ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણાએ 19 ખનીજ માફિયાને કર્યા તડીપાર, 3 જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ

કાર્યવાહી / નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણાએ 19 ખનીજ માફિયાને કર્યા તડીપાર, 3 જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ

Published By: Priykant Shrimali

Last Updated: 06:02 PM, 26 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surendranagar : ખનિજ માફિયાઓ ગેરકાયદેસર કોલસા ખનનમાં સંકળાયેલા હતા. તેઓ જમીન નીચે જોખમી સુરંગો બનાવીને ખનિજ ચોરી કરતા હતા. “Rabbit hole” જેવી પદ્ધતિથી ઊંડા અને ખતરનાક કૂવા ખોદવામાં આવતા... અહીં જાણો તમામ માહિતી એક ક્લિકે

ADVERTISEMENT

Surendranagar : સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનન સામે પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. વાસ્તવમાં સુરેન્દ્રનગરમાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ કુલ 19 ખનિજ માફિયાઓને તડીપાર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પગલાં બાદ આ તમામ લોકોને રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં 6 થી 9 મહિનાના સમયગાળા માટે પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો ?

પ્રાથમિક વિગતો મુજબ આ ખનિજ માફિયાઓ ગેરકાયદેસર કોલસા ખનનમાં સંકળાયેલા હતા. તેઓ જમીન નીચે જોખમી સુરંગો બનાવીને ખનિજ ચોરી કરતા હતા. “Rabbit hole” જેવી પદ્ધતિથી ઊંડા અને ખતરનાક કૂવા ખોદવામાં આવતા, જેમાં શ્રમિકોના જીવને ગંભીર જોખમ રહેતું હતું. વિસ્ફોટકોનો ઉપયોગ કરીને સુરંગો બનાવવાના કારણે અનેક વખત અકસ્માતો અને જાનહાનિના બનાવો પણ બન્યા હતા.

આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં પોલીસ બેડામાં મોટો ફેરફાર, 518 પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી

આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કારણે આસપાસના વિસ્તારોમાં રહેણાંક મકાનો, શાળાઓ અને અન્ય મિલકતોને પણ નુકસાન પહોંચતું હતું, સાથે જ પર્યાવરણ પર પણ ભારે અસર પડી રહી હતી. તપાસ ટીમોને રોકવા માટે કેટલાક કિસ્સાઓમાં રસ્તાઓ અવરોધવાના બનાવો પણ સામે આવ્યા હતા.પોલીસ દ્વારા રજૂઆત કરવામાં આવ્યા બાદ નાયબ કલેક્ટરે કડક નિર્ણય લઈને આ 19 આરોપીઓને તડીપાર કર્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mining Mafia Exile Order Illegal Mining

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ