ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / બંગાળમાં અમિત શાહની ગર્જના, કહ્યું - ભાજપ આવશે તો ગુંડાઓ જેલ ભેગા થશે

નેશનલ / બંગાળમાં અમિત શાહની ગર્જના, કહ્યું - ભાજપ આવશે તો ગુંડાઓ જેલ ભેગા થશે

Published By: Pravin Joshi

Last Updated: 12:12 AM, 27 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અમિત શાહે નદિયામાં જનસભાઓ ગજવી હતી. તેમણે વચન આપ્યું હતું કે ભાજપ સત્તામાં આવશે તો ગુંડા રાજ ખતમ થશે, ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી થશે અને રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવામાં આવશે.

ADVERTISEMENT

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અમિત શાહે નદિયામાં જનસભાઓ ગજવી હતી. તેમણે વચન આપ્યું હતું કે ભાજપ સત્તામાં આવશે તો ગુંડા રાજ ખતમ થશે, ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી થશે અને રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે મહિલાઓ માટે મફત મુસાફરી અને માસિક 3000 રૂપિયાના ભથ્થા જેવી મોટી જાહેરાતો પણ કરી હતી. શાહે દાવો કર્યો હતો કે પ્રથમ તબક્કાની 110 બેઠકો પર ભાજપનો વિજય નિશ્ચિત છે.

તેહટ્ટામાં જનમેદનીને સંબોધતા અમિત શાહે મતદારોને નિર્ભય થઈને મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, "ચૂંટણી પંચે સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરી છે, તેથી કોઈનાથી ડરવાની જરૂર નથી. બહાર નીકળો અને મતાધિકારનો ઉપયોગ કરો, કોઈ પણ તમને રોકી શકશે નહીં." શાહે એક મોટો દાવો કરતા જણાવ્યું કે 23 April ના રોજ યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાનમાં ભાજપે 110 બેઠકો પર જીત મેળવી લીધી છે. જોકે, તેહટ્ટામાં ભાષણ દરમિયાન અચાનક તેજ વરસાદ શરૂ થતા તેમણે પોતાનું સંબોધન અધવચ્ચે જ રોકવું પડ્યું હતું, પરંતુ લોકોનો ઉત્સાહ ઓછો થયો નહોતો.

ત્યારબાદ રાણાઘાટની સભામાં અમિત શાહે મમતા સરકાર પર પશુ તસ્કરીને પ્રોત્સાહન આપવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે જાહેરાત કરી કે બંગાળમાં ભાજપની સરકાર બન્યા બાદ પશુ તસ્કરી રોકવા માટે એક વિશેષ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે. ઘૂસણખોરીના મુદ્દે પણ તેમણે આકરું વલણ અપનાવતા કહ્યું કે સીમા પારથી થતી ગેરકાયદેસર ઘૂસણખોરીને સંપૂર્ણપણે રોકવામાં આવશે અને ઘૂસણખોરોની ઓળખ કરી તેમની સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.

મહિલા મતદારોને રીઝવવા માટે અમિત શાહે ચૂંટણી વચનોની ઝડી વરસાવી હતી. તેમણે જાહેર કર્યું કે જો ભાજપ સત્તામાં આવશે, તો મહિલાઓ અને બેરોજગાર યુવાનોને દર મહિને 3000 રૂપિયાનું ભથ્થું આપવામાં આવશે. આ સાથે જ રાજ્યના તમામ સરકારી પરિવહનમાં મહિલાઓને મફત મુસાફરીની સુવિધા મળશે. સામાજિક સુધારા અંગે વાત કરતા શાહે સ્પષ્ટ કર્યું કે ભાજપ સરકાર બનતાની સાથે જ પશ્ચિમ બંગાળમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરાશે, બહુપત્નીત્વ પ્રથા નાબૂદ કરવામાં આવશે અને ત્રણ તલાક પરના પ્રતિબંધને વધુ કડકાઈથી અમલી બનાવવામાં આવશે.

આ પણ વાંચોઃ ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન

રવિવારનો દિવસ બંગાળની ચૂંટણી માટે અત્યંત મહત્વનો રહ્યો હતો, કારણ કે અમિત શાહની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિવિધ સ્થળોએ રેલીઓ અને ભવ્ય રોડ શો કર્યા હતા. ભાજપના આક્રમક પ્રચાર અને મોટા વાયદાઓએ તૃણમૂલ કોંગ્રેસ માટે પડકાર ઉભો કર્યો છે. શાહના આ નિવેદનો બાદ બંગાળમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે અને આગામી તબક્કાના મતદાનમાં આ વચનોની કેટલી અસર થાય છે તેના પર સૌની નજર ટકેલી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BJPBengal AmitShah WestBengalElection2026

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ