ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સ્થાનિક ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી મોદી આવશે ગુજરાત, મંત્રીઓએ લીધી કાર્યક્રમ સ્થળની મુલાકાત

વાવ થરાદ / સ્થાનિક ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી મોદી આવશે ગુજરાત, મંત્રીઓએ લીધી કાર્યક્રમ સ્થળની મુલાકાત

Published By: Priykant Shrimali

Last Updated: 11:06 PM, 26 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi In Vav Tharad : પ્રધાનમંત્રીના કાર્યક્રમ દરમિયાન નાણી ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે, અહીં વાંચો તમામ માહિતી એક જ ક્લિકે

ADVERTISEMENT

PM Modi In Vav Tharad : ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વપૂર્ણ પ્રવાસ યોજાનાર છે. તેઓ આગામી 31 માર્ચે લાખણી તાલુકાના નાણી ગામે પહોંચશે. આ મુલાકાતને લઈને જિલ્લા અને રાજ્ય સ્તરે તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રીના કાર્યક્રમ દરમિયાન નાણી ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પો ખાસ કરીને સરહદી વિસ્તારના વિકાસને ગતિ આપવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન જનસભાને સંબોધન કરશે, જેમાં તેઓ વિકાસ અને ભવિષ્યની યોજનાઓ વિશે માર્ગદર્શન આપશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી પ્રવીણ માળી સહિતના આગેવાનો દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. તેમણે સુરક્ષા વ્યવસ્થા, જનસુવિધા અને કાર્યક્રમની કામગીરી અંગે વિગતવાર સમીક્ષા કરી. ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને ઠંડા પીવાના પાણી, છાંયડો અને તાત્કાલિક આરોગ્ય સેવા જેવી સુવિધાઓ સુનિશ્ચિત કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.

આ પણ વાંચો : નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણાએ 19 ખનીજ માફિયાને કર્યા તડીપાર, 3 જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ

દૂર-દૂરથી આવનારા લોકો માટે પરિવહન વ્યવસ્થા પણ મજબૂત બનાવવામાં આવી રહી છે. એસ.ટી. બસોની વ્યવસ્થા, પાર્કિંગ, માર્ગોની સ્થિતિ અને ટ્રાફિક નિયંત્રણ જેવી બાબતો પર તંત્ર ખાસ ધ્યાન આપી રહ્યું છે. સાથે જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પણ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. અધિકારીઓ અને જનપ્રતિનિધિઓનું માનવું છે કે વડાપ્રધાનની આ મુલાકાતથી વિસ્તારના વિકાસને નવી દિશા મળશે અને લોકોને નવી તકો મળશે. લાખોની સંખ્યામાં લોકો હાજર રહે તેવી શક્યતા હોવાથી તમામ તૈયારીઓ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lakhani Nani Village Gujarat Visit Narendra Modi

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ