ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / hardik patel alpesh thakor bjp congress gujarat
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાતમાં હાલમાં જ પેટા ચૂંટણીનું ઘણાસાણ શાંત થયું છે. ભાજપ નુકસાન ભોગવી ભાવિ રણનીતિ ઘડવામાં ગૂંથાઈ ગયું છે. અલ્પેશ ઠાકારે સત્યના પારખાં કરી લીધા છે અને હારનો સ્વાદ ચાખીને રાજનીતિનો મર્મ પારખી લીધો છે. રાજ્યમાં મહા વાવાઝોડાના ભણકારા અને સરકારી તંત્રની ગતિવિધિ સિવાય બધું શાંત હતું. પરંતુ આ શાંતિમાં અચાનક ખળભળાટ પ્રસરી ગયો.
અલ્પેશ ઠાકોર ભાજપનો એજન્ટ હોવાનો હાર્દિકે કર્યો આરોપ
ઘણા સમયથી ચૂપ બેઠેલા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ગર્ભિત રીતે પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પર ભાજપના એજન્ટ હોવાનો આરોપ લગાવી દીધો. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરનું કોંગ્રેસમાં પ્રવેશવું એ ભાજપની ગેમનો એક ભાગ હતો અને અલ્પેશ ઠાકોર ભાજપના એજન્ટ રૂપે કોગ્રેસમાં જોડાયા હતા તેવા સૂચિતાર્થ સાથેનું નિવેદન કરીને રાજ્યની રાજનીતિમાં ખળભળાટ મચાવી દીધો છે...
ADVERTISEMENT
હાર્દિક પટેલે આપ્યું નિવેદન
ADVERTISEMENT
ક્લીયર વાત છે તર્ક વિતર્ક સિમ્પલ છે કે 2017ની ચૂંટણીમાં ઘણી બધી ગફલતો કોઈ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી હતી અને એના પરિણામોનું સીટોના પરિણામોમાં તમે જોઈ શકો છો જે ખુલ્લા દિલથી તમારી વચ્ચે ક્લીયર થઈ જશે. મેં મારો તર્ક અને વિતર્ક રજૂ કર્યો છે. એ તર્ક અને વિતર્ક અસંખ્ય પેપરોની અંદર કે અસંખ્ય ઈંગ્લીશ પેપરોની અંદર લોકો પોતાના એનાલિસિસ તરીકે આર્ટિકલ આપતા હોય તે રીતે એ જ રીતે મેં મારો તર્ક-વિતર્ક રજૂ કર્યો છે. હવે એનાલિસિસી તમારે કરવાનું છે કે શું થયું હતું શું નહીં!
હાર્દિક પટેલે ઉઠાવ્યા સવાલ
ADVERTISEMENT
હાર્દિક પટેલે 2017ની વિધાનસભા ચૂંટણીના પરિણામો અને તે વખતે થયેલી ગોઠવણી પર હવે 2019માં ગર્ભિત સવાલ ઊઠાવ્યા છે. ઠીક એવા સમયે કે હવે અલ્પેશ ઠાકોરનો ઘાટ ઘડાઈ ગયો છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પોતાના સૂચક અને પ્રશ્નાર્થો સર્જતા નિવેદન દ્વારા ભાજપની ગેમ અને અલ્પેશ ઠાકોરની ભૂમિકા પર આંગળી ચીંધી છે. હાર્દિક પટેલે અલ્પેશ પસંદગીના શબ્દો દ્વારા વાત રજૂ કરીને જનતાને તેનું વિશ્લેષણ કરવાનું કહ્યું છે. તેના નિવેદનું જો વિશ્લેષણ કરીએ તો કંઈક આવા તારણો પર આવી શકાય.
તો આ તરફ વિધાનસભા પેટા ચૂંટણીમાં શરમજનક રીતે હારનો સ્વાદ ચાખી ચૂકેલા અલ્પેશ ઠાકોર પર હાર્દિક પટેલનો આ પ્રહાર ઘા પર મીઠા ભભરાયા સમાન હતો. આથી જ તો છેલ્લાં ઘણા સમયથી હાર બાદ આત્મમંથનમાં મૌન દેખાતા અલ્પેશ ઠાકોરે હાર્દિકને જવાબ આપવા મેદાને આવવું જ પડયું. અલ્પેશ ઠાકોરે હાર્દિકના આરોપોનો જવાબ હાર્દિકની ભાષામાં જ આપ્યો.
ADVERTISEMENT
રાજકારણમાં ગરમાવો
હાર્દિક પટેલે અલ્પેશના કોંગ્રસમાં જોડાવા અને ત્યાર બાદ ભાજપમાં જોડાવા અંગે આપેલા મોઘમ નિવેદન પર માહોલ ગરમાયો છે. ત્યારે આ મુદ્દે ઠાકોર સેનાની પ્રતિક્રિયા સામે આવી છે. ઠાકોરસેનાએ અલ્પેશની હાર પર નિવેદન આપ્યું. કહ્યું કે, હાર જીતએ મતદારોના હાથમાં હોય છે. હાર્દિક પટેલ અલ્પેશ પર પાયા વિહોણા આક્ષેપ કરી રહ્યા છે.
ADVERTISEMENT
આ રાજનીતિ છે જેને કોઈ આકાર નથી હોતો. આ રાજનીતિ છે જેમાં કોઈ કાયમી દોસ્ત નથી હોતો કે કોઈ કાયમી દુશ્મન નથી હોતા. એક બાબત કાયમી હોય છે અને તે હોય છે તકસાધુ નેતાઓ દ્વારા કરાતો જનતાદ્રોહ. હારનો કિલ્લો ધ્વસ્ત થયા બાદ બાદ જ્યારે કાટમાળ ઉખળે છે ત્યારે માત્ર કોહવાયેલી હકીકતો બહાર આવે છે. જેને સામાન્યજનના વિકાસ સાથે કશું લાગતુ વળગતું હોતું નથી. હા રાજનીતિમાં ચમકતા રહેવા માટ માટે નિવેદનબાજી ખૂબ કામ લાગે છે એ જુદી વાત છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT