ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
પંડ્યાએ બુધવાર (8 ડિસેમ્બર)થી શરૂ થઈ રહેલી સ્થાનિક વન-ડે ટુર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીમાં નહીં રમવાનો નિર્ણય લીધો છે. હવે તે મુંબઈમાં રિહેબિટેશન(સુધારણા) કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યો છે.
બરોડા ક્રિકેટ એસોસિએશનનો ઈ-મેલમાં થયો ખુલાસો
ADVERTISEMENT
ખરેખર, બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) એ હાર્દિક પંડ્યાને ઈ-મેલ મોકલીને પૂછ્યું હતું કે શું તે વિજય હજારે ટ્રોફી માટે ઉપલબ્ધ છે. ત્યારે તેણે એક લીટીનો જવાબ મોકલ્યો છે કે 'તે રિહેબ પ્રોગ્રામ કરી રહ્યો છે'.
સર્જરી બાદ હાર્દિકની પીઠમાં તકલીફ
ADVERTISEMENT
હાર્દિક પંડ્યા 2019થી પીઠમાં થયેલી તકલીફથી પરેશાન છે. 2019માં તેમણે સર્જરી પણ કરાવી હતી, પરંતુ તે બોલિંગ માટે સંપૂર્ણ રીતે ફિટનેસ પ્રાપ્ત કરી શક્યો નથી. માનવામાં આવી રહ્યું છે કે, રિહેબ પ્રોગ્રામમાં તે પીઠને મજબૂત કરવામાં જોતરાયો છે. હાર્દિકના ભાઈ કૃણાલ પંડ્યાએ બરોડા કેમ્પ જોઈન કરી લીધો છે. બરોડા ક્રિકેટ સંઘે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, કેમ્પમાં તે ખેલાડી જ સામેલ થઈ શકે છે જે કેમ્પમાં હાજર રહેશે.
ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા વગર વાપસી શક્ય નથી
ADVERTISEMENT
હાર્દિકને ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માટે વેલા-મોડા ડોમેસ્ટિક ક્રિકેટ રમવું પડશે. BCCIએ ટીમ બહાર રહેલા ખેલાડીઓને નિર્દેશ આપ્યા છે કે, તેઓ વિજય હજારે ટ્રોફી અને રણજી ટ્રોફી જેવી સ્થાનિક ટૂર્નામેન્ટ રમીને પોતાનું ફોર્મ અને ફિટનેસ હાંસલ કરે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT