બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET)ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે, આવતીકાલે એટલે કે 6 ઓગષ્ટના રોજ GUJCETની પરીક્ષા યોજાશે.રાજ્યના 33 જિલ્લામાં 34 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
GSHSEBએ સંપૂર્ણ તૈયારીઓ કરી
ADVERTISEMENT
ગુજરાત સેકંડરી અને હાયર સેકંડરી બોર્ડ (GSHSEB) તરફથી આ પરીક્ષા આવતીકાલે એટલે કે 6 ઓગસ્ટના રોજ લેવામા આવશે ગણિત, બાયોલોજી, કેમેસ્ટ્રી, અને ફિજીકસ વિષયની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.રાજ્યમાં પરીક્ષા વ્યવસ્થા માટે 34 ઝોન તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પરીક્ષા વ્યવસ્થા માટે 574 બિલ્ડીંગનો ઉપયોગ કરાયો છે. 5932 બ્લોકમાં પરીક્ષા બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાને ધ્યાને રાખી વર્ગ દીઠ 20 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના પોઝિટિવ દર્દી માટે પરીક્ષાનું આયોજન રદ્દ કરવામાં આવ્યું છે. પરીક્ષા સવારે 10 કલાકે શરૂ થશે સાંજે 4 કલાકે પૂર્ણ થશે જેમાં કુલ 1 લાખ 18 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ADVERTISEMENT
પરીક્ષા માટે ત્રણ ગ્રુપનું આયોજન
A-ગ્રુપ 48 હજાર હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
B- ગ્રુપમાં 68 હજાર 500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
AB- ગ્રુપમાં 468 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ADVERTISEMENT
ત્રણ ભાષાઓમાં લેવાશે પરીક્ષા
GUJCETની પરીક્ષા હિંદી, અંગ્રેજી અને ગુજરાતીમાં ત્રણેય ભાષાઓમાં લેવાય છે.વિદ્યાર્થી તેમાથી કોઈપણ એક વિષય પસંદ કરી પરીક્ષા આપી શકે છે. બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે જે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે તેના કરતા વધુ સધન પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર વર્ગ 1 અને 2ના અધિકારીઓ ખડેપગે રહેશે તેમજ ગાંધીનગરથી દરેક જિલ્લામાં ફલાઇંગ સ્કવોડને તૈનાત કરવામાં આવશે.પરીક્ષાનું સીસીટીવી કેમેરાથી મોનીટરીંગ ગાંધીનગરથી જોવાશે.ઉલ્લેખનીય છે કે ફિજિક્સ અને કેમેસ્ટ્રીનુ પેપર 120 મિનિટનું જ્યારે ગણિતનું પેપર 60 મિનિટનુ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.