ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ગણતાં થાકશો એટલા રુપિયા મળશે, ગુરુની અતિચારી ચાલ આ 3 રાશિઓને અપાવશે મોટો ધનલાભ

જ્યોતિષ શાસ્ત્ર / ગણતાં થાકશો એટલા રુપિયા મળશે, ગુરુની અતિચારી ચાલ આ 3 રાશિઓને અપાવશે મોટો ધનલાભ

Published By: Jinal Chauhan

Last Updated: 02:33 PM, 17 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2026માં ગુરુની અતિચારી ચાલ રહેશે. ગુરુ વક્રી રહેશે ફરી માર્ગી થઈને એ જ રાશિમાં આવી જશે.તમને જણાવી દઈએ કે ગુરુની અતિચારી ચાલ 2032 સુધી રહેશે જેની ઘણી રાશિઓ પર અસર થશે.

ADVERTISEMENT

વર્ષ 2026માં ગુરુનું કર્ક રાશિમાં ગોચર થશે. ગુરુ 2 જૂન 2026ના રોજ કર્ક રાશિમાં આવશે અને પછી સિંહ રાશિમાં ગોચર 31 ઓક્ટોબર 2026ના કરશે. હાલ વાત કરીએ તો ગુરુ કર્ક રાશિમાં છે. પાંચ ડિસેમ્બર 2025ના રોજ ફરી મિથુન રાશિમાં પરત ફરશે. આ રીતે વર્ષ 2026માં બે ગોચર થશે પહેલું 2 જૂન 2026ના રોજ કર્કમાં ગોચર અને પછી 31 ઓક્ટોબર 2026ના રોજ સિંહ રાશિમાં ગોચર. આવું ગુરુની અતિચારી ચાલના કારણે થઈ રહ્યું છે.

કર્ક રાશિમાં ગુરુ ગોચર થાય તો ઘણી રાશિઓને તેના સારા ફળ મળશે.ગુરુની અતિચારી ચાલનો અર્થ એ છે ગુરુ ઝડપી ગતિમાં એક રાશિને ઓછા સમયમાં પાર કરીને પાછા એ જ રાશિમાં આવી જશે. વક્રી થશે અને પછી ફરી માર્ગી થઈને એ જ રાશિમાં આવી જશે. ગુરુ 11 નવેમ્બર 2025ના રોજ વક્રી થયા છે. હવે 11 માર્ચ 2026ના રોજ ગુરુ માર્ગી થશે ત્યારપછી તે માર્ગી અવસ્થામા 13 ડિસેમ્બર સુધી રહેશે. અડધા વર્ષ કરતા વધુ સમય માટે માર્ગી રહેશે. ગુરુની આ અતિચારી ચાલ વર્ષ 2032 સુધી ચાલશે. જેનો પ્રભાવ ઘણી રાશિઓ પર પડશે.

મેષ રાશિ

આ રાશિ વાળા માટે ગુરુની ચાલના સારા પરિણામ મળશે. વર્ષ 2026માં ગુરુનું માર્ગી થવું અને કર્ક રાશિમાં આવવું સારા લાભ કરશે. આ રાશિમાં ગુરુ આવવાથી મેષરાશિના લોકોને ધન લાભ સાથે તેમના અટકેલા કામ પણ પુરા થશે. અચાનક કોઈ ડિલ મળવાથી ધંધામાં મોટો લાભ થશે. નોકરીમાં પણ તમારા માટે સારા યોગ છે.

mesh-rashi

મિથુન રાશિ

વર્ષ 2026માં દેવગુરુ ગુરુના પ્રભાવથી ભાગ્યનો સાથ મળશે. જે વાતથી તમે નિરાશ હતા તે સુખનું કારણ બનશે. જે લોકો બિઝનેસ કરે છે તેમને લાભ થશે અને સારી તક મળશે.

03._Mithun

વૃશ્વિક રાશિ

vtv app promotion

વર્ષ 2026માં તમારી રાશિમાં સારા સમયનો સંકેત છે. જૂના ઝઘડાનું નિવારણ આવી જશે. સંતાન અને ધનને લઈને તમને સારા સમાચાર મળશે. નોકરીમાં પણ તમને સારા લાભ થશે. લાંબા સમયથી ચાલતી પરેશાનીઓનો અંત આવશે.

DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jupiter margi movement Guru extreme transit 2026 Jupiter vakri 2026

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ