચો ખોલ્યો છે. માંગ છે કે યૌન શોષણ કેસમાં બૃજભૂષણ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, સમગ્ર ઘટનાક્રમની વચ્ચે રાહુલ ગાંધી પહેલવાનોને મળવા હરિયાણા સ્થિત દિપક પુનિયાના ગામમાં પહોંચી ગયા હતા.
રાહુલ ગાંધીએ કુસ્તી પહેલવાનોની સમસ્યાઓ જાણી
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ છારા ગામમાં વીરેન્દ્ર અખાડામાં પહેલવાનો સામે મુલાકાત કરી જ્યાં તેમની સાથે બજરંગ પુનિયા પણ હાજર રહ્યા. છારા ગામ દિપક પુનિયાનું ગામ છે જે ઝજ્જર જિલ્લામાં આવે છે દિપક અને બજરંગે આ વીરેન્દ્ર અખાડામાં જ કુસ્તીની શરૂઆત કરી હતી. મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ કસરતો અને કુસ્તી પહેલવાનોના કરિયરમાં આવતી સમસ્યાઓ જાણી હતી. મહત્વનું છે કે આ પહેલા પ્રિયંકા ગાંધી પણ કુસ્તીને અલવિદા કહેનાર સાક્ષીને મળ્યા હતા. કોંગ્રસ નેતાઓ સતત બૃજભૂષણ યૌન શોષણ કેસમાં સરકાર પર હમલાવર છે. કુસ્તી પહેલવાનોના આ વિરોધમાં રાજકીય દાવપેચ પર ખેલાઈ રહ્યો હોવાની ચર્ચાઓ થઈ રહી છે.
#WATCH | Haryana: Congress MP Rahul Gandhi reaches Virender Arya Akhara in Chhara village of Jhajjar district and interacts with wrestlers including Bajrang Poonia. pic.twitter.com/j9ItihwVvP
— ANI (@ANI) December 27, 2023
ADVERTISEMENT
'તાકાતવર'નો ખૂબ ખૂબ આભાર, વિનેશ ફોગાટે માર્યો ટોણો
કુસ્તીના ખેલાડીઓએ એવોર્ડ વાપસીનો ટ્રેન્ડ શરુ કર્યો છે જે દેશ માટે ખૂબ ચિંતાજનક છે. સાક્ષી મલિક, બજરંગ પુનિયા બાદ ગઈકાલ મંગળવારે જ સ્ટાર રેસલર વિનેશ ફોગાટે પણ તેના ખેલ રત્ન-અર્જુન એવોર્ડ પાછા આપવાનું એલાન કર્યું છે. વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પર એક લેખ લખીને તેના એવોર્ડ પાછા આપવાનું જાહેર કર્યું હતું. આ સાથે તેણે એક તાકાતવરને ટોણો પણ માર્યો હતો. વિનેશ ફોગાટે લખ્યું કે "હું મારો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ પરત કરી રહી છું. મને આ સ્થિતિમાં મુકવા બદલ 'તાકાતવર'નો ખૂબ ખૂબ આભાર." આ સાથે વિનેશે પીએમ મોદીને લખેલા પત્રની તસવીર પણ શેર કરી છે. તેણે લખ્યું કે આવા એવોર્ડથી હવે ચિતરી ચઢી રહી છે.
ADVERTISEMENT
#WATCH | Haryana: On Congress MP Rahul Gandhi visits Virender Arya Akhara in Chhara village of Jhajjar district, Wrestler Bajrang Poonia says, "He came to see our wrestling routine...He did wrestling...He came to see the day-to-day activities of a wrestler." pic.twitter.com/vh0aP921I3
— ANI (@ANI) December 27, 2023
ADVERTISEMENT
પીએમ મોદીને લખ્યો પત્ર
વિનેશ ફોગાટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પોતાનો ખેલ રત્ન પરત કરવાની માંગ કરી છે. આ પત્રમાં તેણે લખ્યું છે કે, "માનનીય વડાપ્રધાન, સાક્ષી મલિકે કુસ્તી છોડી દીધી છે અને બજરંગ પુનિયાએ તેમનું પદ્મશ્રી પરત કરી દીધું છે. દેશ માટે ઓલિમ્પિક મેડલ જીતનારા ખેલાડીઓને આ બધું કરવાની ફરજ કેમ પડી? આખો દેશ જાણે છે અને તમે છો. દેશના વડા, તો આ મામલો તમારા સુધી પણ પહોંચ્યો હશે.વડાપ્રધાન, હું તમારા ઘરની દીકરી વિનેશ ફોગટ છું અને છેલ્લા એક સમયથી મારી જે હાલત છે તે તમને જણાવવા માટે આ પત્ર લખી રહ્યો છું.
સાક્ષીની કુસ્તીમાંથી વિદાય, બજરંગ પુનિયાએ પણ એવોર્ડ પાછો આપ્યો
વિનેશ પહેલા બજરંગ પુનિયાએ પણ આવી જ રીતે પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત કર્યો હતો. તે જ સમયે, સાક્ષી મલિક કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી ચૂકી છે.
ADVERTISEMENT
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડીયાના વિવાદમાં એવોર્ડ વાપસી
કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડીયાના વિવાદમાં એવોર્ડ પાછા આવી રહ્યાં છે. સરકારે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડીયાને ભંગ કરી નાખી છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડીયાના પૂર્વ અધ્યક્ષ બ્રજભૂષણ શરણસિંહ સામેના મહિલા પહેલવાનોના યૌન શૌષણના આરોપ બાદ તેમના સાથી સંજયસિંહની રેસલિંગ ફેડરેશનના ચીફ તરીકેની નિયુક્તી અને ત્યાર બાદની હકાલપટ્ટી પરના આખા વિવાદમાં ખેલાડીઓ એવોર્ડ પાછો આપી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.