બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Hanumanji Puja niyam for women and men know how to do puja of bajrangbali on tuesday

આસ્થા / હનુમાન દાદાની પૂજા કરતાં સમયે મહિલાઓ જ નહીં પુરુષોએ પણ ખાસ આ નિયમોનું રાખવું જોઈએ ધ્યાન; બળ-બુદ્ધિ અને તેજની થશે પ્રાપ્તિ

Arohi

Last Updated: 06:19 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hanumanji Puja: હનુમાનજીની પૂજા મોટાભાગે પુરૂષ કરે છે કારણ કે હનુમાનજી અખંડ બ્રહ્મચારી અને મહાયોગી પણ છે. માટે તેમની કોઈ પણ પ્રકારની પૂજા બ્રહ્મચાર્ય નિયમોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. પરંતુ મહિલાઓ પણ હનુમાનજીની પૂજા કરે છે.

  • આ રીતે કરો હનુમાનજીની પૂજા 
  • આ નિયમોનું રાખવું જોઈએ ધ્યાન 
  • બળ-બુદ્ધિ અને તેજની થશે પ્રાપ્તિ

શાસ્ત્રોમાં મંગળવાર અને શનિવારનો દિવસ બજરંગબલીને સમર્પિત હોય છે. આ દિવસે લોકો હનુમાનજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે હનુમાનજીની પૂજા કરવાથી મનુષ્યને બળ, બુદ્ધિ અને તેજની પ્રાપ્તિ થાય છે. તેની સાથે જ જીવનમાં આવનાર દરેક પ્રકારના કષ્ટ અને સંકટથી છુટકારો મળે છે. માટે હનુમાનજીને સંકટમોચક પણ કહેવામાં આવે છે. 

હનુમાનજીની પૂજા મોટાભાગે પુરૂષ કરે છે કારણ કે હનુમાનજી એખંડ બ્રહ્મચારી અને મહાયોગી છે. માટે તેમની કોઈ પણ પ્રકારની પૂજામાં બ્રહ્મચાર્યના નિયમને ધ્યાનમાં રાખવામાં આવે છે. પરંતુ મહિલાઓ પણ હનુમાનજીની પૂજા કરી શકાય છે. જોકે મહિલાઓને અમુક ખાસ વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. 

હનુમાનજીની પૂજામાં મહિલાઓ રાખો આ વાતનું ધ્યાન 

  • શાસ્ત્રો અનુસાર હનુમાનજી બાલ બ્રહ્મચારી છે. માટે મહિલાઓને તેમની મૂર્તિને સ્પર્શ કર્યા વગર તેમની પૂજા કરવી જોઈએ.
  • શાસ્ત્રો અનુસાર હનુમાનજીની પૂજા કરતી વખતે મહિલાઓએ બજરંગબલીને જનેઉ અર્પિત ન કરવી જોઈએ. 
  • શાસ્ત્રો અનુસાર હનુમાનજીની સામે દિવો સળગાવવા માટે મહિલા અને પુરૂષ બન્નએ લાલ સૂતરની દિવેટનો ઉપયોગ કરવો જોઈએ. 
  • શાસ્ત્રો અનુસાર હનુમાનજીની પૂજા કરતી વખતે મહિલાઓ બજરંગબલીને પોતાના હાથથી સિંદૂર ન ચડાવો. 
  • શાસ્ત્રો અનુસાર હનુમાનજીની પૂજા કરતી વખતે મહિલાઓ બજરંગબલી બાણનો પાઠ ન કરો. 
  • શાસ્ત્રો અનુસાર હનુમાનજીની પૂજા કરતી વખતે મહિલાઓ બજરંગબલીને આસન ન આપે. 
  • શાસ્ત્રો અનુસાર હનુમાનજીની પૂજા કરતી વખતે મહિલાઓ બજરંગબલીને ચોલા પણ ન આપે. 
  • શાસ્ત્રો અનુસાર હનુમાનજીની પૂજા કરતી વખતે મહિલાઓ તેમના સામે માથુ ન ઝુકાવો. તેમણે ફક્ત હાથ જોડીને પ્રણામ કરવું જોઈએ. હકીકતે હનુમાનજી બધી સ્ત્રીઓને માતા સમાન માને છે અને નથી ઈચ્છતા કે કોઈ સ્ત્રી તેમની સામે માથુ ઝુકાવીને ઉભી રહી. 
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ મહિલાએ હનુમાનજીનું વ્રત રાખવાનું અનુષ્ઠાન કર્યું હોય અને વચ્ચે તેમના પીરિયડ્સ આવી જાય તો તે અનુષ્ઠાન તૂટી જાય છે. માટે મહિલાઓને હનુમાનજીનું વ્રત પણ ન રાખવું જોઈએ. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ