બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / Gujarati star's dominance in domestic cricket: Saurashtra team's number one player after first round of Ranji

રણજી ટ્રોફી / ઘરેલુ ક્રિકેટમાં ગુજરાતી સ્ટારનો દબદબો: રણજીનો પહેલા રાઉન્ડ બાદ સૌરાષ્ટ્રની ટીમનો આ ખેલાડી નંબર વન

Pravin Joshi

Last Updated: 12:59 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણજી ટ્રોફી 2023-24 નો પહેલો રાઉન્ડ સોમવારે પૂર્ણ થઈ ગયો છે. મણિપૂરને એક દાવ અને 69 રનથી હરાવીને હાલમાં મહારાષ્ટ્ર 7 પોઈન્ટ સાથે ટોચ ઉપર પહોંચી ગઈ છે. જ્યારે વિદર્ભ 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.

  • રણજી ટ્રોફી 2023-24 નો પહેલો રાઉન્ડ પૂરો
  • મહારાષ્ટ્ર 7 પોઈન્ટ સાથે ટોચ ઉપર પહોંચી ગઈ
  • સૌરાષ્ટ્ર 3 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પર

રણજી ટ્રોફી 2023-24 નો પહેલો રાઉન્ડ સોમવારે પૂર્ણ થઈ ગયો છે. મણિપૂરને એક દાવ અને 69 રનથી હરાવીને હાલમાં મહારાષ્ટ્ર 7 પોઈન્ટ સાથે ટોચ ઉપર પહોંચી ગઈ છે. જ્યારે વિદર્ભ 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. જ્યારે સૌરાષ્ટ્ર 3 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. જો કે હાલમાં ટુર્નામેન્ટના શરૂઆતના દિવસો છે. પરંતુ રણજી ટ્રોફીમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓ પર નજર કરવી યોગ્ય રહેશે. સૌથી વધુ રન બનાવવાના મામલામાં ચેતેશ્વર પુજારા સૌથી આગળ છે. તેમણે એક જ મેચમાં 243 રન બનાવ્યા છે. જ્યારે કર્ણાટકના ખેલાડી દેવદત્ત પડિક્કલ 193 રન સાથે બીજા સ્થાને છે. 

 

રણજી ટ્રોફી 2024માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી

  • ચેતેશ્વર પુજારા (એસએયુ) 1 મેચ, 243 રન
  • દેવદત્ત પડિક્કલ(કેએનટીકેએ) 1 મેચ, 193 રન
  • આરકે ભુઈ (એપી) 1 મેચ, 175 રન
  • યુઆર કુમાર (ગુજરાત) 1 મેચ, 165 રન
  • આર પરાગ (આસામ) 1 મેચ, 163 રન
  • કેવી સિદ્ધાર્થ (ગોવા) 1 મેચ, 155 રન
  • એઆર બાવને (મહારાષ્ટ્ર) 1 મેચ, 153 રન
  • પીકે ગર્ગ (યુપી) 1 મેચ, 150 રન
  • એસટી પોલ (ત્રિપુરા) 1 મેચ, 144 રન
  • એ જુયાલ (UP) 1 મેચ, 143 રન

સ્ટાર ગુજરાતી પ્લેયર ફૂલ ફૉર્મમાં: ડબલ સેન્ચુરી સાથે તોડી નાંખ્યા  રેકોર્ડ્સ, ઈંગ્લેન્ડ સીરિઝ પહેલા કર્યો કમાલ | Cheteshwar Pujara scored a  brilliant double ...

વધુ વાંચો : મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓ અર્જુન એવોર્ડથી સન્માનિત, કહ્યું 'જાણે કોઇ સપનું હોય', થયો ભાવુક

રિયાન પરાગ 82 બોલમાં 154 રન ફટકારીને ચર્ચામાં રહ્યો

રણજી ટ્રોફી દરમિયાન મોટા નામ સારું પ્રદર્શન કરતા નજરે પડ્યા.ચેતેશ્વર પુજારા જેમણે દક્ષિણ આફ્રિકાની વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે પહેલા જ મુકાબલામાં 243 રન ફટકારીને સૌકોઈને ચોંકાવી દીધા હતા. આ પ્રકારે યુવા બેટ્સમેન દેવદત્ત પડિક્કલ ભલે બેવડી સદી ચૂકી ગયો હતો પરંતુ તેમણે પોતાની દાવેદારી મજબૂત કરી દીધી હતી. આ સિવાય આસામ તરફથી રિયાન પરાગે 82 બોલમાં 154 રન ફટકારીને ચર્ચામાં રહ્યો હતો. રિયાને પોતાની બેટિંગ દરમિયાન 12 સિક્સર ફટકારી હતી. હૈદરાબાદ, મુંબઈ, છત્તિસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, વિદર્ભ, વડોદરા પોતાની મેચ જીતી ચૂક્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ