બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / happy birthday sachin tendulkar here is a list of the big 10 records held by the Master Blaster

Happy B'day Sachin / આ 10 મોટા રેકોર્ડ પોતાના નામે કરીને સચિન તેંડુલકર બની ગયો ક્રિકેટનો ભગવાન

Noor

Last Updated: 11:30 AM, 24 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સચિન તેંડુલકર આજે તેનો 47મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. વિશ્વના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોમાંના એક સચિને બે દાયકાથી વધુ સમય ક્રિકેટના મેદાન પર વિતાવ્યો હતો. તેની લાંબી કારકિર્દીમાં તેણે ઘણાં ઉતાર-ચઢાવ પણ જોયા અને ઘણાં એવા રેકોર્ડ્સ પણ પોતાના નામે કરી લીધા, જેને તોડવા લગભગ અસંભવ છે.

  • આજે છે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો બર્થડે
  • સચિને 2013માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
  • સચિનના આ 10 રેકોર્ડ્સે તેને ક્રિકેટનો ભગવાન બનાવી દીધો

24 એપ્રિલ 1973માં મુંબઇમાં જન્મેલા સચિને 1989માં પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેની ટેસ્ટ ડેબ્યૂના એક મહિના પછી તેણે વનડેમાં પણ ડેબ્યૂ કર્યું હતું. સચિને 2006માં તેની કારકિર્દીમાં દક્ષિણ આફ્રિકા સામે એકમાત્ર આંતરરાષ્ટ્રીય ટી 20 મેચ રમી હતી. આ મહાન બેટ્સમેને 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો, પરંતુ સંન્યાસપહેલાં તેણે ઘણાં એવા રેકોર્ડ્સ બનાવી દીધા જેને તોડવા મુશ્કેલ છે. સચિને તેની કારકિર્દીમાં 10 એવા મોટા રેકોર્ડ્સ બનાવ્યા જેણે તેને ક્રિકેટનો ભગવાન બનાવી દીધો. 

  • માસ્ટર બ્લાસ્ટરના નામે આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં 18 હજાર 426 રન અને ટેસ્ટમાં 15 હજાર 921 રન છે. તે બંને ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેના નામે 34 હજાર 347 આંતરરાષ્ટ્રીય રન છે.
  • સચિન તેંડુલકરે ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે ટેસ્ટમાં 51 સદી અને વનડેમાં 49 સદી ફટકારી છે. તે 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી છે.
  • સચિન 200 આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી છે. આ યાદીમાં સચિન પ્રથમ ક્રમે છે અને સ્ટીવ વો 168 ટેસ્ટ મેચ સાથે બીજા ક્રમે છે. માત્ર ટેસ્ટમાં જ નહીં, પરંતુ સચિન પાસે વિશ્વની સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વનડે મેચ રમવાનો રેકોર્ડ પણ છે, સચિને 463 વનડે મેચ રમી છે. તેના પછી સનથ જયસૂર્યાનો નંબર આવે છે, જેમણે 445 વનડે મેચ રમી છે.

  • સચિન તેંડુલકર ટેસ્ટ ક્રિકેટમાં 12 હજાર કે તેનાથી વધુ રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે. આ સાથે જ તે વનડે ક્રિકેટમાં 10 હજાર બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી પણ છે.
  • તે વિશ્વનો ત્રીજો ખેલાડી અને ભારતનો પહેલો એવો ખેલાડી છે જેણે ટેસ્ટ રમનારા તમામ દેશો સામે સદી ફટકારી છે. તેના પહેલાં સ્ટીવ વો અને ગેરી કર્સ્ટન આવું કરી ચૂક્યા હતા.
  • સચિન તેંડુલકરના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 76 વખત મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતવાનો રેકોર્ડ છે. તે ટેસ્ટમાં 14 વખત અને વનડેમાં 62 વખત મેન ઓફ ધ મેચ રહી ચૂક્યો છે.
  • વનડે ક્રિકેટમાં ડબલ સદી ફટકારનાર તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે. તેણે 24 ફેબ્રુઆરી 2010ના રોજ ગ્વાલિયરમાં દક્ષિણ આફ્રિકા સામે અણનમ 200 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સમાં તેણે 25 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.
  • સચિન તેંડુલકરના નામે સંયુક્ત રીતે સૌથી વધુ 6 વર્લ્ડ કપ રમવાનો રેકોર્ડ છે. પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી જાવેદ મિયાંદાદે પણ પાકિસ્તાન માટે 6 વર્લ્ડ કપ રમ્યા છે. વર્લ્ડ કપમાં સૌથી વધુ 2278 રન બનાવવાનો રેકોર્ડ સચિનના નામે છે. 1992 થી 2011 વર્લ્ડ કપ સુધી તેણે આ કમાલ કરી હતી. 

વર્લ્ડ કપમાં સૌથી વધુ 6 સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. જોકે, ગત વર્લ્ડ કપમાં રોહિત શર્માએ તેની બરાબરી કરી હતી. જ્યારે રિકી પોન્ટિંગ પછી વર્લ્ડ કપમાં તે સૌથી વધુ મેચ રમનારો ખેલાડી છે. સચિન વર્લ્ડ કપમાં 45 મેચ રમ્યો છે, જ્યારે પોન્ટિંગે 46 મેચ રમી છે.

સચિન તેંડુલકરે એક જ વર્લ્ડ કપમાં સૌથી વધુ 673 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. 2003માં તેણે આ કમાલ કર્યું હતું અને તે મેન ઓફ ધ સીરિઝ રહ્યો હતો. જોકે, ગયા વર્ષે વર્લ્ડ કપમાં રોહિત શર્મા તેના આ રેકોર્ડને બહુ જ ઓછાં અંતરથી તોડવામાં ચૂકી ગયો હતો.  

સંકળાયેલા મુદ્દાઓ

10 records Cricket News Indian cricket team Master Blaster Sachin Tendulkar Sachin birthday happy birthday sachin lockdown sports Happy B'day Sachin
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ