બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Hardik Pandya royal welcome in Jamnagar

ગ્રાન્ડ વેલકમ / રોહિત શર્માની જગ્યા લેનાર હાર્દિક પંડયાનો જામનગરમાં શાહી ઠાઠમાઠ, મહારાજાની જેમ કરાઇ આગતા સ્વાગતા, જુઓ વીડિયો

Vishnu

Last Updated: 12:44 PM, 27 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પંડયા 2015થી IPL રમી રહ્યો છે. 2021 સુધી મુંબઈની ટીમમાં રહ્યા બાદ 2022માં ગુજરાત ટાઈટન્સે હાર્દિકને કેપ્ટન બનાવ્યો હતો. અને પહેલી જ સિઝનમાં ગુજરાતને IPL વિનર બનાવી હતી.

  • ક્રિકેટર હાર્દિક પંડયા જામનગરમાં
  • શાહી મહેમાનનવાજીનો વીડિયો વાયરલ
  • હાલમાં જ ગુજરાત ટાઈટન્સની કેપ્ટનસી છોડી મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયો છે હાર્દિક

IPL 2024 ન રમવાની ખબરો વચ્ચે ક્રિકેટર અને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડયા જામનગરના પ્રવાસે છે. વાયરલ વીડિયોમાં કોઈ ઓફિસ કે સોસાયટીના મેન ગેટ દેખાઈ રહ્યો છે, ગેટ જામનગર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો હોય તેવું લાગી રહ્યું છે. આ વીડિયોમાં હાર્દિક પંડયાના સ્વાગતમાં ઘોડા લાવવામાં આવ્યા છે. શાહી સ્વાગત પહેલા જોરથી અવાજો આપી મહારાજાનું સ્વાગત થતું હોય તેવા ઘાટ ઘડવામાં આવ્યો છે. જે બાદ પંડયાની કાર રોકાય છે અને ઘોડા પર બેઠેલા શખ્સો હાર્દિક પંડયાનું સ્વાગત કરે છે. 

હાર્દિક પંડ્યાને લાવવા માટે મુંબઈએ 115 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો ?
સ્ટાર ખેલાડી હાર્દિક પંડયાએ આ વખતે ગુજરાત ટાઈતન્સનો સાથ છોડીને મુંબઈ ઈન્ડિયન્સનો હાથ પકડ્યો છે. મુંબઈએ તેને ટ્રેડ કરતા ગુજરાત પાસેથી હાર્દિકને ખરીદી લેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યા સાથે કેશ ડિલ કરીને તેને લાવવામાં આવ્યો છે. હાર્દિકને લાવવા માટે 15 કરોડ રૂપિયા ગુજરાતને આપવામાં આવ્યા હોવાનું કહેવાય રહ્યું છે. મળતી માહિતી મુજબ ગુજરાતને ખરીદનાર ફર્મ સીવીસી કૈપિટલ એક ઈન્વેસ્ટમેન્ટ કંપની છે. જેના 40 મેનેજિંગ પાર્ટનર છે. આ કંપની આઈપીએલને એક પ્રોફિટના સાધન તરીકે જુએ છે. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સ એક બિઝનેસ પરિવારની ટીમ છે. અંબાણી દેશના સૌથી વધુ અમીર લોકોમાંથી એક છે. જેથી તે માત્ર પ્રોફિટ જ નહીં પણ બીજી ઘણી વસ્તુઓ પર ધ્યાન આપે છે.

100 કરોડ રૂપિયા જેટલી માતબાર રકમ મળ્યાનો અંદાજ
માનવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યાને લાવવા માટે મુંબઈએ 115 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.  જ્યારે ગુજરાતના પર્સમાં 15 કરોડ રૂપિયા પંડ્યાની ડિલ થઈ તે માટેના આવ્યા હોવાનું પણ જણાઈ રહ્યું છે. આ સિવાય મોટી પણ મોટી ધન રાશિ તેને મળી હોવાનું કહેવાય રહ્યું છે. અનુમાન મુજબ 100 કરોડ રૂપિયા જેટલી આ રકમ હોય શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે.

રોહિત શર્મા તરફથી કોઈ પણ પ્રતિક્રિયા સામે આવી નથી
હાર્દિક પંડ્યા અત્યાર સુધી ગુજરાતના કેપ્ટન તરીકે રમતો હતો. પણ હવે તેને મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યાં તેને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે.રોહિત શર્માની જગ્યાએ હાર્દિકને મુંબઈનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિકને કેપ્ટન બનાવ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના ઘણા ફેન્સ નારાજ થઈ ગયા છે. સોશિયલ મીડિયામાં ખુબ મોટી બબાલ થઈ રહી છે. હાર્દિક પંડ્યાની સોશિયલ મીડિયા પર લોકો ટીકા કરી રહ્યાં છે. જ્યારે લોકો રોહિતને સલાહ આપી રહ્યાં છે કે તેને અન્ય ટીમમાં જઈને રમવુ જોઈએ નહીં કે મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં. જો કે આ મામલે હજુ સુધી રોહિત શર્મા તરફથી કોઈ પણ પ્રતિક્રિયા સામે આવી નથી.

કેવી છે હાર્દિકની ઈજા
હાર્દિક પંડ્યાની એડી અને ઘૂંટણમાં ગંભીર ઈજા છે અને હજુ તેને જેટલું જોઈએ તેટલું સારુ થયું નથી. રિપોર્ટ મુજબ હાર્દિક પંડ્યા હાલ તેની એડીની ઈજામાંથી બહાર આવી રહ્યો નથી. હાર્દિક પંડ્યા આઈપીએલ 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સ પરત ફર્યો હતો અને તેને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હવે આ બધામાં હાર્દિકનો ફિટનેસ રિપોર્ટ ટીમ ઈન્ડિયાની સાથે સાથે મુંબઈ ઈન્ડિયન્સ માટે પણ કોઈ મોટા આંચકાથી ઓછો નથી.

આઈપીએલ અને અફઘાનિસ્તાન શ્રેણીમાંથી હાર્દિકને આરામ મળી શકે 
અફઘાનિસ્તાન સામેની ટી-20 શ્રેણીમાંથી જ નહી પણ આઇપીએલ 2024થી પણ પંડ્યાને બહાર બેસવું પડી શકે છે. રોહિત શર્મા અફઘાનિસ્તાન સામેની ટી-20 ઈન્ટરનેશનલ ટીમમાં પુનરાગમન કરશે કે નહિ તે અંગે પણ સસ્પેન્સ છે. હાર્દિક પંડ્યા 2022, 2023 માં આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રમ્યો હતો, પરંતુ આ સિઝન માટે, તેને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ઓલ-કેશ ડીલ સાથે ગુજરાત ટાઇટન્સ સાથે વેપાર કરવામાં આવ્યો છે.

IPL 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં કોણ કોણ ? 
હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, ડેવાલ્ડ બ્રુઈસ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, તિલક વર્મા, ટિમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, અર્જુન તેંડુલકર, શમ્સ મુલાની, નેહલ વાધેરા, જસપ્રિત બુમરાહ, કુમાર કાર્તિકેય, પીઆઈ. ચાવલા, આકાશ મધવાલ, જેસન બેહરનડોર્ફ, હાર્દિક પંડ્યા, રોમારિયો શેફર્ડ, ગેરાલ્ડ કોએત્ઝી, દિલશાન મધુશંકા, શ્રેયસ ગોપાલ, નમન ધીર, અંશુલ કંબોજ, નુવાન તુશારા, મોહમ્મદ નબી, શિવાલિક શર્મા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ