બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Harsh Sanghvi's big statement on the issue of ISKCON Bridge accident

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ / 'અમારી માટે આ કેસ નોર્મલ નહીં, મોસ્ટ સિરીયસ...', હર્ષ સંઘવીનું ઇસ્કોન બ્રિજ અકસ્માત પર મોટું નિવેદન

Malay

Last Updated: 02:26 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ISKCON Bridge Accident Case: ઇસ્કોન બ્રિજના અકસ્માત મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યું કે, હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે આ કેસ અમારા માટે નોર્મલ કેસ નથી, આ કેસ અમારા માટે મોસ્ટ ઈમ્પોર્ટન્ટ કેસ છે.

 

  • અમદાવાદ અકસ્માત અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
  • પોલીસ આ ઘટનામાં કડકથી કડક કાર્યવાહી કરશેઃ હર્ષ સંઘવી
  • 'આરોપીઓને કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં'

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બુધવારે રાત્રે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં નવ નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃતકોના પરિવારજનોની આંખોના આંસુ સુકાતા નથી. આ કપરી ઘડીએ તેઓ દુ:ખની આફત સામે વિચારમગ્ન થઈ અને સતત દીકરાનું વિલાપ કરી રહ્યાં છે.  મૃતકોના પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે. ત્યારે ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે.

May be an image of 1 person and text that says "VTVGujarati.com VTV ગુજરાતી ઈસ્કોન બ્રિજ અકસ્માત " ગુજરાત સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર છે. હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે આ કેસ અમારી માટે નોર્મલ કેસ નથી. આ કેસને મોસ્ટ સિરીયસ કેસ તરીકે અમે ટ્રીટ કરીએ છીએ. -ગૃહ રાજ્યમંત્રી, હર્ષ સંઘવી"

માત્ર સાત દિવસની અંદર ચાર્જશીટ તૈયાર કરી દેવાશેઃ ગૃહ રાજ્યમંત્રી
સુરતના અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોક સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં તેઓએ અમદાવાદ અકસ્માત અંગે જણાવ્યું કે ઇસ્કોન બ્રિજની ઘટના અતિ દુઃખદાયી છે. આ ઘટનાના આરોપીની ધરપકડ કરી લેવામાં આવા છે.  મેં પહેલા દિવસે કહ્યું હતું તેમ આ ઘટનામાં માત્ર સાત દિવસની અંદર ચાર્જશીટ તૈયાર કરી દેવામાં આવશે. FSL અને RTOના મહત્વના રિપોર્ટ્સ આવી ગયા છે. ફાસ્ટટ્રેક કોર્ટમાં આ કેસ ઝડપથી કેવી રીતે ચાલે તે માટેની કામગીરી હાલ ચાલું છે. તમામ પ્રકારના રિકન્સ્ટ્રક્શનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. 

આ કેસ અમારા માટે નોર્મલ કેસ નથીઃ હર્ષ સંઘવી
તેમણે જણાવ્યું કે, પોલીસ આ ઘટનામાં કડકથી કડક કાર્યવાહી જરૂરથી કરશે. પોલીસના ઘરમાં પણ દિકરાઓ છે, આમાં રાજ્યના ઘણા પરિવારે પોતાના દિકરા ગુમાવ્યા છે. આ બાબતે આરોપીઓને કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. રાજ્ય સરકાર આ ઘટનાને લઈ ખૂબ જ ગંભીર છે. હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે આ કેસ અમારા માટે નોર્મલ કેસ નથી, આ કેસ અમારા માટે મોસ્ટ ઈમ્પોર્ટન્ટ મોસ્ટ સિરિયસ કેસ છે. 

'અઠવાડિયામાં ચાર્જશીટ કરાશે પૂર્ણ'
આ અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તથ્ય પટેલ મિત્રો સાથે ગાડી લઈને નીકળ્યો હતો. તેણે ઇસ્કોન બ્રિજ પર લોકોની મદદ કરી રહેલા પોલીસ જવાન સહિત અનેક લોકો પર ગાડી ફેરવી દીધી. આ અકસ્માતમાં 9 જેટલા લોકો મૃત્યુ પામ્યા, જેમાં અનેક યુવાનો પણ અને બે અમારા પોલીસના જવાનો મૃત્યુ પામ્યા છે. તેમણે જણાવ્યું હતું કે,  આ કેસની CP, JCP, 3 DCP, અને 5 PI તપાસ કરશે. આજ સાંજ પહેલા જ RTOનો રિપોર્ટ મળી જશે, આવતીકાલે સાંજ પહેલા પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવી જશે. આવતીકાલ રાત પહેલા FSLનો રિપોર્ટ આવી જશે. આ કેસમાં એક અઠવાડિયાની અંદર ચાર્જશીટ પૂર્ણ કરવામાં આવશે. આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટની અંદર ચલાવવામાં આવશે. જેથી કરીને કોઈ નબીરાઓ ભવિષ્યમાં આવી હિંમત ન કરે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ બંને બાપ-દીકરાને કાયદાનું ભાન પડે તે પ્રકારની કામગીરી અમદાવાદ પોલીસ દ્વારા કરવમાં આવશે. 

શું હતી સમગ્ર ઘટના?
બુધવારે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત સર્જનાર જગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ