બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના સગીરા અપહરણ કેસમાં નવો વળાંક, પાટીદારો મેદાને આવતા કમિશનરે લીધો મોટો નિર્ણય

બેઠક / સુરતના સગીરા અપહરણ કેસમાં નવો વળાંક, પાટીદારો મેદાને આવતા કમિશનરે લીધો મોટો નિર્ણય

Priyankka Triveddi

Last Updated: 03:42 PM, 2 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Sagira Case: સુરતના સરથાણા વિસ્તારમાંથી 17 વર્ષની એક સગીરા છેલ્લા 35 દિવસથી રહસ્યમય રીતે ગુમ થઈ છે. લાંબો સમય વીતવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર પરિણામ ન મળતા પાટીદાર સમાજની બેઠક મળી હતી અને સરથાણા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.

Surat Sagira Apharan Case: સુરતના સરથાણા વિસ્તારમાંથી 17 વર્ષીય સગીરાનું અપહરણ થઈ જતાં અને તે 35 દિવસથી ગુમ હોવાના લીધે સગીરાના ભાઈએ પાટીદાર સમાજ પાસેથી મદદ માંગી હતી. જેના પગલે સુરતમાં પાટીદાર સેવ સંઘ દ્વારા તિરૂપતિ સોસાયટીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં દીકરી જે તેના કાકાન ઘરે રહીને અભ્યાસ કરતી હતી તેમણે દીકરી 35 દિવસથી ગુમ હોવાની જાણ કરી હતી. આ બેઠક પછી મોટી સંખ્યામાં પાટીદારો સરથાણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ દીકરીના માં બાપ અને પરિવાર ગામડે રહે છે.

ગૃહ વિભાગમાં રજૂઆત કરાશે

પાટીદાર સમાજના આગેવાનોએ બેઠક પછી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધા પછી દીકરીની વહેલી તકે ભાળ મળે અને દીકરીને શોધવાનું કામ ઝડપી બને તે માટે ગૃહ વિભાગમાં રજૂઆત કરવાની વાત કરી છે. આટલું જ નહીં પણ આરોપીને જલ્દીથી પકડીને તેના પર વિશેષ ગુનો દાખલ કરવામાં આવે તેવી પણ માંગ સમાજ દ્વારા કરવામાં આવી છે. આ પાટીદાર સમાજે આરોપીનો ફોન 5 દિવસ સુધી ચાલુ હોવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં થઈ હોવાના આક્ષેપો લગાવ્યા છે.

surat-sagira]

ક્રાઇમ બ્રાન્ચને તપાસના આદેશ

પાટીદાર સમાજે 35 દિવસથી 17 વર્ષીય સગીરા ગાયબ હોવા છતાં કોઈ એક્શન ના લેવાતા તેના માટે જવાબદાર પોલીસ અધિકારી પર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. એટલું જ નહીં મિટિંગમાં હાજર રહેલા તમામ લોકો સરથાણા પોલીસ સ્ટેશન જવાબ લેવા પહોંચ્યા હતા અને એટલું જ નહિ સમાજના ઉગ્ર વિરોધ પછી ફરિયાદના 35 દિવસ પછી પણ પોલીસની નિષ્ક્રિય કામગીરીને લઈને પાટીદાર સમાજના લોકોએ પોલીસ સ્ટેશનમાં ઘેરાવો કર્યો હતો અને આટલું જ નહિ પણ આ વિરોધ ઉગ્ર બનતા સુરત પોલીસ કમિશનરે સરથાણાના PI પાસેથી આ તપાસ આંચકી લીધી છે અને 17 વર્ષીય સગીરાને તાત્કાલિક શોધી શકાય તે માટે તાત્કાલિક અસરથી તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો: ઈન્કમટેક્સ-સુભાષબ્રિજ બાદ હવે...! જુઓ અમદાવાદનો કયો બ્રિજ બન્યો જોખમી?

vtv app promotion

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ વાત એમ છે કે 17 વર્ષની સગીરા સુરતમાં સરથાણા વિસ્તારમાં તેના કાકા સાથે રહીને અભ્યાસ કરે છે અને તેના માતા પિતા ગામડે રહે છે. આશરે 35 એક દિવસ પહેલા કોઈ અજાણ્યો શખ્સ તેને લલચાવી-ફોસલાવીને અપહરણ કરી ગયો હોવાની વાટ પરિવારજનો કરી રહ્યા છે. 35 દિવસથી દીકરી ગુમ હોવાને લીધે પરિવાર દ્વારા તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી પરંતુ એક મહિનો વિતવા છતાં દીકરીની કોઈ ભાળ મળી નથી. મળતી માહિતી મુજબ આ 17 વર્ષીય દીકરીનું અપહરણ બે સંતાનના પિતાએ કર્યું હોવાનું કહેવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat minor girl missing સુરત સગીરા ગુમ કેસ Patidar Samaj protest Surat
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ