બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / gujarati singer kajal maheriya may be arrested due to brokes covid 19 guidelines

વાયરલ / VIDEO: શ્વાનની બર્થડેમાં કાજલ મહેરિયાના ગરબા, અમદાવાદ પોલીસે કરી કડક કાર્યવાહી

ParthB

Last Updated: 11:00 AM, 8 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકગાયિકા કાજલ મહેરીયાએ અમદાવાદના નિકોલમાં આવેલા મધુવન ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે શ્વાન બર્થ ડે ઉજવ્યો હતો.

  • અમદાવાદમાં કોરોનાના કેસ વચ્ચે નિયમોના ઉડ્યા ધજાગરા
  • અમદાવાદના નિકોલમાં શ્વાનની બર્થ ડે પાર્ટી યોજાઇ
  • અમદાવાદ પોલીસે આયોજકો વિરૂદ્વ કરી કડક કાર્યવાહી

શ્વાનની બર્થ ડે પાર્ટીમાં નિયમોનું ઉલ્લંઘન

જાણીતા લોકગાયિકા કાજલ મહેરિયા ફરી વિવાદમાં આવી છે. કાજલ મહેરીયાએ કોરોનાના કહેર વચ્ચે લોકોની ભીડ જમાવીને શ્વાનનો બર્થ ડે ઉજવીને વિવાદ પેદા કર્યો છે. આ મામલે પોલીસે કેસ નોંધીને ત્રણ લોકોની ધરપકડ કરી છે. નિકોલમાં મધુવન ગ્રીન પાર્ટી પ્લોટમાં ડોગ પાર્ટી મામલે નિકોલ પોલીસે ચિરાગ ઉર્ફે મિતેષ પટેલ, ઉર્વિશ પટેલ અને દિવ્યેશ મહેરિયાની ધરપકડ કરી છે. આ તમામ પાર્ટીના આયોજક મનાય છે.  

નિકોલના મધુવન પર્ટી પ્લોટમાં યોજાઈ હતી શ્વાનના બર્થડેની પાર્ટી

લોકગાયિકા કાજલ મહેરીયાએ અમદાવાદના નિકોલમાં આવેલા મધુવન ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે શ્વાન બર્થ ડે ઉજવ્યો હતો. નિકોલના મધુવન પાર્ટી પ્લાટ ખાતે કાજલ મહેરિયાએ શ્વાનનો બર્થ ડે ઉજવવા માટે ખાસ આયોજન કર્યું હતું. આ  બર્થ-ડે પાર્ટીમાં કાજલ મહેરિયાએ ગીત ગાયાં હતાં. આ પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો ઉણટી પડ્યાં હતાં. લોકોએ પણ કાજલ મહેરીયાના સૂરના તાલે રાસની રમઝટ બોલાવીને બર્થ ડેની ઉજવણી કરી હતી.  

સળગતા સવાલ 

- કોરોનાના વધતા કેસ વચ્ચે બર્થ ડે પાર્ટી કેમ?
- નિયમોનું કેમ પાલન નથી કરવામાં આવતું?
- વધતા કેસ વચ્ચે લોકો કેમ નથી સમજતા?
- અમદાવાદમાં સતત કેસ વધી રહ્યાં છે ત્યારે પોલીસ શું કરે છે?
- આટલી મોટી સંખ્યમાં લોકો એકઠા થયા છતા પોલીસને જાણ ન થઇ 
- લોક ગાયિકા કાજલ મહેરિયાને પણ નિયમોની જાણ નથી?
- કોરોનાના વધતા કેસ વચ્ચે કાજલ મહેરિયા આવા કાર્યક્રમોમાં જોડાય તે કેટલું યોગ્ય?
- લોક ગાયિકા કાજલ મહેરિયાને કોરોના કેટલો ખતરનાક છે તે જાણ તો છે ને?
- કોરોના સંકટ વચ્ચે કાર્યક્રમ યોજનાર અને કાર્યક્રમ કરનાર બંને સામે કેમ કાર્યવાહી ન થાય?
- કાજલ મહેરિયા સામે પણ પોલીસે કેમ કાર્યવાહી નથી કરી?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ