બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / gurdwaras daughter abducted converted to religion family asks for imran khans help

પાકિસ્તાન / કટ્ટરપંથીઓએ શીખ યુવતીનું અપહરણ કરી ધર્મ પરિવર્તન કરાવ્યું, પરિવારે ઈમરાન ખાનની મદદ માંગી

Published By: Vishal

Last Updated: 11:18 AM, 30 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ એક શીખ યુવતીનું અપહરણ કરીને જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવી અને મરજી વિરુદ્ધ લગ્ન પણ કરાવાયા હતા. આ મામલે પરિવારજનોએ એક વીડિયો જાહેર કરીને પ્રધાનમંત્રી ઈમરાન ખાન પાસે મદદ માગી છે. એટલું જ નહીં પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી છે.

 

પરિવારજનોએ પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું કે, 27 ઓગસ્ટે રાતે હથિયારધારી થોડા લોકો ઘરમાં ઘુસી આવ્યા અને બંદૂકની અણી પર યુવતીને બંધક બનાવીને લઈ ગયા હતા. આ પહેલા પણ પાકિસ્તાનમાં લઘુમતી કોમની હિન્દુ દીકરીઓના બળજબરી લગ્ન કરાવવાના કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. યુવતીના ભાઈએ આક્ષેપ કર્યો કે મારી બહેનને ધમકાવીને ઈસ્લામ કબૂલ કરાવવામાં આવ્યો છે. તો પરિવારના એક વ્યક્તિએ આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

શિરોમણી અકાલી દળના ધારાસભ્ય માનજિંદર સિંહ સિરસાએ ગુરુવારે યુવતીના પરિવારજનોનો વીડિયો શેર કર્યો હતો. જે વીડિયોમાંપોતાને યુવતીના ભાઈ ગણાવાતા મનમોહન સિંહે વીડિયોમાં કહ્યું કે, અપહરણ થયેલી યુવતી મારી બહેન છે. તેને ધમકી આપવામાં આવી હતી કે જો ઈસ્લામ કબૂલ નહીં કરે તો ભાઈ અને પિતાની હત્યા કરી દઈશું. હું વડાપ્રધાન ઈમરાન ખાન અને આર્મી ચીફ કમર જાવેદ બાજવા પાસે મદદની અપીલ કરું છું.
 

સંકળાયેલા મુદ્દાઓ

Religion pakistan pm Imran khan ધર્મ પરિવર્તન પાકિસ્તાન pakistan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ